Suratના ડોકટરે ડોકટર સાથે એમ્બ્યુલન્સમાં ભાગીદારી કરી રૂ.5 કરોડની છેતરપિંડી કરી

એમ્બ્યુલન્સમાં ભાગીદારી કરવામાં રૂ. 5 કરોડ ગુમાવ્યા બાયો કેમિસ્ટ્રી વિભાગના ડોક્ટરે આપી હતી લાલચ સ્મીમેરના ડો.હાર્દિક રમેશ પટવાએ પાડ્યો ખેલ સુરતમાં ડોકટરે ડોકટર સાથે રૂ.5 કરોડની છેતરપિંડી કરી છે. જેમાં સુરતની સ્મીમેર હોસ્પિટલના તબીબ સાથે છેતરપિંડી થઇ છે. તેમાં એમ્બ્યુલન્સમાં ભાગીદારી કરવામાં રૂ. 5 કરોડ ગૂમાવ્યા છે. જેમાં બાયો કેમિસ્ટ્રી વિભાગના ડોક્ટરે લાલચ આપી હતી. તેમાં સ્મીમેરના ડો. હાર્દિક રમેશ પટવાએ ખેલ પાડ્યો હતો. રૂપિયા 3.46 કરોડનો નફો મળશે તેવી વાત કરી ભેરવી નાખ્યા હતા રૂપિયા 3.46 કરોડનો નફો મળશે તેવી વાત કરી ભેરવી નાખ્યા હતા. જેમાં હાર્દિકે ક્રિપ્ટો કરન્સીમાં રૂ. 12 કરોડ ગુમાવ્યા હતા. હાર્દિકે તબીબ અને તેના મિત્રોને નિશાન બનાવ્યા હતા. જેમાં કુલ 12 જેટલા મિત્રોએ રોકાણ કર્યું હતુ. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલે તપાસ હાથ ધરી છે. આરોપી ડોક્ટર હાર્દિકે 50 % નફો આપવાની લાલચ આપી હતી. તેમાં આઠ એમ્બ્યુલન્સમાં જ 3.46 કરોડનો નફો મળશે તેવી વાત કરી ભેરવી નાખ્યા હતા. જુનાગઢ મંદિરના જે.કે.સ્વામી સહિત સાત લોકોએ વરાછાના ડૉક્ટર સાથે ઠગાઈ આચરી તાજેતરમાં જ સ્વામીનારાયણ મંદિર પ્રોજેક્ટના નામે જુનાગઢ મંદિરના જે.કે.સ્વામી સહિત સાત લોકોએ વરાછાના ડૉક્ટર સાથે ઠગાઈ આચરી હતી. આ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. સુરતના પરવત પાટીયા ઓમ કોમ્પલેક્ષમાં રહેતા ડૉ.બાલકૃષ્ણ હડિયા વર્ષ 2015માં તેમના મિત્ર ડૉ.ભરત ગોહિલ સાથે બારડોલી ગયા હતા. ત્યારે તેમની મુલાકાત જમીન દલાલ સુરેશ ઘોરી સાથે થઈ હતી. તે સમયે ડૉક્ટરે દલાલીનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું. સ્વામી ડાયરેકટ જમીન માલિકો પાસેથી જમીન ખરીદવામાં વિશ્વાસ રાખતા નથી સાલ 2016માં સુરેશે તબીબના ક્લિનિક પર આવીને આણંદના રિંઝ ગામે સાબરમતી નદી કિનારે આવેલ 700 વીઘા જમીન સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત જે.કે.સ્વામી ખરીદવા માંગે છે તેમ જણાવ્યું હતું. સુરેશે તબીબને કહ્યું કે, ‘સ્વામી પોઈચા ગામમાં આવેલા સ્વામીનારાયણ મંદિરનો પ્રોજેક્ટ છે તેવો પ્રોજેક્ટ બનાવવા માંગે છે. આ મામલે જમીનની ખરીદવા અને વેચવાવાળા પણ તૈયાર છે. પરંતુ સ્વામી ડાયરેકટ જમીન માલિકો પાસેથી જમીન ખરીદવામાં વિશ્વાસ રાખતા નથી. તેવુ કહી કરોડોની ઠગાઇ કરી હતી. તેથી ડોક્ટરે ફરિયાદ કરી હતી.

