જામનગર શહેર અને લાલપુરમાં જુગાર અંગે ચાર સ્થળે દરોડા: 13 આરોપીઓની અટકાયત

Gambling News in Jamnagar : જામનગર શહેર તેમજ લાલપુરમાં પોલીસે ગઈ રાત્રે જુગાર અંગે જુદા જુદા ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા, અને 13 આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે. જામનગર શહેરમાં જુગાર અંગેનો પ્રથમ દરોડો શંકર ટેકરી રામનગરમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ટમુભા બચુભા પરમાર, વિજય અમુભાઈ સોલંકી, અશોક વશરામભાઈ ડાભી, હિતેશ કાળુભાઈ સવાસળિયા, મેઘજીભાઈ ખોડાભાઈ ચોપડા, અને દિપક જીતુભાઈ નાખવા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,030 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે. જુગાર અંગેનો બીજો દરોડો જામનગરમાં કોટવાળ ફળી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ઘોડીપાસાનો જુગાર રમી રહેલા અજય લક્ષ્મણભાઈ પરમાર, રફીક રજાકભાઈ પટણી, અસગર ઈબ્રાહીમભાઇ કુરેશી, ઈમ્તિયાઝ અનવરભાઈ સોરઠીયા અને મક્સુદ હારુનભાઈ ચાકીની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 12,280 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે. જુગાર અંગેનો ત્રીજો દરોડો લાલપુરના ગોહિલવાસ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં વરલી મટકાના આંકડા લખવા અંગે જયસુખ પાલાભાઈ ખરા નામના શખ્સને ઝડપી લીધો છે, અને તેની પાસેથી રોકડ રકમ તેમજ વરલી મટકાનો સામાન કબ્જે કર્યો છે. આ ઉપરાંત લાલપુરમાં માર્કેટિંગ યાર્ડ પાસેથી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી રહેલા જગદીશ મગનભાઈ સુતરીયાને પોલીસે ઝડપી લીધો છે, અને તેની પાસેથી પણ રોકડ રકમ અને વરલી મટકાનો સામાન કબજે કર્યો છે.

જામનગર શહેર અને લાલપુરમાં જુગાર અંગે ચાર સ્થળે દરોડા: 13 આરોપીઓની અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gambling News in Jamnagar : જામનગર શહેર તેમજ લાલપુરમાં પોલીસે ગઈ રાત્રે જુગાર અંગે જુદા જુદા ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા, અને 13 આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે. 

જામનગર શહેરમાં જુગાર અંગેનો પ્રથમ દરોડો શંકર ટેકરી રામનગરમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ટમુભા બચુભા પરમાર, વિજય અમુભાઈ સોલંકી, અશોક વશરામભાઈ ડાભી, હિતેશ કાળુભાઈ સવાસળિયા, મેઘજીભાઈ ખોડાભાઈ ચોપડા, અને દિપક જીતુભાઈ નાખવા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,030 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

 જુગાર અંગેનો બીજો દરોડો જામનગરમાં કોટવાળ ફળી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ઘોડીપાસાનો જુગાર રમી રહેલા અજય લક્ષ્મણભાઈ પરમાર, રફીક રજાકભાઈ પટણી, અસગર ઈબ્રાહીમભાઇ કુરેશી, ઈમ્તિયાઝ અનવરભાઈ સોરઠીયા અને મક્સુદ હારુનભાઈ ચાકીની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 12,280 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

 જુગાર અંગેનો ત્રીજો દરોડો લાલપુરના ગોહિલવાસ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં વરલી મટકાના આંકડા લખવા અંગે જયસુખ પાલાભાઈ ખરા નામના શખ્સને ઝડપી લીધો છે, અને તેની પાસેથી રોકડ રકમ તેમજ વરલી મટકાનો સામાન કબ્જે કર્યો છે.

 આ ઉપરાંત લાલપુરમાં માર્કેટિંગ યાર્ડ પાસેથી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી રહેલા જગદીશ મગનભાઈ સુતરીયાને પોલીસે ઝડપી લીધો છે, અને તેની પાસેથી પણ રોકડ રકમ અને વરલી મટકાનો સામાન કબજે કર્યો છે.