ઊંઝાની આંગડિયા પેઢીનો કર્મચારી રૂપિયા 60 લાખ લઈ ભાગી છૂટયો

- નાગપુરની બ્રાન્ચમાંથી પૈસા લઈ પરત જ ના આવ્યો- પેઢી માલિકે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ખેડા જિલ્લાના ઘોડાસર ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાવીઊંઝા : ઊંઝામાં આવેલી આંગડિયા પેઢીની મહારાષ્ટ્રના નાગપુરમાં એક બ્રાન્ચ આવેલી છે. આ બ્રાન્ચમાંથી પૈસા નિકળેલો કર્મચારી ઊંઝા ખાતેની પેઢીમાં ના આવતાં તેમજ રૂપિયા ૬૦ લાખ જમા ના કરાવતાં ઊંઝા પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.મહેસાણા તાલુકાના બલોલ ગામે બોરડી બજારમાં રહેતા રાકેશભાઈ ચતુરભાઈ પટેલની ઊંઝાના સરકાર કોમ્પલેક્ષમાં પી. મહેન્દ્રકુમાર અંબાલાલ એન્ડ કંપની નામની આંગડીયા પેઢી આવેલી છે. આ પેઢીમાં ખેડા જિલ્લાના ઘોડાસર ગામનો ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણભાઈ ડાભી નામનો યુવાન નોકરી કરે છે.  અને ઊંઝાથી મહારાષ્ટ્રના નાગપુર ખાતે આવેલી બ્રાન્ચમાં પૈસા લાવવા તથા લઈ જવાનું કામ કરે છે.આ કર્મચારી રૂપિયા ૬૦ લાખ લઈને નાગપુરથી ૧૧ જૂનના રોજ ઊંઝા ખાતેની પેઢીએ આવવા નિકળ્યો હતો. જે પાંચ દિવસ વિતવા છતાં પેઢી ઉપર ના આવતાં તેમજ પૈસા જમા ના કરાવતાં માલિકને શંકા ગઈ હતી. યોગેશભાઈ પટેલે રાકેશભાઈને જણાવ્યુ હતું કે ધર્મેન્દ્રસિંહ ડાભી ઊંઝા પેઢીએ આવેલ નથી કે તેઓએ નાગલપુર બ્રાન્ચના હીસાબની કોઈ રોકડ જમા કરાવેલ નથી તેવી વાત કરતા રાકેશભાઈ એ ધર્મેન્દ્રસિંહના મોબાઈલ ઉપર ફોન કરેલો અને તે ફોન સ્વિચ ઓફ આવતો હતો ત્યારબાદ ધર્મેન્દ્રસિંહ ડાભીના ઘરે તપાસ કરતાં તે ઘરે પણ મળી આવ્યો ન હતો ત્યારબાદ પી.મહેન્દ્રકુમાર અંબાલાલ એન્ડ કંપનીના માલિક રાકેશભાઈ પટેલે તપાસ કરવા છતાં કર્મચારીની ભાળ ના મળતાં તે રૂપિયા ૬૦ લાખ ફરાર થઈ ગયો હોવાનું જણાતાં ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણભાઈ ડાભી સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઊંઝા પોલીસે આગડિયા પેઢીના ૬૦ લાખની છેતરપિંડી કરનાર ધર્મેન્દ્રસિંહ ડાભી વિરુદ્ધ ગુનો નોંધીકાર્યવાહી હાથ ધરી છે.

ઊંઝાની આંગડિયા પેઢીનો કર્મચારી રૂપિયા 60 લાખ લઈ ભાગી છૂટયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- નાગપુરની બ્રાન્ચમાંથી પૈસા લઈ પરત જ ના આવ્યો

- પેઢી માલિકે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ખેડા જિલ્લાના ઘોડાસર ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી

ઊંઝા : ઊંઝામાં આવેલી આંગડિયા પેઢીની મહારાષ્ટ્રના નાગપુરમાં એક બ્રાન્ચ આવેલી છે. આ બ્રાન્ચમાંથી પૈસા નિકળેલો કર્મચારી ઊંઝા ખાતેની પેઢીમાં ના આવતાં તેમજ રૂપિયા ૬૦ લાખ જમા ના કરાવતાં ઊંઝા પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મહેસાણા તાલુકાના બલોલ ગામે બોરડી બજારમાં રહેતા રાકેશભાઈ ચતુરભાઈ પટેલની ઊંઝાના સરકાર કોમ્પલેક્ષમાં પી. મહેન્દ્રકુમાર અંબાલાલ એન્ડ કંપની નામની આંગડીયા પેઢી આવેલી છે. આ પેઢીમાં ખેડા જિલ્લાના ઘોડાસર ગામનો ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણભાઈ ડાભી નામનો યુવાન નોકરી કરે છે.  અને ઊંઝાથી મહારાષ્ટ્રના નાગપુર ખાતે આવેલી બ્રાન્ચમાં પૈસા લાવવા તથા લઈ જવાનું કામ કરે છે.આ કર્મચારી રૂપિયા ૬૦ લાખ લઈને નાગપુરથી ૧૧ જૂનના રોજ ઊંઝા ખાતેની પેઢીએ આવવા નિકળ્યો હતો. 

જે પાંચ દિવસ વિતવા છતાં પેઢી ઉપર ના આવતાં તેમજ પૈસા જમા ના કરાવતાં માલિકને શંકા ગઈ હતી. યોગેશભાઈ પટેલે રાકેશભાઈને જણાવ્યુ હતું કે ધર્મેન્દ્રસિંહ ડાભી ઊંઝા પેઢીએ આવેલ નથી કે તેઓએ નાગલપુર બ્રાન્ચના હીસાબની કોઈ રોકડ જમા કરાવેલ નથી તેવી વાત કરતા રાકેશભાઈ એ ધર્મેન્દ્રસિંહના મોબાઈલ ઉપર ફોન કરેલો અને તે ફોન સ્વિચ ઓફ આવતો હતો ત્યારબાદ ધર્મેન્દ્રસિંહ ડાભીના ઘરે તપાસ કરતાં તે ઘરે પણ મળી આવ્યો ન હતો ત્યારબાદ પી.મહેન્દ્રકુમાર અંબાલાલ એન્ડ કંપનીના માલિક રાકેશભાઈ પટેલે તપાસ કરવા છતાં કર્મચારીની ભાળ ના મળતાં તે રૂપિયા ૬૦ લાખ ફરાર થઈ ગયો હોવાનું જણાતાં ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણભાઈ ડાભી સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઊંઝા પોલીસે આગડિયા પેઢીના ૬૦ લાખની છેતરપિંડી કરનાર ધર્મેન્દ્રસિંહ ડાભી વિરુદ્ધ ગુનો નોંધીકાર્યવાહી હાથ ધરી છે.