Ahmedabad News: માધવ ખુરાના ગ્રુપ પર ITના સર્ચ દરમિયાન મળ્યો દારુ

દારૂનો જથ્થો મળતા વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી પાસ પરમીટ કરતા વધારે દારૂ હોવાથી નોંધાઈ ફરિયાદ ખુરાના ગ્રુપના 27 સ્થળો પર IT વિભાગનું સર્ચ ઓપરેશન અમદાવાદમાં માધવ ખુરાના ગ્રુપ પર આવકવેરાના સર્ચ દરમિયાન મળ્યો દારુ. ખુરાના ગ્રુપના 27 સ્થળો પર ઓફિસ અને રહેઠાણ પર તપાસ કરી હતી. રાજ્યના ફાઇનાન્સર અને કોન્ટ્રાકટર ગ્રૂપ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમે શનિવારે વહેલી સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વડોદરા અને અમદાવાદની માધવ ગ્રૂપ અને ખુરાના ગ્રૂપના 27 સ્થળો પર ઓફિસ અને રહેઠાણો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ખુરાના ગ્રુપના ડાયરેક્ટરના ઘરેથી દારૂનો જથ્થો મળ્યો. ITની તપાસમાં બિયરની 16 અને દારૂની 26 બોટલ મળી આવી.અમદાવાદ અને વડોદરામાં આવેલી માધવ ગ્રૂપ અને ખુરાના ગ્રૂપ પર દરોડા  આ ગ્રૂપ દ્વારા કેટલાક ટ્રાન્જેકશન અને બેનામી મિલકત અંગેની વિગતો ઇન્કમટેક્સને મળી હતી. જેને લઇને અમદાવાદ અને વડોદરા મળીને કુલ 27 જગ્યાએ દરોડા પાડવામાં આ‌વ્યા હતા. ઇન્કમટેક્સ વિભાગને થોડા સમય પહેલા રાજ્યના કેટલાક ફાઇનાન્સરો, બિલ્ડરો, કોન્ટ્રાકટરો અને આંગડિયા લોબીના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં માધવ ગ્રૂપની કોર્પોરેટ ઓફિસ આવેલી છેશનિવારે વહેલી સવારે ઇન્કમટેકસની ટીમ દ્વારા અમદાવાદ અને વડોદરામાં આવેલી માધવ ગ્રૂપ અને ખુરાના ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવેલા માધવ ગ્રૂપની આઠમા માળની ઓફિસ પર પણ આઇટીના દરોડાની કાર્યવાહી વહેલી સવારથી ચાલુ થઈ હતી. વડોદરાના ખુરાના ગ્રૂપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેકસની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ગ્રૂપ રેલવે ઓવરબ્રિજ હાઈવે તેમજ સોલાર સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલું છે 27 સ્થળો રેડ કરીને તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં માધવ ગ્રૂપની કોર્પોરેટ ઓફિસ આવેલી છે. શનિવારે સવારથી જ ઓફિસ બહાર હથિયાર ધારી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા માધવ ગ્રૂપની ઓફિસે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ ગ્રૂપ રેલવે ઓવરબ્રિજ હાઈવે તેમજ સોલાર સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલું છે.

Ahmedabad News: માધવ ખુરાના ગ્રુપ પર ITના સર્ચ દરમિયાન મળ્યો દારુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દારૂનો જથ્થો મળતા વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી
  • પાસ પરમીટ કરતા વધારે દારૂ હોવાથી નોંધાઈ ફરિયાદ
  • ખુરાના ગ્રુપના 27 સ્થળો પર IT વિભાગનું સર્ચ ઓપરેશન

અમદાવાદમાં માધવ ખુરાના ગ્રુપ પર આવકવેરાના સર્ચ દરમિયાન મળ્યો દારુ. ખુરાના ગ્રુપના 27 સ્થળો પર ઓફિસ અને રહેઠાણ પર તપાસ કરી હતી. રાજ્યના ફાઇનાન્સર અને કોન્ટ્રાકટર ગ્રૂપ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમે શનિવારે વહેલી સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વડોદરા અને અમદાવાદની માધવ ગ્રૂપ અને ખુરાના ગ્રૂપના 27 સ્થળો પર ઓફિસ અને રહેઠાણો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ખુરાના ગ્રુપના ડાયરેક્ટરના ઘરેથી દારૂનો જથ્થો મળ્યો. ITની તપાસમાં બિયરની 16 અને દારૂની 26 બોટલ મળી આવી.

અમદાવાદ અને વડોદરામાં આવેલી માધવ ગ્રૂપ અને ખુરાના ગ્રૂપ પર દરોડા 


આ ગ્રૂપ દ્વારા કેટલાક ટ્રાન્જેકશન અને બેનામી મિલકત અંગેની વિગતો ઇન્કમટેક્સને મળી હતી. જેને લઇને અમદાવાદ અને વડોદરા મળીને કુલ 27 જગ્યાએ દરોડા પાડવામાં આ‌વ્યા હતા. ઇન્કમટેક્સ વિભાગને થોડા સમય પહેલા રાજ્યના કેટલાક ફાઇનાન્સરો, બિલ્ડરો, કોન્ટ્રાકટરો અને આંગડિયા લોબીના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા.

 વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં માધવ ગ્રૂપની કોર્પોરેટ ઓફિસ આવેલી છે


શનિવારે વહેલી સવારે ઇન્કમટેકસની ટીમ દ્વારા અમદાવાદ અને વડોદરામાં આવેલી માધવ ગ્રૂપ અને ખુરાના ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવેલા માધવ ગ્રૂપની આઠમા માળની ઓફિસ પર પણ આઇટીના દરોડાની કાર્યવાહી વહેલી સવારથી ચાલુ થઈ હતી. વડોદરાના ખુરાના ગ્રૂપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેકસની તપાસ શરૂ કરવામાં આવી હતી.


 આ ગ્રૂપ રેલવે ઓવરબ્રિજ હાઈવે તેમજ સોલાર સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલું છે

27 સ્થળો રેડ કરીને તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં માધવ ગ્રૂપની કોર્પોરેટ ઓફિસ આવેલી છે. શનિવારે સવારથી જ ઓફિસ બહાર હથિયાર ધારી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા માધવ ગ્રૂપની ઓફિસે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ ગ્રૂપ રેલવે ઓવરબ્રિજ હાઈવે તેમજ સોલાર સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલું છે.