જુનાગઢના સક્કરબાગ ઝુમાં વિશ્વમાં લુપ્ત થતી પ્રજાતિ એવી ગીધના 5 બચ્ચાનો જન્મ

વિશ્વમાં લુપ્ત થતી પ્રજાતિ એવી ગીધના સંરક્ષણમાં ખુબ જ મોટી સિદ્ધી ગીધના બચ્ચાઓ પર સતત 24 કલાકનું મોનીટરીંગ કરવામાં આવે છે છેલ્લા 11 વર્ષના ઈતિહાસમાં વલ્ચર બ્રિડિંગ સેન્ટરને મોટી સફળતા મળી જુનાગઢ સક્કરબાગ ઝૂમાં 11 વર્ષની મહેનત બાદ ગીધ બ્રિડિંગ સેન્ટરમાં પાંચ બચ્ચાનો જન્મ થયો છે. ગુજરાતમાં એકમાત્ર ગીધ બ્રિડિંગ સકરબાગ ઝુમાં આવેલું છે અને દેશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. સમગ્ર રાજ્યમાં એકમાત્ર ગીધના બ્રિડિંગ સેન્ટર એવા જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં છેલ્લા ૧૧ વર્ષના ઈતિહાસમાં ગીધના સંરક્ષણમાં ખુબ જ મોટી સફળતા મળી છે, આ વર્ષે રેકોર્ડબ્રેક ગીધના પાંચ બચ્ચાનો જન્મ સાથે સફળ ઉછેર કરવામાં આવતા વલ્ચર બ્રિડિંગ સેન્ટર સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશ્વમાં લુપ્ત થતી પ્રજાતિ એવી ગીધના સંરક્ષણમાં મોટી સફળતા રાજ્યના એકમાત્ર ગીધ બ્રિડિંગ સેન્ટરના તબીબ અને અન્ય સ્ટાફની મહેનત અને સતત લેવાતી કાળજીને હિસાબે સમગ્ર વિશ્વમાં લુપ્ત થતી પ્રજાતિ એવી ગીધના સંરક્ષણમાં ખુબ જ મોટી સફળતા મળી છે. ચાલુ વર્ષે જૂનાગઢ ઝૂમાં બ્રિડીંગ સેન્ટરમાં ગીધના પાંચ બચ્ચાનો ઉછેર કરવામાં આવેલ છે. જે છેલ્લા 11 વર્ષના ઈતિહાસમાં સૌથી રેકોર્ડ થયો છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી દ્વારા માન્ય કરવામાં આવેલ વલ્ચર બ્રિડીંગ સેન્ટર પાર્ટીસીપેટીંગ ઝૂ છે. અહીના બ્રિડીંગ સેન્ટરમાં ગીધના બ્રિડીંગ માટે વિવિધ પ્રકારના પ્રયાસો જેવા કે તેમના ખોરાક, ડાયટમાં ઉમેરવામાં સાથે વિટામીન, મિનરલ્સ, ન્યુટ્રીશનનું ખાસ ધ્યાન રાખવામાં આવેલ હતું. છેલ્લા 11 વર્ષના ઈતિહાસમાં વલ્ચર બ્રિડિંગ સેન્ટરને મોટી સફળતા મળી તમામ ગીધનું નિયમિત હેલ્થ ચેકઅપ, સેમ્પલ કલેક્શન પધ્ધતિ દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને જયારે ઈંડા મુકવાના સમયે સેમ્પલ ચેકિંગ, પાણીમાં મિનરલ્સ સહિતનું ધ્યાન રાખવામાં આવ્યું હતુ. તેમજ ગીધને અપાતા ખોરાક-પાણીનું લેબોરેટરીમાં ટેસ્ટ કરી પછી જ ઉચ્ચ ગુણવતા સાથે આપવામાં આવતું હતું. ઝૂના સ્ટાફ દ્વારા ગીધના બ્રિડિંગ સેન્ટરમાં સતત 24 કલાક મોનીટરીંગ કરવામાં આવે છે. જેના ફળસ્વરૂપે છેલ્લા 11 વર્ષના ઈતિહાસમાં વલ્ચર બ્રિડિંગ સેન્ટરને મોટી સફળતા સાથે પાંચ બચ્ચાનો ઉછેર શક્ય બન્યો છે. ઉનાળામાં ફોગસ સિસ્ટમ, ગ્રીન નેટ લગાવવામાં આવે છે સતત 24 કલાકનું મોનીટરીંગ કરવામાં આવે છે. બ્રિડિંગ માટે ગીધની જોડી બનાવવા નર અને માદા ગીધની પસંદગી કરીને તેને ટેસ્ટ કરીને ટેગ કરવામાં આવેલ હતા. અને ખાસ કરીને ઈંડા મુકવાની સિઝન વખતે ગીધને બેસવા અને ઈંડા મુકવા માટે કુદરતી વાતાવરણ મળે તેવી સુવિધાના ભાગરૂપે ઉંચાઈ પર આર્ટીફીશ્યલ માળા, તેમજ ગિરનાર પથ્થર સહિતનું વિવિધ મટીરીયલ પૂરું પાડવામાં આવ્યું હતું. ઉનાળામાં ફોગસ સિસ્ટમ, ગ્રીન નેટ લગાવવામાં આવે છે, તો ભારે વરસાદમાં તાલપત્રી મુકાય છે. 

