રાત્રે વાહન પાર્ક કરીને સુતા ડ્રાઇવરને માર મારી લૂંટ કરતો વ્યક્તિ ઝડપાયો

અમદાવાદ,બુધવારરાતના સમયે હાઇવે પર વાહન પાર્ક કરીને સુતા ડ્રાઇવરને માર મારીને લૂંટ કરવાના ૧૧થી વધુ ગુનામાં સંડોવાયેલા વ્યક્તિને ઝડપી લેવામાં બાવળા પોલીસને સફળતા મળી છે. ઝડપાયેલા આરોપીએ થોડા દિવસ પહેલા સાણંદ બાવળા રોડ પર  રાતના સમયે ટ્રક ચાલકને માર મારીને રોકડની લૂંટ કરવાની સાથે મોબાઇલમાંથી ઓનલાઇન નાણાં પડાવી  પ્રયાસ કર્યો હતો. આરોપીની પુછપરછમાં અન્ય ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. ગીર-સોમનાથના સનકડા ગામમાં રહેતા  આરીફ મનસુરી ટ્રક  ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે.ગત ૨૫મી માર્ચના રોજ ઉના  યાર્ડથી જુવાર ભરીને હિંમતનગર જીઆઇડીસી જવા માટે નીકળ્યા હતા. હિંમતનગર જીઆઇડીસીથી જુવાર ખાલી કરીને વિજાપુરથી બટેટા ભરીને ૨૭મી તારીખે ઉના પરત આવવા માટે નીકળ્યા હતા. રાતના સાડા બાર વાગ્યાના સુમારે ઉંઘ આવતી હોવાથી  આરીફભાઇ અને ક્લીનર ડાહ્યાભાઇ સાણંદ-બાવળા હાઇવે પર ટ્ક પાર્ક કરીને સુતા હતા. આ સમયે બે અજાણ્યા લોકો આવ્યા હતા. તેમણે ટ્રકમાં ઘુસીને ડાહ્યાભાઇ અને આરીફભાઇને માર મારીને રોકડ અને મોબાઇલ ફોનની લૂંટ કરી હતી.  જો કે મોબાઇલ ફોન લોક હોવાથી પીન નંબર માંગ્યો હતો. જે આરીફભાઇએ ખોટો આપતા તેને મારી નાખવાની ધમકી આપીને પીન નંબર લઇ લીધો હતો. તે પછી ત્યાંથી બંને જણા નાસી ગયા હતા. આ અંગે બાવળા પોલીસે ગુનો નોંધીને ટેકનીકલ તેમજ હ્યુમન સર્વલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં શંકાને આધારે શ્રવણ હાડા (રહે. ઢેઢાળ ગામ, બાવળા) અને  અશોક હાડાને ઝડપી લીધા હતા. આ અંગે બાવળા પોલીસ સ્ટેશનના પીઆઇ જે ડી ડાંગરવાલાએ જણાવ્યું કે  તે ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી લૂંટ કરતો હતો. જેમાં રાતના હાઇવે પર રહેલી ટ્રકના ડઇવર-ક્લીનરને માર મારીને લૂંટ કરતા હતા.  મુખ્ય આરોપી શ્રવણ હાડા વિરૂદ્વ ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૧૧થી વધુ ગુના નોંધાયા છે.

રાત્રે વાહન પાર્ક કરીને સુતા ડ્રાઇવરને માર મારી લૂંટ કરતો વ્યક્તિ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર

રાતના સમયે હાઇવે પર વાહન પાર્ક કરીને સુતા ડ્રાઇવરને માર મારીને લૂંટ કરવાના ૧૧થી વધુ ગુનામાં સંડોવાયેલા વ્યક્તિને ઝડપી લેવામાં બાવળા પોલીસને સફળતા મળી છે. ઝડપાયેલા આરોપીએ થોડા દિવસ પહેલા સાણંદ બાવળા રોડ પર  રાતના સમયે ટ્રક ચાલકને માર મારીને રોકડની લૂંટ કરવાની સાથે મોબાઇલમાંથી ઓનલાઇન નાણાં પડાવી  પ્રયાસ કર્યો હતો. આરોપીની પુછપરછમાં અન્ય ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. ગીર-સોમનાથના સનકડા ગામમાં રહેતા  આરીફ મનસુરી ટ્રક  ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે.ગત ૨૫મી માર્ચના રોજ ઉના  યાર્ડથી જુવાર ભરીને હિંમતનગર જીઆઇડીસી જવા માટે નીકળ્યા હતા. હિંમતનગર જીઆઇડીસીથી જુવાર ખાલી કરીને વિજાપુરથી બટેટા ભરીને ૨૭મી તારીખે ઉના પરત આવવા માટે નીકળ્યા હતા. રાતના સાડા બાર વાગ્યાના સુમારે ઉંઘ આવતી હોવાથી  આરીફભાઇ અને ક્લીનર ડાહ્યાભાઇ સાણંદ-બાવળા હાઇવે પર ટ્ક પાર્ક કરીને સુતા હતા. આ સમયે બે અજાણ્યા લોકો આવ્યા હતા. તેમણે ટ્રકમાં ઘુસીને ડાહ્યાભાઇ અને આરીફભાઇને માર મારીને રોકડ અને મોબાઇલ ફોનની લૂંટ કરી હતી.  જો કે મોબાઇલ ફોન લોક હોવાથી પીન નંબર માંગ્યો હતો. જે આરીફભાઇએ ખોટો આપતા તેને મારી નાખવાની ધમકી આપીને પીન નંબર લઇ લીધો હતો. તે પછી ત્યાંથી બંને જણા નાસી ગયા હતા. આ અંગે બાવળા પોલીસે ગુનો નોંધીને ટેકનીકલ તેમજ હ્યુમન સર્વલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં શંકાને આધારે શ્રવણ હાડા (રહે. ઢેઢાળ ગામ, બાવળા) અને  અશોક હાડાને ઝડપી લીધા હતા. આ અંગે બાવળા પોલીસ સ્ટેશનના પીઆઇ જે ડી ડાંગરવાલાએ જણાવ્યું કે  તે ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી લૂંટ કરતો હતો. જેમાં રાતના હાઇવે પર રહેલી ટ્રકના ડઇવર-ક્લીનરને માર મારીને લૂંટ કરતા હતા.  મુખ્ય આરોપી શ્રવણ હાડા વિરૂદ્વ ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૧૧થી વધુ ગુના નોંધાયા છે.