PM Modi: પીએમ મોદીનો ગુજરાતમાં હુંકાર, ગેરંટી આપવા હિંમત જોઈએ

માં અંબાના ચરણોમાં આવીને પહેલી સભાને સંબોધન ગુજરાત સ્થાપના દિવસે વિકસિત ભારતનો સંકલ્પ લઈએ ગેંરટી આપવી હોય તો હિંમત જોઈએ: વડાપ્રધાન મોદી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને બનાસકાંઠામાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. થોડીવારમાં પીએમ મોદી સાબરકાંઠાના હિંમતનગરમાં પણ જાહેર સભાને સંબોધન કરશે. તો આજે બનાસકાંઠાના ડીસા ખાતે આયોજિત જાહેર સભામાં પીએમ મોદીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષને આડેહાથ લઈને ભાજપ માટે પ્રચંડ પ્રચાર કર્યો હતો. ત્યારે, આવો જોઈએ પીએમ મોદીના સંબોધનના 10 મહત્વના મુદ્દાઓ. 1. માં અંબાના ચરણોમાં પહેલી સભાને સંબોધન પીએમ મોદીએ ડીસા ખાતે આયોજિત જાહેર સભામાં પોતાના સંબોધનની શરૂઆત ‘ભારત માતા કી જય’ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે માં અંબાના ચરણોમાં આવીને પહેલી સભાનું સંબોધન કરૂ છુ. ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર અને શિક્ષણ અને લાંબા સમય સુધી મુખ્યમંત્રી રાખીને અનુભવની તક આપી એ બધું આજે દિલ્લીમાં લેખે લાગે છે. ગુજરાત સ્થાપના દિવસે આપણે સંકલ્પ લઈએ કે વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવવામાં કોઈ કમી રહેવા નહી દઈએ 2. ગેંરટી આપવા હિંમત જોઈએ: પીએમ મોદી પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે 2019માં કેટલાંક લોકો માનતા હતા કે ફરી સરકાર નહી બને, સરકારના બને એ માટે દુનિયાભરના ખેલ થયા હતા પરંતુ ફરીવાર સરકાર બની. 2024ની ચૂંટણીમાં મારા 20-22 વર્ષના અનુભવ લઈને આવ્યો છું. દેશના સામર્થ્યના આધારે ગેરંટી લઈને આવ્યો છું. ગેરંટી એમ જ નથી અપાતી. ગેરંટી આપવા માટે હિંમત જોઈએ. મારી ગેરંટી છે કે મારા ત્રીજા ટર્મમાં ભારતને ત્રીજી અર્થ વ્યવસ્થા બનાવીને રહીશ. જેનો લાભ વર્તમાન અને આવનારી પેઢીને મળશે. 3. કોંગ્રેસ પર પીએમ મોદીના તીક્ષ્ણ પ્રહાર તો ડીસાથી પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના શહેઝાદાએ સમગ્ર ઓબીસી સમાજ અને મોદી સમાજને ચોર કહ્યાં. મોદી ગુજરાતથી છે એટલે તેમણે મારા માતા-પિતાને પણ ખરું ખોટું કહેવામાં કોઈ કસર નથી છોડી. આ વખતે પહેલેથી પણ ઓછી સીટોમાં સમેટાઈ જશે અને રાજસ્થાનમાં તો એક પણ સીટ મળવાની સંભાવના નથી. 4. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો જ નથી પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતની પ્રજાએ ક્યારેય અહીંયા અસ્થિર સરકાર નથી આવવા દીધીગુજરાતની જનતાએ કોંગ્રેસને એવી રીતે ગુજરાતમાંથી હટાવી દીધી છે કે આજે તેને પગ પણ નાથી આવી રહ્યા. કોંગ્રેસ પાસે ન તો મુદ્દા છે ન તો વિઝન છે અને ન તો કામ કરવાનો જુસ્સો છે. 