Vadia News: રાજપીપલાની ગોલ્ડન ગર્લ ફલક વસાવા વિશ્વફલક પર ઝળકી

ચીનમાં છઠ્ઠી ટ્રેમ્પોલીન એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતોટ્રેમ્પોલીનના ફઈનલ રાઉન્ડમાં છઠ્ઠો ક્રમ હાંસલ કર્યો ફલક ચંદ્રકાંત વસાવાએ નર્મદા જિલ્લા સહિત ગુજરાત રાજ્ય અને ભારત દેશનું ગૌરવ વધાર્યુ છેરાજપીપલાની ફલક વસાવા ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હાલમાં ચીન ખાતે યોજાયેલી છઠ્ઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ 2024 આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફ્લકે ફઈનલ રાઉન્ડમાં છઠ્ઠો ક્રમ હાંસલ કરી ભારતનું ગૌરવ વધાર્યું છે.ભારતનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ્પર્ધામાં છઠ્ઠો ક્રમ મેળવી નર્મદા જિલ્લા સહિત ગુજરાત રાજ્ય અને ભારત દેશનું ગૌરવ વધાર્યુ છે. નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ પણ ફલકને રમતક્ષેત્રે ઉજ્જવળ ભાવિ બનાવવા શુભેચ્છા પાઠવી હતી. ફલકે પણ સતત મહેનત કરીને મેડલ હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ફલક ઇન્ડિવિડયુઅલ વુમન ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક અંડર-14 એજ ગૃપમાં છેલ્લા બે વર્ષમાં રાજ્યકક્ષાએ બે ગોલ્ડ મેડલ, રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ગત વર્ષે સિલ્વર અને આ વર્ષે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. વર્ષ 2023માં ડોમ્બિવલી ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ચોથા ક્રમે પસંદગી પામી હતી. કેરાલાના કોઝીકુડુ ખાતે ફેબ્રુઆરી 2024માં યોજાયેલી ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક રાષ્ટ્રીયકક્ષાની ઓપન ચેમ્પિયન શીપમાં પણ ફલકે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે, માતા મિકેતાબેન ચંદ્રકાંત વસાવાએ ફલકની રમત પ્રત્યેની રૂચીને મહેસુસ કરીને રમતક્ષેત્રે પોતાની દીકરીનું ભાવિ કારકીર્દિ બનાવવાનું નક્કી કર્યું હતું. ફ્લકની માતા જીમ્નાસ્ટિક કોચ છે અને પોતાની દીકરીની કોચ તરીકે ચીનમાં યોજાયેલી ચેમ્પિયનશીપમાં સહભાગી થયા હતા. ફ્લકની માતાએ જીમ્નાસ્ટિકમાં ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરી છે. વર્ષ 1999થી 2005 દરમિયાન રમતક્ષેત્રે સક્રીય રહીને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ કેટેગરીની જીમ્નાસ્ટિક સ્પર્ધામાં મેડલ્સ હાંસલ કર્યો હતા. વધુમાં તેઓનું જીમ્નાસ્ટિકમાં જુનિયર જયદીપસિંહ બારિયા એવોર્ડથી સન્માન પણ કરાયું હતું.

Vadia News: રાજપીપલાની ગોલ્ડન ગર્લ ફલક વસાવા વિશ્વફલક પર ઝળકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચીનમાં છઠ્ઠી ટ્રેમ્પોલીન એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો
  • ટ્રેમ્પોલીનના ફઈનલ રાઉન્ડમાં છઠ્ઠો ક્રમ હાંસલ કર્યો
  • ફલક ચંદ્રકાંત વસાવાએ નર્મદા જિલ્લા સહિત ગુજરાત રાજ્ય અને ભારત દેશનું ગૌરવ વધાર્યુ છે


રાજપીપલાની ફલક વસાવા ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હાલમાં ચીન ખાતે યોજાયેલી છઠ્ઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ 2024 આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફ્લકે ફઈનલ રાઉન્ડમાં છઠ્ઠો ક્રમ હાંસલ કરી ભારતનું ગૌરવ વધાર્યું છે.

ભારતનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ્પર્ધામાં છઠ્ઠો ક્રમ મેળવી નર્મદા જિલ્લા સહિત ગુજરાત રાજ્ય અને ભારત દેશનું ગૌરવ વધાર્યુ છે. નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ પણ ફલકને રમતક્ષેત્રે ઉજ્જવળ ભાવિ બનાવવા શુભેચ્છા પાઠવી હતી. ફલકે પણ સતત મહેનત કરીને મેડલ હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ફલક ઇન્ડિવિડયુઅલ વુમન ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક અંડર-14 એજ ગૃપમાં છેલ્લા બે વર્ષમાં રાજ્યકક્ષાએ બે ગોલ્ડ મેડલ, રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ગત વર્ષે સિલ્વર અને આ વર્ષે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. વર્ષ 2023માં ડોમ્બિવલી ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ચોથા ક્રમે પસંદગી પામી હતી. કેરાલાના કોઝીકુડુ ખાતે ફેબ્રુઆરી 2024માં યોજાયેલી ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક રાષ્ટ્રીયકક્ષાની ઓપન ચેમ્પિયન શીપમાં પણ ફલકે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે, માતા મિકેતાબેન ચંદ્રકાંત વસાવાએ ફલકની રમત પ્રત્યેની રૂચીને મહેસુસ કરીને રમતક્ષેત્રે પોતાની દીકરીનું ભાવિ કારકીર્દિ બનાવવાનું નક્કી કર્યું હતું. ફ્લકની માતા જીમ્નાસ્ટિક કોચ છે અને પોતાની દીકરીની કોચ તરીકે ચીનમાં યોજાયેલી ચેમ્પિયનશીપમાં સહભાગી થયા હતા. ફ્લકની માતાએ જીમ્નાસ્ટિકમાં ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરી છે. વર્ષ 1999થી 2005 દરમિયાન રમતક્ષેત્રે સક્રીય રહીને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ કેટેગરીની જીમ્નાસ્ટિક સ્પર્ધામાં મેડલ્સ હાંસલ કર્યો હતા. વધુમાં તેઓનું જીમ્નાસ્ટિકમાં જુનિયર જયદીપસિંહ બારિયા એવોર્ડથી સન્માન પણ કરાયું હતું.