ભારતમાં પહેલીવાર ગુજરાતના આ ગામમાં રમાઈ હતી ક્રિકેટ, દરિયાકાંઠે તણાઈ આવ્યું હતું બ્રિટિશ જહાજ

Baroda: ભારતમાં ક્રિકેટની રમત રાષ્ટ્રિય રમત સમાન બની ગઇ છે. પણ ખુબ ઓછા લોકો જાણે છે કે ભારતમાં ક્રિકેટનો  પ્રારંભ ક્યા સ્થળેથી થયો હતો. વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચુકેલા બ્રિટિશ કવિ, સાહિત્યકાર અને ઇતિહાસકાર જ્હોન ડ્રુએ ભારતમાં ક્રિકેટના પ્રારંભની વાત અંગે એક લેખ લખ્યો છે જેના આધારે વડોદરાના જાણીતા નાટયકાર-દિગ્દર્શક પી.એસ.ચારીએ એક ગુજરાતી નાટક તૈયાર કર્યુ અને તેનુ મંચન વડોદરા ખાતે વિશ્વ રંગભૂમિ દિને કરવામાં આવ્યુ હતું. હવે વિશ્વભરમાં ક્રિકેટના મુખ્ય કેન્દ્ર સમાન લોર્ડ્ઝ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટની આર્કાઇવ્ઝ લાયબ્રેરીમાં આ નાટકને સમાવેશ કરવાનો નિર્ણય કરાયો છે. જે વડોદરા માટે અને ગુજરાત માટે ગૌરવ સમાન વાત છે.દરિયા કાંઠે બ્રિટિશ જહાજ તણાઇ આવ્યું અને ઇતિહાસ રચાયો૮૫ વર્ષના જ્હોન ડ્રુ એ ભારતમાં ક્રિકેટના પ્રારંભ અંગે જે લેખ લખ્યો છે તેનુ ટાઇટલ 'રાસ મેલા' આપ્યુ છે. રાસ મેલામાં તેઓએ લખ્યુ છે કે 'ડિસેમ્બર ૧૭૨૧માં મુંબઇના દરિયાકાંઠાથી નીકળેલા બે બ્રિટિશ જહાજ ખંભાત તરફ જઇ રહ્યા હતા ત્યારે ભરતીમાં જંબુસર નજીક ટંકારીયા ગામ પાસે તણાઇ આવ્યા અને ઓટ આવતા અહી બન્ને જહાજ ફસાઇ ગયા. હવે બીજી ભરતી આવે તે માટે ૧૫ દિવસ રાહ જોવાની હતી. ટંકારીયા ગામ પાસે ઢાઢર નદી મહિસાગરમાં મળે છે અને મહિસાગર નદી સમુદ્રમાં મળે છે. અહી મનોરંજન માટે અન્ય કોઇ સાધન નહી હોવાથી જહાજના કેપ્ટન અને ખલાસીઓએ ગામના મેદાનમાં ક્રિકેટ રમવાનું શરૃ કર્યુ. આ રમતે ગ્રામજનોમાં ભારે કુતુહૂલ જગાવ્યુ હતું. જ્હોન ડ્રુ નોંધે છે કે આ વાત જહાજના કેપ્ટને નોંધેલા પ્રવાસ વર્ણન અને વડોદરા રાજ્યના દસ્તાવેજોમાં પણ જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં રંગભૂમિને જીવંત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પી.એ.ચારી પોતે પણ ચં.ચી.મહેતાના વિદ્યાર્થી રહી ચુક્યા છે. જ્હોન ડ્રુના લેખનું ગુજરાતી અનુવાદ કરીને તેનું નાટય રૃપાંતરણ પણ તેમણે કર્યુ છે. તેઓની સંસ્થા ત્રિવેણી દ્વારા નિયમિત રીતે વિવિધ વિષયો ઉપરના નાટકનું નિઃશૂલ્ક મંચન થતુ રહે છે.જ્હોન ડ્રુએ ક્રિકેટના લેખનું ટાઇટલ 'રાસ-મેલા' આપ્યુભારતમાં ક્રિકેટનો પ્રારંભ ક્યારે અને ક્યાં સ્થળેથી થયો તે અંગે રસપ્રદ સંશોધન કરનાર જ્હોન ડ્રુએ તેના સંસોધન લેખનું ટાઇટલ 'રાસ-મેલા' આપ્યુ છે. તે અંગે વાત કરતા પી.એસ.ચારીએ કહ્યું હતું કે જ્હોન ડ્રુ એમ.એસ.યુનિવર્સિટીમાં નાટયકાર ચં.ચી.મહેતા પાસે અભ્યાસ કરતા હતા. તેઓ ચં.ચી.મહેતા અને ગુજરાતના લોકનૃત્ય રાસથી પણ પ્રભાવિત હતા. જ્હોન ડ્રુને ક્રિકેટની રમત રાસ અને મેળા જેવી લાગી કેમ કે ગોળ મેદાન પર ખેલાડીઓ રમત રમતા હોય અને ચારે બાજુ પ્રેક્ષકોનો મેળો લાગ્યો હોય એટલે તેઓએ તેના સંશોધન લેખને રાસ-મેલા નામ આપ્યું.