5. આ વખતે બતાવી દઇશું દાળભાત ખાનાર શું કરી શકે છે વધુમાં કોંગ્રેસને પડકાર ફેંકતા પીએમ મોદીએ કહ્યું કે હિંમત હોય તો સામે વાર કરો, આ ફેક વિડીયોથી નહીં. હિંમત હોય તો સામસામે આવીને બે-બે હાથ કરો, બતાવી દઈશું દાળભાત ખાવા વાળો શું કરી શકે છે. હવે ચૂંટણીમાં તેમની વાત નથી ચાલતી તો ફેક વિડીયો વાયરલ કરે છે. 6. ભાજપ છે ત્યાં સુધી અનામત નહિ હટે વધુમાં પીએમ મોદીએ અનામતને લઈને મોટું નિવેદન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે જ્યાં સુધી મોદી છે અને ભાજપ છે ત્યાં સુધી બાબાસાહેબે જે અનામત આપ્યું છે તે નહિ હટે. જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી SC, ST અને OBCનું અનામત નહીં જ હટે. 7. મજૂરી કરીને ટેક્સ આપે તેને લૂંટાવા નહિ દઉં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના સમયમાં થતાં કૌભાંડોનું નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કરતાં ફર્સ્ટ ટાઈમ વૉટર્સને સીધો સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે તમે ગુજરાતીઓએ મને મોટો કર્યો છે એટલે ચિંતા ન કરો. જે લોકો પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે તેમને ખબર જ નહોતી કે દેશની શું પરિસ્થિતિ હતી. એકવાર ગુગલ પર જઈને જોઈ લેજો કે પહેલાં ચોરી, લૂંટની ખબરો ચાલતી હતી અને આજે શું ચાલે છે? આટલા પકડ્યાં! આજે આ એનો જ ફફડાટ છે. લોકો કાળી મજૂરી કરીને ટેક્સ આપે એને લૂંટાવા દેવાય ભાઈ? અને હું લૂંટતા બચાવું છું તો આ લોકો મારો હાથ ખેંચે છે. 8. કોંગ્રેસથી ચેતતા રહેજો ભાજપ સિવાય કોઈ 272 લોકોને લડાવતાં નથી ને કહે છે કે અમે સરકાર ચલાવીશું. દિલ્હીના શાહી પરિવારની સ્થિતિ એવી છે કે કોંગ્રેસને પોતે મત નહીં આપી શકે. અહેમદ ભાઈનો પરિવાર કોંગ્રેસને મત નહીં આપે, ભાવનગરના મોટા નેતા પણ ભાવનગરના ઉમેદવારને મત નહીં આપી શકે. આપ સૌને વિનંતી છે આપ કોંગ્રેસથી ચેતતા રહેજો. 9. ભાજપે બનાસકાંઠાને પાણી આપ્યું આપણા બનાસકાંઠામાં પાણી ન મળે, મહેમાન રોકાય તો રાત્રે એવું થાય કે સવારે પાણી ક્યાંથી લાવીશું તેની ચિંતા રહેતી અને આજે પાણી આવ્યું છે. આજે ભાજપે ચારેકોર પાણી પહોંચાડ્યું છે. નલ સે જલ યોજના થકી લોકો સુધી પાણી પહોંચ્યું છે. માતા બહેનોનો પાણી ભરવામાં અડધો દિવસ જતો પણ હવે ઘરેબેઠા પાણી મળી રહે છે. 10. ગમે તેવો તડકો હોય મતદાન તો વધવું જ જોઈએ પહેલા બાળક જન્મે એટલે કાકા-મામાનું નામ આવડે કે ના આવડે પણ કર્ફ્યુ બોલતા આવડતું. આ સ્થિતિ બદલાઈ ગઈ છે. આપણે એ પણ નાબૂદ કર્યું. પહેલા બાળકો નિશાળે નહોતા જતાં, આજે દરેક બાળક શાળાએ જાય છે. ભાજપે લાંબા ગાળાની મહેનત કરી છે એટલે આજે ગુજરાત આગળ આવ્યું છે. ગમે તેવી ગરમી હોય, ગમે તેવો તડકો હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય મતદાન વધવું જોઈએ.

