Surat suicide: Surat News: ગુજરાતના સામુહિક આપઘાત કેસમાં સુરત પ્રથમ !જાણો કારણ

લિંબાયતમાં ત્રણ મહિના પહેલા પરિવારનો આપઘાત રત્ન કલાકારના પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાત માર્ચમાં પણ 3 લોકોએ કરી સામૂહિક આત્મહત્યા આજે સુરતમાં હૈયું કંપાવતી ઘટના બની જેમાં 4 લોકોના શંકાસ્પદ મોત થયાનું સામે આવ્યું છે. આ ઘટના જહાંગીરપુરામાં રાજન રેસિડન્સીમાં બની છે. રાત્રે ભોજન લઈને પરિવાર સૂઈ ગયો અને સવારે તમામના મોત નીપજ્યા છે. મૃતકોમાં 3 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થયો છે. મૃતકોના પરિવારજનો રાજન રેસીડેન્સી પહોંચ્યા હતા. પરિવારજનોએ કહ્યું કે સવારે નાસ્તો આપવા ગયા તો દરવાજો ખૂલ્યો ન હતો. ઘટનાને પગલે આજુબાજુના ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે. આર્થિક કારણ હોવાનો પરિવારજનોનો ઇન્કાર કર્યો છે. કેટલાક સ્થાનિકોએ મોતને લઈને ચિંતા વ્યક્ત કરી છે. મૃતક મહિલા બેંકમાંથી નિવૃત્ત થયેલાં હતા તો સાથે જ મૃતક મહિલાના પતિ કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયેલા હોવાનું પરિવારે જણાવ્યું હતું. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુના ઘરના લોકોનું નિવેદન લેવાનું શરૂ કર્યું છે.પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે. સુરતના લિંબાયતમાં ત્રણ મહિના પહેલા પરિવારનો આપઘાત સુરતના લિંબાયત વિસ્તારમાં ત્રણ મહિના પહેલા એક જ પરિવારના ત્રણ સભ્ય દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હતો. પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ બન્યો હતો. સવારે તેમના ભાઈ 7:15 વાગ્યે ઘરે આવ્યા ત્યારે જાણ થઈ કે આ પ્રકારનો બનાવ બન્યો છે. રત્ન કલાકારના પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાત થોડા મહિનાઓ અગાઉ શહેરમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો ત્યારે પણ તે ઘટના ચર્ચાનો વિષય બની હતી. પરિવારના ચારેય સભ્યોને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ ઘટનામાં ટુંકી સારવાર બાદ માતા અને પુત્રી અને પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે પિતાનું પણ વધુ સારવાર દરમિયાન મોત થયું હતું. સુરતના આ પરિવારના મોભી રત્નકલાકાર પતિએ ઝેરી દવા પીધા બાદ તેના પિતરાઈને ફોન કરીને કહ્યું હતું કે, મારા એક દીકરા અને દીકરીને સાચવી લેજે. આપઘાત કરતાં પહેલાં રત્નકલાકારે વીડિયો બનાવીને કહ્યું હતું કે, હું સારો પતિ કે પિતા ના બની શક્યો. પ્રાથમિક તપાસમાં પરિવારે આર્થિક સંકળામણને કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. માર્ચમાં પણ 3 લોકોએ કરી સામૂહિક આત્મહત્યા સુરત શહેરમાં સામૂહિક આપઘાતના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. હાલમાં માર્ચ મહિનામાં પણ એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે. પતિએ પત્ની અને બાળકને ઝેરી દવા આપી હતી. બાદમાં પતિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મૃતકે તેલગુ ભાષામાં એક વીડિયો પણ બનાવ્યો હતો. લીંબાયતના રુસ્તમ પાર્કમાં સામૂહિક આપઘાતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. દુર્ઘટના સ્થળેથી એક ચિઠ્ઠી પણ મળી હતી.પોલીસે ઘટના વિશે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સોમેશે કોઈ કારણોસર દીકરા અને પત્નીની હત્યા કર્યા બાદ તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી પણ મળી આવી છે. આ સાથે તેનો મોબાઇલ પણ મળી આવ્યો છે જેમાં આપઘાત પહેલા તેણે થોડાક વીડિયો પણ બનાવેલા છે. મોબાઈલમાંથી મળી આવેલા વીડિયો તેણે તેની માતૃભાષા તેલુગુમાં બનાવ્યા હતા જેથી તે પણ તપાસનો વિષય બન્યો હતો. ઓક્ટોબરમાં પણ 7 લોકોએ કરી સામૂહિક આત્મહત્યા સુરતના પાલનપુર જકાતનાક રોડ પર વિસ્તારમાં પણ થોડા દિવસ અગાઉ સવારના સમયે એક પરિવારના ત્રણ બાળકો સહિત સાત સભ્યો તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં છ વ્યક્તિઓના મોત ઝેરી પદાર્થ પીવાથી થયા હોવાનું બહાર આવ્યું છે, જ્યારે એક વ્યક્તિએ ફાંસો ખાધો હતો. એક જ પરિવારના 7 સભ્યોના સામૂહિક આપઘાત બાદ લોકોમાં જાતજાતની ચર્ચાઓ ચાલતી હતી. બધાને તેમના મોતનું કારણ જાણવું હતું જે હવે સામે આવી ગયું છે જોકે પોલીસ તરફથી કોઈ ખુલાસો કરાયો નથી. પોલીસને ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. ચિઠ્ઠીમાં સોલંકીએ કેટલીક આર્થિક કટોકટીનો ઉલ્લેખ કર્યો હતો. 

Surat suicide: Surat News: ગુજરાતના સામુહિક આપઘાત કેસમાં સુરત પ્રથમ !જાણો કારણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લિંબાયતમાં ત્રણ મહિના પહેલા પરિવારનો આપઘાત
  • રત્ન કલાકારના પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાત
  • માર્ચમાં પણ 3 લોકોએ કરી સામૂહિક આત્મહત્યા

આજે સુરતમાં હૈયું કંપાવતી ઘટના બની જેમાં 4 લોકોના શંકાસ્પદ મોત થયાનું સામે આવ્યું છે. આ ઘટના જહાંગીરપુરામાં રાજન રેસિડન્સીમાં બની છે. રાત્રે ભોજન લઈને પરિવાર સૂઈ ગયો અને સવારે તમામના મોત નીપજ્યા છે. મૃતકોમાં 3 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થયો છે. મૃતકોના પરિવારજનો રાજન રેસીડેન્સી પહોંચ્યા હતા. પરિવારજનોએ કહ્યું કે સવારે નાસ્તો આપવા ગયા તો દરવાજો ખૂલ્યો ન હતો. ઘટનાને પગલે આજુબાજુના ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે. આર્થિક કારણ હોવાનો પરિવારજનોનો ઇન્કાર કર્યો છે. કેટલાક સ્થાનિકોએ મોતને લઈને ચિંતા વ્યક્ત કરી છે. મૃતક મહિલા બેંકમાંથી નિવૃત્ત થયેલાં હતા તો સાથે જ મૃતક મહિલાના પતિ કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયેલા હોવાનું પરિવારે જણાવ્યું હતું. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુના ઘરના લોકોનું નિવેદન લેવાનું શરૂ કર્યું છે.પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે.

સુરતના લિંબાયતમાં ત્રણ મહિના પહેલા પરિવારનો આપઘાત

સુરતના લિંબાયત વિસ્તારમાં ત્રણ મહિના પહેલા એક જ પરિવારના ત્રણ સભ્ય દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હતો. પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ બન્યો હતો. સવારે તેમના ભાઈ 7:15 વાગ્યે ઘરે આવ્યા ત્યારે જાણ થઈ કે આ પ્રકારનો બનાવ બન્યો છે.

રત્ન કલાકારના પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાત

થોડા મહિનાઓ અગાઉ શહેરમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો ત્યારે પણ તે ઘટના ચર્ચાનો વિષય બની હતી. પરિવારના ચારેય સભ્યોને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ ઘટનામાં ટુંકી સારવાર બાદ માતા અને પુત્રી અને પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે પિતાનું પણ વધુ સારવાર દરમિયાન મોત થયું હતું. સુરતના આ પરિવારના મોભી રત્નકલાકાર પતિએ ઝેરી દવા પીધા બાદ તેના પિતરાઈને ફોન કરીને કહ્યું હતું કે, મારા એક દીકરા અને દીકરીને સાચવી લેજે. આપઘાત કરતાં પહેલાં રત્નકલાકારે વીડિયો બનાવીને કહ્યું હતું કે, હું સારો પતિ કે પિતા ના બની શક્યો. પ્રાથમિક તપાસમાં પરિવારે આર્થિક સંકળામણને કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

માર્ચમાં પણ 3 લોકોએ કરી સામૂહિક આત્મહત્યા

સુરત શહેરમાં સામૂહિક આપઘાતના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. હાલમાં માર્ચ મહિનામાં પણ એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે. પતિએ પત્ની અને બાળકને ઝેરી દવા આપી હતી. બાદમાં પતિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મૃતકે તેલગુ ભાષામાં એક વીડિયો પણ બનાવ્યો હતો. લીંબાયતના રુસ્તમ પાર્કમાં સામૂહિક આપઘાતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. દુર્ઘટના સ્થળેથી એક ચિઠ્ઠી પણ મળી હતી.પોલીસે ઘટના વિશે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સોમેશે કોઈ કારણોસર દીકરા અને પત્નીની હત્યા કર્યા બાદ તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી પણ મળી આવી છે. આ સાથે તેનો મોબાઇલ પણ મળી આવ્યો છે જેમાં આપઘાત પહેલા તેણે થોડાક વીડિયો પણ બનાવેલા છે. મોબાઈલમાંથી મળી આવેલા વીડિયો તેણે તેની માતૃભાષા તેલુગુમાં બનાવ્યા હતા જેથી તે પણ તપાસનો વિષય બન્યો હતો.

ઓક્ટોબરમાં પણ 7 લોકોએ કરી સામૂહિક આત્મહત્યા

સુરતના પાલનપુર જકાતનાક રોડ પર વિસ્તારમાં પણ થોડા દિવસ અગાઉ સવારના સમયે એક પરિવારના ત્રણ બાળકો સહિત સાત સભ્યો તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં છ વ્યક્તિઓના મોત ઝેરી પદાર્થ પીવાથી થયા હોવાનું બહાર આવ્યું છે, જ્યારે એક વ્યક્તિએ ફાંસો ખાધો હતો. એક જ પરિવારના 7 સભ્યોના સામૂહિક આપઘાત બાદ લોકોમાં જાતજાતની ચર્ચાઓ ચાલતી હતી. બધાને તેમના મોતનું કારણ જાણવું હતું જે હવે સામે આવી ગયું છે જોકે પોલીસ તરફથી કોઈ ખુલાસો કરાયો નથી. પોલીસને ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. ચિઠ્ઠીમાં સોલંકીએ કેટલીક આર્થિક કટોકટીનો ઉલ્લેખ કર્યો હતો.