Valsad News: ગુડ્સ ટ્રેન ડિરેલ થતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો

ગુડ્સ ટ્રેનના 6થી 7 ડબ્બા પાટા પરથી ઉતર્યામુંબઈ જતી ફાસ્ટ ટ્રેનોને વાપી, વલસાડમાં અટકાવાઇબાંદ્રા જતી ઇન્ટર્સીટી ટ્રેનને વાપીમાં રોકવામાં આવીવલસાડ પાસે વધુ એક ટ્રેન ડિરેલ થવાની ઘટના સામે આવી છે. જેને કારણે અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાઇ ગયો છે. ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પાસે વલસાડ નજીક પાલઘરમાં રેલવેના કેટલાંક ડબ્બાઓ પાટા પરથી ઉતરી જવાની ઘટના બની છે, જાણવા મળી રહ્યું છે કે એક માલગાડીના 6થી 7 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા જેને લીધે અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાઇ ગયો છે. જાણવા મળી રહ્યું છે કે પાલઘર નજીક ગુડ્સ ટ્રેનના 6થી 7 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં મેન લાઈનને અસર થઈ હતી. અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાઇ જતાં મુંબઈ જતી ટ્રેનો મોડી પડી હતી. મુંબઈના બાંદ્રા જતી તમામ ફાસ્ટ ટ્રેનોને વાપી અને વલસાડમાં જ રોકી દેવામાં આવી હતી. તો બાંદ્રા જતી ઇન્ટર્સીટી ટ્રેનને વાપી ખાતે રોકી દેવામાં આવી હતી. તો, ડિરેલમેન્ટની ઘટનાને પગલે રેલવે વિભાગ દોડતું થઈ ગયું હતું અને વલસાડથી ઇમર્જન્સી ટ્રેન પાલઘર જવા રવાના કરી દેવામાં આવી હતી. 

Valsad News: ગુડ્સ ટ્રેન ડિરેલ થતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુડ્સ ટ્રેનના 6થી 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા
  • મુંબઈ જતી ફાસ્ટ ટ્રેનોને વાપી, વલસાડમાં અટકાવાઇ
  • બાંદ્રા જતી ઇન્ટર્સીટી ટ્રેનને વાપીમાં રોકવામાં આવી

વલસાડ પાસે વધુ એક ટ્રેન ડિરેલ થવાની ઘટના સામે આવી છે. જેને કારણે અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાઇ ગયો છે. ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પાસે વલસાડ નજીક પાલઘરમાં રેલવેના કેટલાંક ડબ્બાઓ પાટા પરથી ઉતરી જવાની ઘટના બની છે, જાણવા મળી રહ્યું છે કે એક માલગાડીના 6થી 7 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા જેને લીધે અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાઇ ગયો છે. 


જાણવા મળી રહ્યું છે કે પાલઘર નજીક ગુડ્સ ટ્રેનના 6થી 7 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં મેન લાઈનને અસર થઈ હતી. અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાઇ જતાં મુંબઈ જતી ટ્રેનો મોડી પડી હતી. મુંબઈના બાંદ્રા જતી તમામ ફાસ્ટ ટ્રેનોને વાપી અને વલસાડમાં જ રોકી દેવામાં આવી હતી. તો બાંદ્રા જતી ઇન્ટર્સીટી ટ્રેનને વાપી ખાતે રોકી દેવામાં આવી હતી. તો, ડિરેલમેન્ટની ઘટનાને પગલે રેલવે વિભાગ દોડતું થઈ ગયું હતું અને વલસાડથી ઇમર્જન્સી ટ્રેન પાલઘર જવા રવાના કરી દેવામાં આવી હતી.