ગુજરાતમાં ભાજપ માટે આ ચાર બેઠકો હુકમનો એક્કો, 2019માં પાંચ લાખ વોટના માર્જિનથી જીતી હતી

Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના ઉમેદવારોને પાંચ લાખથી વધુ માર્જીન સાથે જીતવાનો ટાર્ગેટ આપ્યો છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ ચાર બેઠકમાં જ પાંચ લાખ કરતાં વધારે મતથી જીતવામાં સફળ રહ્યું હતું. આ ચાર બેઠકમાં નવસારી, સુરત, વડોદરા, ગાંધીનગરનો સમાવેશ થાય છે.ગત ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ બેઠક જીતી હતી2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠક જીતી હતી અને આ તમામ બેઠકમાં વોટ શેર 50 ટકાથી વધુ હતો. જેમાં સુરતમાં સૌથી વધુ 74.50 ટકા, નવસારીમાં 74.40 ટકા, વડોદરામાં 72.30 ટકાનો વોટ શેર હતો. દાહોદ બેઠકમાં સૌથી ઓછો 52.80 ટકાનો વોટ શેર મળ્યો હતો. બીજા ક્રમે રહેલાં ઉમેદવારને વોટ શેર 30 ટકાથી પણ ઓછો હોય તેવી 6 બેઠક હતી. જેમાં  નવસારી, સુરત, વડોદરા, ગાંધીનગર, પંચમહાલ, અમદાવાદ પૂર્વ, ખેડા બેઠકનો સમાવેશ થાય છે. 2014ની લોકસભા ચૂંટણીમાં વડોદરા, નવસારી, સુરત એમ 3 બેઠકમાં પાંચ લાખ કરતાં વધુ મતથી વિજય મેળવ્યો હતો. 2014 લોકસભામાં 26માંથી 23 બેઠકમાં ભાજપના વિજેતા ઉમેદવારને પાંચ લાખથી વધુ વોટ મળ્યા હતા. જે બેઠકમાં પાંચ લાખ કરતાં ઓછા વોટ મળ્યા તેમાં અમરેલી, જામનગર આણંદનો સમાવેશ થાય છે.પાંચ-પચાસ હજાર મતોનો ફરક પડે, બીજું કઇ નહી : બાબુ જમના પટેલરૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધવંટોળ ચાલી રહ્યો છે ત્યાં ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલે જાણે બળતામાં ઘી હોમ્યુ છે. તેમણે એવુ કહ્યુંકે, પરશોત્તમ રૂપાલાએ ખાનદાની દાખવી માફી માંગી લીધી છે. ક્ષત્રિયોએ માફી પર વિચાર કરવો જોઈએ. રાજકોટ બેઠક પર રૂપાલા પાંચ લાખની લીડથી જીતશે કારણકે, રૂપાલાના પડખે પાટીદાર સમાજ જ નહીં, બધાય સમાજ છે. બાબુ જમનાએ એમ પણ કહ્યુંકે, કોઈ રૂપાલાની સામે છે એવુ છે જ નહીં. ઉમેદવાર બદલવાએ પક્ષનો નિર્ણય છે. કોઈ ઉમેદવારને ફરક નહી પડે. ભાજપના બધાય ઉમેદવારો પાંચ લાખની લીડથી જીતશે. જો વિરોધ થાય તો માત્ર પાંચ-પચાસ હજાર મતોનો ફરક પડે. બીજું કઈ થાય નહીં. આમ, એકબાજુ, ભાજપના નેતાઓ આવિવાદની આગ ઠારવા મથામણ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ, ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલે નિવેદનબાજી કરીને વિવાદની આગને હવા આપી છે.

ગુજરાતમાં ભાજપ માટે આ ચાર બેઠકો હુકમનો એક્કો, 2019માં પાંચ લાખ વોટના માર્જિનથી જીતી હતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના ઉમેદવારોને પાંચ લાખથી વધુ માર્જીન સાથે જીતવાનો ટાર્ગેટ આપ્યો છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ ચાર બેઠકમાં જ પાંચ લાખ કરતાં વધારે મતથી જીતવામાં સફળ રહ્યું હતું. આ ચાર બેઠકમાં નવસારી, સુરત, વડોદરા, ગાંધીનગરનો સમાવેશ થાય છે.

ગત ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ બેઠક જીતી હતી

2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠક જીતી હતી અને આ તમામ બેઠકમાં વોટ શેર 50 ટકાથી વધુ હતો. જેમાં સુરતમાં સૌથી વધુ 74.50 ટકા, નવસારીમાં 74.40 ટકા, વડોદરામાં 72.30 ટકાનો વોટ શેર હતો. દાહોદ બેઠકમાં સૌથી ઓછો 52.80 ટકાનો વોટ શેર મળ્યો હતો. બીજા ક્રમે રહેલાં ઉમેદવારને વોટ શેર 30 ટકાથી પણ ઓછો હોય તેવી 6 બેઠક હતી. જેમાં  નવસારી, સુરત, વડોદરા, ગાંધીનગર, પંચમહાલ, અમદાવાદ પૂર્વ, ખેડા બેઠકનો સમાવેશ થાય છે. 2014ની લોકસભા ચૂંટણીમાં વડોદરા, નવસારી, સુરત એમ 3 બેઠકમાં પાંચ લાખ કરતાં વધુ મતથી વિજય મેળવ્યો હતો. 2014 લોકસભામાં 26માંથી 23 બેઠકમાં ભાજપના વિજેતા ઉમેદવારને પાંચ લાખથી વધુ વોટ મળ્યા હતા. જે બેઠકમાં પાંચ લાખ કરતાં ઓછા વોટ મળ્યા તેમાં અમરેલી, જામનગર આણંદનો સમાવેશ થાય છે.


પાંચ-પચાસ હજાર મતોનો ફરક પડે, બીજું કઇ નહી : બાબુ જમના પટેલ

રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધવંટોળ ચાલી રહ્યો છે ત્યાં ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલે જાણે બળતામાં ઘી હોમ્યુ છે. તેમણે એવુ કહ્યુંકે, પરશોત્તમ રૂપાલાએ ખાનદાની દાખવી માફી માંગી લીધી છે. ક્ષત્રિયોએ માફી પર વિચાર કરવો જોઈએ. રાજકોટ બેઠક પર રૂપાલા પાંચ લાખની લીડથી જીતશે કારણકે, રૂપાલાના પડખે પાટીદાર સમાજ જ નહીં, બધાય સમાજ છે. બાબુ જમનાએ એમ પણ કહ્યુંકે, કોઈ રૂપાલાની સામે છે એવુ છે જ નહીં. ઉમેદવાર બદલવાએ પક્ષનો નિર્ણય છે. કોઈ ઉમેદવારને ફરક નહી પડે. ભાજપના બધાય ઉમેદવારો પાંચ લાખની લીડથી જીતશે. જો વિરોધ થાય તો માત્ર પાંચ-પચાસ હજાર મતોનો ફરક પડે. બીજું કઈ થાય નહીં. આમ, એકબાજુ, ભાજપના નેતાઓ આવિવાદની આગ ઠારવા મથામણ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ, ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલે નિવેદનબાજી કરીને વિવાદની આગને હવા આપી છે.