જુનાગઢના સક્કરબાગ ઝુમાં વિશ્વમાં લુપ્ત થતી પ્રજાતિ એવી ગીધના 5 બચ્ચાનો જન્મ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિશ્વમાં લુપ્ત થતી પ્રજાતિ એવી ગીધના સંરક્ષણમાં ખુબ જ મોટી સિદ્ધી
  • ગીધના બચ્ચાઓ પર સતત 24 કલાકનું મોનીટરીંગ કરવામાં આવે છે
  • છેલ્લા 11 વર્ષના ઈતિહાસમાં વલ્ચર બ્રિડિંગ સેન્ટરને મોટી સફળતા મળી

જુનાગઢ સક્કરબાગ ઝૂમાં 11 વર્ષની મહેનત બાદ ગીધ બ્રિડિંગ સેન્ટરમાં પાંચ બચ્ચાનો જન્મ થયો છે. ગુજરાતમાં એકમાત્ર ગીધ બ્રિડિંગ સકરબાગ ઝુમાં આવેલું છે અને દેશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. સમગ્ર રાજ્યમાં એકમાત્ર ગીધના બ્રિડિંગ સેન્ટર એવા જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં છેલ્લા ૧૧ વર્ષના ઈતિહાસમાં ગીધના સંરક્ષણમાં ખુબ જ મોટી સફળતા મળી છે, આ વર્ષે રેકોર્ડબ્રેક ગીધના પાંચ બચ્ચાનો જન્મ સાથે સફળ ઉછેર કરવામાં આવતા વલ્ચર બ્રિડિંગ સેન્ટર સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

વિશ્વમાં લુપ્ત થતી પ્રજાતિ એવી ગીધના સંરક્ષણમાં મોટી સફળતા

રાજ્યના એકમાત્ર ગીધ બ્રિડિંગ સેન્ટરના તબીબ અને અન્ય સ્ટાફની મહેનત અને સતત લેવાતી કાળજીને હિસાબે સમગ્ર વિશ્વમાં લુપ્ત થતી પ્રજાતિ એવી ગીધના સંરક્ષણમાં ખુબ જ મોટી સફળતા મળી છે. ચાલુ વર્ષે જૂનાગઢ ઝૂમાં બ્રિડીંગ સેન્ટરમાં ગીધના પાંચ બચ્ચાનો ઉછેર કરવામાં આવેલ છે. જે છેલ્લા 11 વર્ષના ઈતિહાસમાં સૌથી રેકોર્ડ થયો છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી દ્વારા માન્ય કરવામાં આવેલ વલ્ચર બ્રિડીંગ સેન્ટર પાર્ટીસીપેટીંગ ઝૂ છે. અહીના બ્રિડીંગ સેન્ટરમાં ગીધના બ્રિડીંગ માટે વિવિધ પ્રકારના પ્રયાસો જેવા કે તેમના ખોરાક, ડાયટમાં ઉમેરવામાં સાથે વિટામીન, મિનરલ્સ, ન્યુટ્રીશનનું ખાસ ધ્યાન રાખવામાં આવેલ હતું.

છેલ્લા 11 વર્ષના ઈતિહાસમાં વલ્ચર બ્રિડિંગ સેન્ટરને મોટી સફળતા મળી

તમામ ગીધનું નિયમિત હેલ્થ ચેકઅપ, સેમ્પલ કલેક્શન પધ્ધતિ દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને જયારે ઈંડા મુકવાના સમયે સેમ્પલ ચેકિંગ, પાણીમાં મિનરલ્સ સહિતનું ધ્યાન રાખવામાં આવ્યું હતુ. તેમજ ગીધને અપાતા ખોરાક-પાણીનું લેબોરેટરીમાં ટેસ્ટ કરી પછી જ ઉચ્ચ ગુણવતા સાથે આપવામાં આવતું હતું. ઝૂના સ્ટાફ દ્વારા ગીધના બ્રિડિંગ સેન્ટરમાં સતત 24 કલાક મોનીટરીંગ કરવામાં આવે છે. જેના ફળસ્વરૂપે છેલ્લા 11 વર્ષના ઈતિહાસમાં વલ્ચર બ્રિડિંગ સેન્ટરને મોટી સફળતા સાથે પાંચ બચ્ચાનો ઉછેર શક્ય બન્યો છે.

ઉનાળામાં ફોગસ સિસ્ટમ, ગ્રીન નેટ લગાવવામાં આવે છે

સતત 24 કલાકનું મોનીટરીંગ કરવામાં આવે છે. બ્રિડિંગ માટે ગીધની જોડી બનાવવા નર અને માદા ગીધની પસંદગી કરીને તેને ટેસ્ટ કરીને ટેગ કરવામાં આવેલ હતા. અને ખાસ કરીને ઈંડા મુકવાની સિઝન વખતે ગીધને બેસવા અને ઈંડા મુકવા માટે કુદરતી વાતાવરણ મળે તેવી સુવિધાના ભાગરૂપે ઉંચાઈ પર આર્ટીફીશ્યલ માળા, તેમજ ગિરનાર પથ્થર સહિતનું વિવિધ મટીરીયલ પૂરું પાડવામાં આવ્યું હતું. ઉનાળામાં ફોગસ સિસ્ટમ, ગ્રીન નેટ લગાવવામાં આવે છે, તો ભારે વરસાદમાં તાલપત્રી મુકાય છે.