Suratના ડોકટરે ડોકટર સાથે એમ્બ્યુલન્સમાં ભાગીદારી કરી રૂ.5 કરોડની છેતરપિંડી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એમ્બ્યુલન્સમાં ભાગીદારી કરવામાં રૂ. 5 કરોડ ગુમાવ્યા
  • બાયો કેમિસ્ટ્રી વિભાગના ડોક્ટરે આપી હતી લાલચ
  • સ્મીમેરના ડો.હાર્દિક રમેશ પટવાએ પાડ્યો ખેલ

સુરતમાં ડોકટરે ડોકટર સાથે રૂ.5 કરોડની છેતરપિંડી કરી છે. જેમાં સુરતની સ્મીમેર હોસ્પિટલના તબીબ સાથે છેતરપિંડી થઇ છે. તેમાં એમ્બ્યુલન્સમાં ભાગીદારી કરવામાં રૂ. 5 કરોડ ગૂમાવ્યા છે. જેમાં બાયો કેમિસ્ટ્રી વિભાગના ડોક્ટરે લાલચ આપી હતી. તેમાં સ્મીમેરના ડો. હાર્દિક રમેશ પટવાએ ખેલ પાડ્યો હતો.

રૂપિયા 3.46 કરોડનો નફો મળશે તેવી વાત કરી ભેરવી નાખ્યા હતા

રૂપિયા 3.46 કરોડનો નફો મળશે તેવી વાત કરી ભેરવી નાખ્યા હતા. જેમાં હાર્દિકે ક્રિપ્ટો કરન્સીમાં રૂ. 12 કરોડ ગુમાવ્યા હતા. હાર્દિકે તબીબ અને તેના મિત્રોને નિશાન બનાવ્યા હતા. જેમાં કુલ 12 જેટલા મિત્રોએ રોકાણ કર્યું હતુ. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલે તપાસ હાથ ધરી છે. આરોપી ડોક્ટર હાર્દિકે 50 % નફો આપવાની લાલચ આપી હતી. તેમાં આઠ એમ્બ્યુલન્સમાં જ 3.46 કરોડનો નફો મળશે તેવી વાત કરી ભેરવી નાખ્યા હતા.

જુનાગઢ મંદિરના જે.કે.સ્વામી સહિત સાત લોકોએ વરાછાના ડૉક્ટર સાથે ઠગાઈ આચરી

તાજેતરમાં જ સ્વામીનારાયણ મંદિર પ્રોજેક્ટના નામે જુનાગઢ મંદિરના જે.કે.સ્વામી સહિત સાત લોકોએ વરાછાના ડૉક્ટર સાથે ઠગાઈ આચરી હતી. આ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. સુરતના પરવત પાટીયા ઓમ કોમ્પલેક્ષમાં રહેતા ડૉ.બાલકૃષ્ણ હડિયા વર્ષ 2015માં તેમના મિત્ર ડૉ.ભરત ગોહિલ સાથે બારડોલી ગયા હતા. ત્યારે તેમની મુલાકાત જમીન દલાલ સુરેશ ઘોરી સાથે થઈ હતી. તે સમયે ડૉક્ટરે દલાલીનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું.

સ્વામી ડાયરેકટ જમીન માલિકો પાસેથી જમીન ખરીદવામાં વિશ્વાસ રાખતા નથી

સાલ 2016માં સુરેશે તબીબના ક્લિનિક પર આવીને આણંદના રિંઝ ગામે સાબરમતી નદી કિનારે આવેલ 700 વીઘા જમીન સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત જે.કે.સ્વામી ખરીદવા માંગે છે તેમ જણાવ્યું હતું. સુરેશે તબીબને કહ્યું કે, ‘સ્વામી પોઈચા ગામમાં આવેલા સ્વામીનારાયણ મંદિરનો પ્રોજેક્ટ છે તેવો પ્રોજેક્ટ બનાવવા માંગે છે. આ મામલે જમીનની ખરીદવા અને વેચવાવાળા પણ તૈયાર છે. પરંતુ સ્વામી ડાયરેકટ જમીન માલિકો પાસેથી જમીન ખરીદવામાં વિશ્વાસ રાખતા નથી. તેવુ કહી કરોડોની ઠગાઇ કરી હતી. તેથી ડોક્ટરે ફરિયાદ કરી હતી.