Ahmedabadમાં AMC દ્વારા તળાવના બ્યુટીફીકેશન પેહલા તળાવ ભરાશે

અમદાવાદના 110 તળાવો ગટરના ટ્રીટ કરેલ પાણીથી ભરાશે તળાવ નજીક 5 MLDની કેપેસિટીના STP તૈયાર થશે તળાવના પાણી બારેમાસ ભરાયેલ રહે છે કે ને નહીં તે ખાત્રી કરવા સૂચના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક શહેરના વિવિધ વોર્ડમાં આવેલા તળાવ પાણીથી ભરેલા રાખવા જે તળાવની નજીક ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના નોમર્સ મુજબ, પાંચ મિલીયન લિટર પર ડે ક્ષમતા ધરાવતા ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી ટ્રીટ કરી તળાવમાં છોડવામાં આવશે. પાણીથી ભરાશે તળાવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક શહેરના હાલ 110 તળાવ આવેલા છે. આ તળાવમાં વરસાદી પાણી ભરવાની સાથે જે તે વિસ્તારમાં આવેલા તળાવ બારેમાસ પાણીથી ભરેલા રહે એ માટે તળાવની નજીક આવેલી સુએજ ટ્રીટ્રમેન્ટ લાઈનમાંથી ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પાણી પહોંચાડવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના જણાવ્યા અનુસાર,નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના નોમર્સ મુજબ પાંચ એમ.એલ.ડી.ક્ષમતાના ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મદદથી પાણી ટ્રીટમેન્ટ કરી તળાવમાં પાણી છોડી વિવિધ તળાવને વર્ષ દરમિયાન પાણીથી ભરેલા રાખવામાં આવશે. બજેટમાં અલગથી જોગવાઈ કરાઈ મ્યુનિ.હદ વિસ્તારમાં આવેલાં તળાવો પૈકી અનેકને લાખો રૂપિયા ખર્ચીને ડેવલપ કરવામાં આવે છે, પરંતુ તેમાં ચોમાસાનાં ચાર મહિના પછી પાણી સુકાઇ જતું હોવાથી તળાવની રમણીયતા જળવાતી નથી, તેને ધ્યાને લઇ મ્યુનિ. શાસક ભાજપે તમામ તળાવોને બારેમાસ પાણીથી ભરવા માટે મીની એસટીપી લગાવવા અને તેના માટે બજેટમાં 150 કરોડ જેટલી જોગવાઇ કરાઈ છે. એસટીપીથી વાતાવરણ પણ સારી અસર તળાવ કિનારે મીની એસટીપી લગાવી ગટરનાં પાણી ટ્રીટ કરી તળાવમાં ભરવાથી ભૂગર્ભજળ સિચંન થશે તેમજ ગટર લાઇનો અને પંપીગ સ્ટેશનો તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપરનાં ભારણ ઘટશે તો સાબરમતીમાં પણ પ્રદુષિત પાણીની સમસ્યા મહદઅંશે અંકુશમાં આવી જશે. તેમણે કહ્યું કે, અગાઉ વસ્ત્રાપુર ખાતે સૌપ્રથમ મીની એસટીપી લગાવાયો હતો, પરંતુ તેની ક્ષમતા ઓછી પડી રહી છે. ત્યારબાદ લાંભા અને અન્ય બે ત્રણ તળાવ ખાતે મીની એસટીપી લગાવવામા આવ્યા છે, તેનાથી તળાવ બારેમાસ ભરેલાં રહે છે અને તેનાથી આસપાસનાં વાતાવરણને સારી અસર થઇ રહી છે.  

Ahmedabadમાં AMC દ્વારા તળાવના બ્યુટીફીકેશન પેહલા તળાવ ભરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના 110 તળાવો ગટરના ટ્રીટ કરેલ પાણીથી ભરાશે
  • તળાવ નજીક 5 MLDની કેપેસિટીના STP તૈયાર થશે
  • તળાવના પાણી બારેમાસ ભરાયેલ રહે છે કે ને નહીં તે ખાત્રી કરવા સૂચના

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક શહેરના વિવિધ વોર્ડમાં આવેલા તળાવ પાણીથી ભરેલા રાખવા જે તળાવની નજીક ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના નોમર્સ મુજબ, પાંચ મિલીયન લિટર પર ડે ક્ષમતા ધરાવતા ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી ટ્રીટ કરી તળાવમાં છોડવામાં આવશે.

પાણીથી ભરાશે તળાવ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક શહેરના હાલ 110 તળાવ આવેલા છે. આ તળાવમાં વરસાદી પાણી ભરવાની સાથે જે તે વિસ્તારમાં આવેલા તળાવ બારેમાસ પાણીથી ભરેલા રહે એ માટે તળાવની નજીક આવેલી સુએજ ટ્રીટ્રમેન્ટ લાઈનમાંથી ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પાણી પહોંચાડવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના જણાવ્યા અનુસાર,નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના નોમર્સ મુજબ પાંચ એમ.એલ.ડી.ક્ષમતાના ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મદદથી પાણી ટ્રીટમેન્ટ કરી તળાવમાં પાણી છોડી વિવિધ તળાવને વર્ષ દરમિયાન પાણીથી ભરેલા રાખવામાં આવશે.

બજેટમાં અલગથી જોગવાઈ કરાઈ

મ્યુનિ.હદ વિસ્તારમાં આવેલાં તળાવો પૈકી અનેકને લાખો રૂપિયા ખર્ચીને ડેવલપ કરવામાં આવે છે, પરંતુ તેમાં ચોમાસાનાં ચાર મહિના પછી પાણી સુકાઇ જતું હોવાથી તળાવની રમણીયતા જળવાતી નથી, તેને ધ્યાને લઇ મ્યુનિ. શાસક ભાજપે તમામ તળાવોને બારેમાસ પાણીથી ભરવા માટે મીની એસટીપી લગાવવા અને તેના માટે બજેટમાં 150 કરોડ જેટલી જોગવાઇ કરાઈ છે.

એસટીપીથી વાતાવરણ પણ સારી અસર

તળાવ કિનારે મીની એસટીપી લગાવી ગટરનાં પાણી ટ્રીટ કરી તળાવમાં ભરવાથી ભૂગર્ભજળ સિચંન થશે તેમજ ગટર લાઇનો અને પંપીગ સ્ટેશનો તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપરનાં ભારણ ઘટશે તો સાબરમતીમાં પણ પ્રદુષિત પાણીની સમસ્યા મહદઅંશે અંકુશમાં આવી જશે. તેમણે કહ્યું કે, અગાઉ વસ્ત્રાપુર ખાતે સૌપ્રથમ મીની એસટીપી લગાવાયો હતો, પરંતુ તેની ક્ષમતા ઓછી પડી રહી છે. ત્યારબાદ લાંભા અને અન્ય બે ત્રણ તળાવ ખાતે મીની એસટીપી લગાવવામા આવ્યા છે, તેનાથી તળાવ બારેમાસ ભરેલાં રહે છે અને તેનાથી આસપાસનાં વાતાવરણને સારી અસર થઇ રહી છે.