ભારતમાં પહેલીવાર ગુજરાતના આ ગામમાં રમાઈ હતી ક્રિકેટ, દરિયાકાંઠે તણાઈ આવ્યું હતું બ્રિટિશ જહાજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Baroda: ભારતમાં ક્રિકેટની રમત રાષ્ટ્રિય રમત સમાન બની ગઇ છે. પણ ખુબ ઓછા લોકો જાણે છે કે ભારતમાં ક્રિકેટનો  પ્રારંભ ક્યા સ્થળેથી થયો હતો. વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચુકેલા બ્રિટિશ કવિ, સાહિત્યકાર અને ઇતિહાસકાર જ્હોન ડ્રુએ ભારતમાં ક્રિકેટના પ્રારંભની વાત અંગે એક લેખ લખ્યો છે જેના આધારે વડોદરાના જાણીતા નાટયકાર-દિગ્દર્શક પી.એસ.ચારીએ એક ગુજરાતી નાટક તૈયાર કર્યુ અને તેનુ મંચન વડોદરા ખાતે વિશ્વ રંગભૂમિ દિને કરવામાં આવ્યુ હતું. હવે વિશ્વભરમાં ક્રિકેટના મુખ્ય કેન્દ્ર સમાન લોર્ડ્ઝ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટની આર્કાઇવ્ઝ લાયબ્રેરીમાં આ નાટકને સમાવેશ કરવાનો નિર્ણય કરાયો છે. જે વડોદરા માટે અને ગુજરાત માટે ગૌરવ સમાન વાત છે.

દરિયા કાંઠે બ્રિટિશ જહાજ તણાઇ આવ્યું અને ઇતિહાસ રચાયો

૮૫ વર્ષના જ્હોન ડ્રુ એ ભારતમાં ક્રિકેટના પ્રારંભ અંગે જે લેખ લખ્યો છે તેનુ ટાઇટલ 'રાસ મેલા' આપ્યુ છે. રાસ મેલામાં તેઓએ લખ્યુ છે કે 'ડિસેમ્બર ૧૭૨૧માં મુંબઇના દરિયાકાંઠાથી નીકળેલા બે બ્રિટિશ જહાજ ખંભાત તરફ જઇ રહ્યા હતા ત્યારે ભરતીમાં જંબુસર નજીક ટંકારીયા ગામ પાસે તણાઇ આવ્યા અને ઓટ આવતા અહી બન્ને જહાજ ફસાઇ ગયા. હવે બીજી ભરતી આવે તે માટે ૧૫ દિવસ રાહ જોવાની હતી. ટંકારીયા ગામ પાસે ઢાઢર નદી મહિસાગરમાં મળે છે અને મહિસાગર નદી સમુદ્રમાં મળે છે. અહી મનોરંજન માટે અન્ય કોઇ સાધન નહી હોવાથી જહાજના કેપ્ટન અને ખલાસીઓએ ગામના મેદાનમાં ક્રિકેટ રમવાનું શરૃ કર્યુ. આ રમતે ગ્રામજનોમાં ભારે કુતુહૂલ જગાવ્યુ હતું. જ્હોન ડ્રુ નોંધે છે કે આ વાત જહાજના કેપ્ટને નોંધેલા પ્રવાસ વર્ણન અને વડોદરા રાજ્યના દસ્તાવેજોમાં પણ જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં રંગભૂમિને જીવંત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પી.એ.ચારી પોતે પણ ચં.ચી.મહેતાના વિદ્યાર્થી રહી ચુક્યા છે. જ્હોન ડ્રુના લેખનું ગુજરાતી અનુવાદ કરીને તેનું નાટય રૃપાંતરણ પણ તેમણે કર્યુ છે. તેઓની સંસ્થા ત્રિવેણી દ્વારા નિયમિત રીતે વિવિધ વિષયો ઉપરના નાટકનું નિઃશૂલ્ક મંચન થતુ રહે છે.



જ્હોન ડ્રુએ ક્રિકેટના લેખનું ટાઇટલ 'રાસ-મેલા' આપ્યુ

ભારતમાં ક્રિકેટનો પ્રારંભ ક્યારે અને ક્યાં સ્થળેથી થયો તે અંગે રસપ્રદ સંશોધન કરનાર જ્હોન ડ્રુએ તેના સંસોધન લેખનું ટાઇટલ 'રાસ-મેલા' આપ્યુ છે. તે અંગે વાત કરતા પી.એસ.ચારીએ કહ્યું હતું કે જ્હોન ડ્રુ એમ.એસ.યુનિવર્સિટીમાં નાટયકાર ચં.ચી.મહેતા પાસે અભ્યાસ કરતા હતા. તેઓ ચં.ચી.મહેતા અને ગુજરાતના લોકનૃત્ય રાસથી પણ પ્રભાવિત હતા. જ્હોન ડ્રુને ક્રિકેટની રમત રાસ અને મેળા જેવી લાગી કેમ કે ગોળ મેદાન પર ખેલાડીઓ રમત રમતા હોય અને ચારે બાજુ પ્રેક્ષકોનો મેળો લાગ્યો હોય એટલે તેઓએ તેના સંશોધન લેખને રાસ-મેલા નામ આપ્યું.