Gujarat Monsoon 2024: રાજ્યમાં સવારથી અનેક વિસ્તારોમાં મેઘમહેર, સુરતમાં ધમાકેદાર એન્ટ્રીથી રાહત

સુત્રાપાડા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી વડોદરાના શિનોર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ છેલ્લા 24 કલાકમાં 21 તાલુકાઓમાં વરસાદ ગુજરાતમાં ઠેરઠેર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં મેઘમહેરના કારણે ઠંડક પ્રસરી ચૂકી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 21 તાલુકામાં વરસાદી માહોલ છે. અમરેલી, વજોદરા, સુરત સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલથી લોકો અને ખેડૂતપુત્રો પણ ખુશ જોવા મળી રહ્યા છે. તો જાણો આજે સવારથી ક્યાં કેવો વરસાદ છે. તાપીના અનેક વિસ્તારોમાં વરસાદતાપીમાં વ્યારા, વાલોડ તેમજ ડોલવણના કેટલાક વિસ્તારમાં મેઘમહેર છે તો સાથે જ ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે તો ક્યાંક વરસાદી ઝાપટાં જોવા મળ્યા છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ અમરેલીની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી અહીં વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદ અને આજુબાજુના પંથકમાં વરસાદ છે. રાજુલાના રાભડા સહિતના પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. વડોદરાના શિનોર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ વડોદરાના શિનોર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અવાખલ, માલપુર, અચીસરા ગામમાં વરસાદી માહોલથી લોકોએ રાહત અનુભવી છે. સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી અઠવા લાઇન્સ, પીપલોદ, રાંદેરમાં વરસાદી માહોલ જામ્યો છે. ભટાર,સીટી લાઈટ ,અડાજણમાં વરસાદ થઈ રહ્યો છે. ભારે ગરમી અને બફારાથી લોકોને રાહત થઈ રહી છે. સુત્રાપાડા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી પ્રાચી, ગોરખમઢી સહિતના ગામડાઓમાં વરસાદ છે તો સાથે જ વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ઝઘડિયા તાલુકામાં મેઘરાજાનું આગમન વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો સાથે મેઘ સવારીથી ધરતી પુત્રો ખુશખુશાલ છે. નગરજનોએ વરસાદનો આનંદ માંણ્યો હોવાની માહિતિ પણ સામે આવી છે. અંકલેશ્વર પંથકમાં મેઘરાજાનું આગમન ભડકોદ્રા, કાપોદ્રા પીરામણમાં વરસાદી માહોલ છે અને ડખોલ, અંદાડા કોસમડી ગામોમાં વરસાદ થયો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વેરાવળ સોમનાથના વિસ્તારમાં મેઘરાજાની ફરી પધરામણી સવારે વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત મળતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. દીવમાં વહેલી સવારથી વરસાદ દીવના અનેક વિસ્તારોમાં વરસાદે એન્ટ્રી કરી છે. સવારના સમયે દીવ અને આસપાસના પંથકમાં વરસાદ આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 24 કલાકમાં 21 તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ બાબરામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે તો ગારિયાધાર, લીલીયામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. ક્વાંટ, ઉમરગામ 1-1 ઇંચ વરસાદ વરસ્યો છે. નાંદોદ, માંડવી, લાઠીમાં પોણો ઇંચ વરસાદ, લાલપુર, શિહોર, સાયલામાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. 

Gujarat Monsoon 2024: રાજ્યમાં સવારથી અનેક વિસ્તારોમાં મેઘમહેર, સુરતમાં ધમાકેદાર એન્ટ્રીથી રાહત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુત્રાપાડા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી
  • વડોદરાના શિનોર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં 21 તાલુકાઓમાં વરસાદ

ગુજરાતમાં ઠેરઠેર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં મેઘમહેરના કારણે ઠંડક પ્રસરી ચૂકી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 21 તાલુકામાં વરસાદી માહોલ છે. અમરેલી, વજોદરા, સુરત સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલથી લોકો અને ખેડૂતપુત્રો પણ ખુશ જોવા મળી રહ્યા છે. તો જાણો આજે સવારથી ક્યાં કેવો વરસાદ છે. 

તાપીના અનેક વિસ્તારોમાં વરસાદ

તાપીમાં વ્યારા, વાલોડ તેમજ ડોલવણના કેટલાક વિસ્તારમાં મેઘમહેર છે તો સાથે જ ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે તો ક્યાંક વરસાદી ઝાપટાં જોવા મળ્યા છે.

અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ

અમરેલીની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી અહીં વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદ અને આજુબાજુના પંથકમાં વરસાદ છે. રાજુલાના રાભડા સહિતના પંથકમાં વરસાદ વરસી રહ્યો છે.

વડોદરાના શિનોર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ

વડોદરાના શિનોર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અવાખલ, માલપુર, અચીસરા ગામમાં વરસાદી માહોલથી લોકોએ રાહત અનુભવી છે.

સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

અઠવા લાઇન્સ, પીપલોદ, રાંદેરમાં વરસાદી માહોલ જામ્યો છે. ભટાર,સીટી લાઈટ ,અડાજણમાં વરસાદ થઈ રહ્યો છે. ભારે ગરમી અને બફારાથી લોકોને રાહત થઈ રહી છે.

સુત્રાપાડા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી

પ્રાચી, ગોરખમઢી સહિતના ગામડાઓમાં વરસાદ છે તો સાથે જ વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

ઝઘડિયા તાલુકામાં મેઘરાજાનું આગમન

વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો સાથે મેઘ સવારીથી ધરતી પુત્રો ખુશખુશાલ છે. નગરજનોએ વરસાદનો આનંદ માંણ્યો હોવાની માહિતિ પણ સામે આવી છે.

અંકલેશ્વર પંથકમાં મેઘરાજાનું આગમન

ભડકોદ્રા, કાપોદ્રા પીરામણમાં વરસાદી માહોલ છે અને ડખોલ, અંદાડા કોસમડી ગામોમાં વરસાદ થયો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

વેરાવળ સોમનાથના વિસ્તારમાં મેઘરાજાની ફરી પધરામણી

સવારે વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત મળતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

દીવમાં વહેલી સવારથી વરસાદ

દીવના અનેક વિસ્તારોમાં વરસાદે એન્ટ્રી કરી છે. સવારના સમયે દીવ અને આસપાસના પંથકમાં વરસાદ આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

છેલ્લા 24 કલાકમાં 21 તાલુકાઓમાં વરસાદ

સૌથી વધુ બાબરામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે તો ગારિયાધાર, લીલીયામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. ક્વાંટ, ઉમરગામ 1-1 ઇંચ વરસાદ વરસ્યો છે. નાંદોદ, માંડવી, લાઠીમાં પોણો ઇંચ વરસાદ, લાલપુર, શિહોર, સાયલામાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે.