ક્ષત્રિયોનું આંદોલન રૂપાલાને ભારે પડ્યું, મંત્રીપદ છીનવાઈ ગયું, ભાજપે ઘણી બેઠકો ગુમાવવી પડી

Lok Sabha Election Result 2024: ક્ષત્રિય ઓંદોલન ગુજરાતમાં તો નડયુ નહીં પણ અન્ય રાજ્યોમાં ભાજપને ઘણું નુકશાન વેઠવુ પડ્યુ છે. આ કારણોસર  પરશોત્તમ રૂપાલાને મંત્રીપદથી વંચિત રહેવુ પડ્યુ છે.સતત બીજી વાર મનસુખ માંડવિયાને મંત્રીપદ અપાયું મોદી સરકાર 3.0ના મંત્રીમંડળમાં સતત બીજી વાર મનસુખ માંડવિયાને મંત્રીપદે તક આપવામાં આવી છે. ગુજરાતમાં પાટીદાર પ્રતિનિધીત્વના ભાગરુપે માંડવિયાને મંત્રીપદ અપાયુ છે જેના કારણે રુપાલાની બાદબાકી કરાઈ છે.રૂપાલાને મંત્રીમંડળમાંથી પડતા મૂકાયાઆ વખતે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં રુપાલાએ ક્ષત્રિયો વિરુધ્ધ ટિપ્પણી કરતાં ક્ષત્રિય આંદોલને જન્મ લીધો હતો. આ ક્ષત્રિય આંદોલન ગુજરાતમાં લોકસભાની પરિણામ પર અસરકારક સાબિત થઈ શક્યુ નહીં પણ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં તેની વ્યાપક અસર જોવા મળી હતી. ક્ષત્રિય આંદોલનને લીધે ભાજપને ઘણી બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો. આ જોતાં રૂપાલાને મંત્રીમંડળમાંથી પડતા મૂકાયા છે.સાંસદ પરશોત્તમ રુપાલાને ક્ષત્રિય આંદોલન નડ્યુંબીજી તરફ, પાટીદાર જ્ઞાતિની સાથે સાથે કોળી સમાજને પણ પ્રતિનિધીત્વ આપવાના ભાગરુપે પહેલીવાર જ સાંસદ બનેલાં નીમુબેન બાંભણિયાને મંત્રીપદ અપાયુ છે. ટૂંકમાં, સાંસદ પરશોત્તમ રુપાલાને ક્ષત્રિય આંદોલન જ નડ્યું છે.પહેલીવાર બન્યું પોરબંદરના સાંસદને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યુમોદી સરકાર 3.0ના મંત્રીમંડળમાં મનસુખ માંડવિયાનો સમાવેશ કરાયો છે. નરેન્દ્ર મોદીએ ફરી માંડવિયા પર ભરોસો મૂક્યો છે અને પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે. પહેલીવાર એવુ બન્યુ છે કે, પોરબંદરના કોઈ સાંસદને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ હોય. પોરબંદરના પહેલા સાંસદ એવા છે જે કેન્દ્રીય મંત્રી બન્યા છે. 

ક્ષત્રિયોનું આંદોલન રૂપાલાને ભારે પડ્યું, મંત્રીપદ છીનવાઈ ગયું, ભાજપે ઘણી બેઠકો ગુમાવવી પડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Election Result 2024: ક્ષત્રિય ઓંદોલન ગુજરાતમાં તો નડયુ નહીં પણ અન્ય રાજ્યોમાં ભાજપને ઘણું નુકશાન વેઠવુ પડ્યુ છે. આ કારણોસર  પરશોત્તમ રૂપાલાને મંત્રીપદથી વંચિત રહેવુ પડ્યુ છે.

સતત બીજી વાર મનસુખ માંડવિયાને મંત્રીપદ અપાયું 

મોદી સરકાર 3.0ના મંત્રીમંડળમાં સતત બીજી વાર મનસુખ માંડવિયાને મંત્રીપદે તક આપવામાં આવી છે. ગુજરાતમાં પાટીદાર પ્રતિનિધીત્વના ભાગરુપે માંડવિયાને મંત્રીપદ અપાયુ છે જેના કારણે રુપાલાની બાદબાકી કરાઈ છે.

રૂપાલાને મંત્રીમંડળમાંથી પડતા મૂકાયા

આ વખતે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં રુપાલાએ ક્ષત્રિયો વિરુધ્ધ ટિપ્પણી કરતાં ક્ષત્રિય આંદોલને જન્મ લીધો હતો. આ ક્ષત્રિય આંદોલન ગુજરાતમાં લોકસભાની પરિણામ પર અસરકારક સાબિત થઈ શક્યુ નહીં પણ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં તેની વ્યાપક અસર જોવા મળી હતી. ક્ષત્રિય આંદોલનને લીધે ભાજપને ઘણી બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો. આ જોતાં રૂપાલાને મંત્રીમંડળમાંથી પડતા મૂકાયા છે.

સાંસદ પરશોત્તમ રુપાલાને ક્ષત્રિય આંદોલન નડ્યું

બીજી તરફ, પાટીદાર જ્ઞાતિની સાથે સાથે કોળી સમાજને પણ પ્રતિનિધીત્વ આપવાના ભાગરુપે પહેલીવાર જ સાંસદ બનેલાં નીમુબેન બાંભણિયાને મંત્રીપદ અપાયુ છે. ટૂંકમાં, સાંસદ પરશોત્તમ રુપાલાને ક્ષત્રિય આંદોલન જ નડ્યું છે.

પહેલીવાર બન્યું પોરબંદરના સાંસદને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ

મોદી સરકાર 3.0ના મંત્રીમંડળમાં મનસુખ માંડવિયાનો સમાવેશ કરાયો છે. નરેન્દ્ર મોદીએ ફરી માંડવિયા પર ભરોસો મૂક્યો છે અને પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે. પહેલીવાર એવુ બન્યુ છે કે, પોરબંદરના કોઈ સાંસદને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ હોય. પોરબંદરના પહેલા સાંસદ એવા છે જે કેન્દ્રીય મંત્રી બન્યા છે.