Bhavnagar News : કુવરજી બાવળિયાની કોળી સમાજના આગેવાનો સાથે યોજાઈ બેઠક

ભાજપના ઉમેદવારના સમર્થનમાં વિવિધ બેઠકો ઉપર યોજાશે મિટીંગનો દોર ભાવનગરમાં કેબિનેટ મંત્રી દ્વારા બેઠકોનો દોર શરૂ વલભીપુર, સિહોર, તળાજા, પાલીતાણામાં કરશે બેઠક ભાવનગર જિલ્લામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતમાં કોળી આગેવાનો સાથે મિટીંગનો દોર શરૂ થયો છે,ભાવનગર જિલ્લાના વલભીપુર, સિહોર,તળાજા,પાલીતાણા સહિત ભાવનગર શહેરમાં યોજવામાં આવશે કોળી સમાજના આગેવાનો અને લોકો સાથે મિટીંગ,ભાજપના ઉમેદવારને જીતાડવા માટે આ બેઠકો યોજવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર બેઠક પર કુવરજી બાવળીયાનું નામ હતુ આગળ રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર લડવાની ચર્ચા અંગે સ્પષ્ટતા કરી હતી. બોટાદના ગઢડા તાલુકાના રામપરા ગામે ખાત મુહૂર્ત પ્રસંગમાં આવેલા કુંવરજી બાવળિયાએ લોકસભા ચૂંટણી અંગે જણાવ્યુ હતુ કે, મારા હિત શત્રુઓએ વાત ચલાવી હતી. પરંતુ, હું પાંચ વર્ષ લોકસભામાં જઈ આવ્યો હોવાથી લોકસભા ચૂંટણી લડવા માગતો નથી. પક્ષના હાઈ કમાન્ડને પણ લોકસભા ચૂંટણી નહી લડવાની જાણ કરી દીધી છે. તેથી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુંવરજી બાવળિયાની ચૂંટણી લડવાની ચર્ચાનો અંત આવ્યો હતો. ભાવનગરની આ વખતની ચૂંટણી છે રસપ્રદ આ વખતે ભાવનગર બોટાદની આ સીટ ઉપર ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા છે, તેઓ હાલ બોટાદના ધારાસભ્ય પણ છે. ભાજપમાંથી ત્રણ ટર્મ કોર્પોરેટર રહેલા અને બેવખત ભાવનગરના મેયર બની ચૂકેલા શિક્ષિત મહિલા ઉમેદવાર નિમુબેન બાંભણિયા ઉમેદવાર છે. 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા 156 બેઠક મળવા છતાં બોટાદની વિધાનસભા જીતવામાં ઉમેશભાઈ મકવાણા સફળ રહ્યા હતા. જ્ઞાતિવાદના સમીકરણ પ્રમાણે પરફેક્ટ દેખાતા મકવાણાને ઇન્ડિયા ગઠબંધને ઉમેદવાર બનાવ્યા છે. ભાવનગરની આ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પહેલેથી નક્કી જેવા જ હતા, પરંતુ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાનું નામ જાહેર થયું. જ્ઞાતિવાદના સમીકરણો ધ્યાને રાખી ભાજપે માંડવિયાના બદલે ભાવનગર શહેરના પૂર્વ મેયર નિમુબેન બાંભણિયાનું નામ જાહેર કર્યુ હોવાનું કહેવાય છે. આમ, પ્રારંભિક તબક્કે ઉમેદવારની પસંદગીમાં જ ઇન્ડિયા ગઠબંધને ભાજપને બેકફૂટ ઉપર લાવી દીધું હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું છે. 

Bhavnagar News : કુવરજી બાવળિયાની કોળી સમાજના આગેવાનો સાથે યોજાઈ બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપના ઉમેદવારના સમર્થનમાં વિવિધ બેઠકો ઉપર યોજાશે મિટીંગનો દોર
  • ભાવનગરમાં કેબિનેટ મંત્રી દ્વારા બેઠકોનો દોર શરૂ
  • વલભીપુર, સિહોર, તળાજા, પાલીતાણામાં કરશે બેઠક

ભાવનગર જિલ્લામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતમાં કોળી આગેવાનો સાથે મિટીંગનો દોર શરૂ થયો છે,ભાવનગર જિલ્લાના વલભીપુર, સિહોર,તળાજા,પાલીતાણા સહિત ભાવનગર શહેરમાં યોજવામાં આવશે કોળી સમાજના આગેવાનો અને લોકો સાથે મિટીંગ,ભાજપના ઉમેદવારને જીતાડવા માટે આ બેઠકો યોજવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર બેઠક પર કુવરજી બાવળીયાનું નામ હતુ આગળ

રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર લડવાની ચર્ચા અંગે સ્પષ્ટતા કરી હતી. બોટાદના ગઢડા તાલુકાના રામપરા ગામે ખાત મુહૂર્ત પ્રસંગમાં આવેલા કુંવરજી બાવળિયાએ લોકસભા ચૂંટણી અંગે જણાવ્યુ હતુ કે, મારા હિત શત્રુઓએ વાત ચલાવી હતી. પરંતુ, હું પાંચ વર્ષ લોકસભામાં જઈ આવ્યો હોવાથી લોકસભા ચૂંટણી લડવા માગતો નથી. પક્ષના હાઈ કમાન્ડને પણ લોકસભા ચૂંટણી નહી લડવાની જાણ કરી દીધી છે. તેથી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુંવરજી બાવળિયાની ચૂંટણી લડવાની ચર્ચાનો અંત આવ્યો હતો.

ભાવનગરની આ વખતની ચૂંટણી છે રસપ્રદ

આ વખતે ભાવનગર બોટાદની આ સીટ ઉપર ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા છે, તેઓ હાલ બોટાદના ધારાસભ્ય પણ છે. ભાજપમાંથી ત્રણ ટર્મ કોર્પોરેટર રહેલા અને બેવખત ભાવનગરના મેયર બની ચૂકેલા શિક્ષિત મહિલા ઉમેદવાર નિમુબેન બાંભણિયા ઉમેદવાર છે. 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા 156 બેઠક મળવા છતાં બોટાદની વિધાનસભા જીતવામાં ઉમેશભાઈ મકવાણા સફળ રહ્યા હતા. જ્ઞાતિવાદના સમીકરણ પ્રમાણે પરફેક્ટ દેખાતા મકવાણાને ઇન્ડિયા ગઠબંધને ઉમેદવાર બનાવ્યા છે. ભાવનગરની આ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પહેલેથી નક્કી જેવા જ હતા, પરંતુ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાનું નામ જાહેર થયું. જ્ઞાતિવાદના સમીકરણો ધ્યાને રાખી ભાજપે માંડવિયાના બદલે ભાવનગર શહેરના પૂર્વ મેયર નિમુબેન બાંભણિયાનું નામ જાહેર કર્યુ હોવાનું કહેવાય છે. આમ, પ્રારંભિક તબક્કે ઉમેદવારની પસંદગીમાં જ ઇન્ડિયા ગઠબંધને ભાજપને બેકફૂટ ઉપર લાવી દીધું હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું છે.