PM Modi: પીએમ મોદીનો ગુજરાતમાં હુંકાર, ગેરંટી આપવા હિંમત જોઈએ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માં અંબાના ચરણોમાં આવીને પહેલી સભાને સંબોધન
  • ગુજરાત સ્થાપના દિવસે વિકસિત ભારતનો સંકલ્પ લઈએ
  • ગેંરટી આપવી હોય તો હિંમત જોઈએ: વડાપ્રધાન મોદી

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને બનાસકાંઠામાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. થોડીવારમાં પીએમ મોદી સાબરકાંઠાના હિંમતનગરમાં પણ જાહેર સભાને સંબોધન કરશે. તો આજે બનાસકાંઠાના ડીસા ખાતે આયોજિત જાહેર સભામાં પીએમ મોદીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષને આડેહાથ લઈને ભાજપ માટે પ્રચંડ પ્રચાર કર્યો હતો. ત્યારે, આવો જોઈએ પીએમ મોદીના સંબોધનના 10 મહત્વના મુદ્દાઓ.

1. માં અંબાના ચરણોમાં પહેલી સભાને સંબોધન

પીએમ મોદીએ ડીસા ખાતે આયોજિત જાહેર સભામાં પોતાના સંબોધનની શરૂઆત ‘ભારત માતા કી જય’ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે માં અંબાના ચરણોમાં આવીને પહેલી સભાનું સંબોધન કરૂ છુ. ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર અને શિક્ષણ અને લાંબા સમય સુધી મુખ્યમંત્રી રાખીને અનુભવની તક આપી એ બધું આજે દિલ્લીમાં લેખે લાગે છે. ગુજરાત સ્થાપના દિવસે આપણે સંકલ્પ લઈએ કે વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવવામાં કોઈ કમી રહેવા નહી દઈએ

2. ગેંરટી આપવા હિંમત જોઈએ: પીએમ મોદી

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે 2019માં કેટલાંક લોકો માનતા હતા કે ફરી સરકાર નહી બને, સરકારના બને એ માટે દુનિયાભરના ખેલ થયા હતા પરંતુ ફરીવાર સરકાર બની. 2024ની ચૂંટણીમાં મારા 20-22 વર્ષના અનુભવ લઈને આવ્યો છું. દેશના સામર્થ્યના આધારે ગેરંટી લઈને આવ્યો છું. ગેરંટી એમ જ નથી અપાતી. ગેરંટી આપવા માટે હિંમત જોઈએ. મારી ગેરંટી છે કે મારા ત્રીજા ટર્મમાં ભારતને ત્રીજી અર્થ વ્યવસ્થા બનાવીને રહીશ. જેનો લાભ વર્તમાન અને આવનારી પેઢીને મળશે.

3. કોંગ્રેસ પર પીએમ મોદીના તીક્ષ્ણ પ્રહાર

તો ડીસાથી પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના શહેઝાદાએ સમગ્ર ઓબીસી સમાજ અને મોદી સમાજને ચોર કહ્યાં. મોદી ગુજરાતથી છે એટલે તેમણે મારા માતા-પિતાને પણ ખરું ખોટું કહેવામાં કોઈ કસર નથી છોડી. આ વખતે પહેલેથી પણ ઓછી સીટોમાં સમેટાઈ જશે અને રાજસ્થાનમાં તો એક પણ સીટ મળવાની સંભાવના નથી.

4. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો જ નથી

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતની પ્રજાએ ક્યારેય અહીંયા અસ્થિર સરકાર નથી આવવા દીધીગુજરાતની જનતાએ કોંગ્રેસને એવી રીતે ગુજરાતમાંથી હટાવી દીધી છે કે આજે તેને પગ પણ નાથી આવી રહ્યા. કોંગ્રેસ પાસે ન તો મુદ્દા છે ન તો વિઝન છે અને ન તો કામ કરવાનો જુસ્સો છે.

5. આ વખતે બતાવી દઇશું દાળભાત ખાનાર શું કરી શકે છે

વધુમાં કોંગ્રેસને પડકાર ફેંકતા પીએમ મોદીએ કહ્યું કે હિંમત હોય તો સામે વાર કરો, આ ફેક વિડીયોથી નહીં. હિંમત હોય તો સામસામે આવીને બે-બે હાથ કરો, બતાવી દઈશું દાળભાત ખાવા વાળો શું કરી શકે છે. હવે ચૂંટણીમાં તેમની વાત નથી ચાલતી તો ફેક વિડીયો વાયરલ કરે છે.

6. ભાજપ છે ત્યાં સુધી અનામત નહિ હટે

વધુમાં પીએમ મોદીએ અનામતને લઈને મોટું નિવેદન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે જ્યાં સુધી મોદી છે અને ભાજપ છે ત્યાં સુધી બાબાસાહેબે જે અનામત આપ્યું છે તે નહિ હટે. જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી SC, ST અને OBCનું અનામત નહીં જ હટે.

7. મજૂરી કરીને ટેક્સ આપે તેને લૂંટાવા નહિ દઉં

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના સમયમાં થતાં કૌભાંડોનું નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કરતાં ફર્સ્ટ ટાઈમ વૉટર્સને સીધો સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે તમે ગુજરાતીઓએ મને મોટો કર્યો છે એટલે ચિંતા ન કરો. જે લોકો પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે તેમને ખબર જ નહોતી કે દેશની શું પરિસ્થિતિ હતી. એકવાર ગુગલ પર જઈને જોઈ લેજો કે પહેલાં ચોરી, લૂંટની ખબરો ચાલતી હતી અને આજે શું ચાલે છે? આટલા પકડ્યાં! આજે આ એનો જ ફફડાટ છે. લોકો કાળી મજૂરી કરીને ટેક્સ આપે એને લૂંટાવા દેવાય ભાઈ? અને હું લૂંટતા બચાવું છું તો આ લોકો મારો હાથ ખેંચે છે.

8. કોંગ્રેસથી ચેતતા રહેજો

ભાજપ સિવાય કોઈ 272 લોકોને લડાવતાં નથી ને કહે છે કે અમે સરકાર ચલાવીશું. દિલ્હીના શાહી પરિવારની સ્થિતિ એવી છે કે કોંગ્રેસને પોતે મત નહીં આપી શકે. અહેમદ ભાઈનો પરિવાર કોંગ્રેસને મત નહીં આપે, ભાવનગરના મોટા નેતા પણ ભાવનગરના ઉમેદવારને મત નહીં આપી શકે. આપ સૌને વિનંતી છે આપ કોંગ્રેસથી ચેતતા રહેજો.

9. ભાજપે બનાસકાંઠાને પાણી આપ્યું

આપણા બનાસકાંઠામાં પાણી ન મળે, મહેમાન રોકાય તો રાત્રે એવું થાય કે સવારે પાણી ક્યાંથી લાવીશું તેની ચિંતા રહેતી અને આજે પાણી આવ્યું છે. આજે ભાજપે ચારેકોર પાણી પહોંચાડ્યું છે. નલ સે જલ યોજના થકી લોકો સુધી પાણી પહોંચ્યું છે. માતા બહેનોનો પાણી ભરવામાં અડધો દિવસ જતો પણ હવે ઘરેબેઠા પાણી મળી રહે છે.

10. ગમે તેવો તડકો હોય મતદાન તો વધવું જ જોઈએ

પહેલા બાળક જન્મે એટલે કાકા-મામાનું નામ આવડે કે ના આવડે પણ કર્ફ્યુ બોલતા આવડતું. આ સ્થિતિ બદલાઈ ગઈ છે. આપણે એ પણ નાબૂદ કર્યું. પહેલા બાળકો નિશાળે નહોતા જતાં, આજે દરેક બાળક શાળાએ જાય છે. ભાજપે લાંબા ગાળાની મહેનત કરી છે એટલે આજે ગુજરાત આગળ આવ્યું છે. ગમે તેવી ગરમી હોય, ગમે તેવો તડકો હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય મતદાન વધવું જોઈએ.