Morbi News : MLA કાંતિ અમૃતિયાને સતવારા સમાજે લીધા આડાહાથે

સતવારા સમાજના કાર્યક્રમમાં ધારાસભ્ય ઉપર સવાલો વરસ્યા મોરબી-કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડાની હાજરીમાં ખખડાવ્યા સતવારા સમાજ ને કોઈ સુવિધાઓ ન મળી હોવાનો આક્રોશ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 7 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. જેથી ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. રાજકીય પક્ષોના ઉમેદવારો ધાર્મિક, સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપીને મતદારોને આકર્ષવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ત્યારે મોરબીમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સતવારા સમાજને કોઈ સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે સમાજે કાંતિ અમૃતિયાને ખખડાવ્યા હતા. આ પ્રોગામમાં વિનોદ ચાવડા પણ હતા હાજર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 7 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. જેથી ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. રાજકીય પક્ષોના ઉમેદવારો ધાર્મિક, સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપીને મતદારોને આકર્ષવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વચ્ચે મોરબી-માળીયાના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને મોરબી-કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ મોરબી સતવારા સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન જાહેર મંચ પર જ એક આગેવાને ધારાસભ્યને કહી દીધું કે તમે 2 વર્ષથી ધક્કા ખવડાવો છો, હવે આશા રાખીએ ધક્કા ન ખવડાવો અને કામ કરો આ દરમિયાન ધારાસભ્ય કાંતિલાલે તેમના હાથમાંથી માઈક ખેંચી લીધું હતું. સમાજના કામ કરો તેવી સમાજની અપીલ મોરબીમાં સતવારા સમાજ દ્વારા શક્તિધામ ખાતે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને કચ્છ-મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા પહોંચ્યા હતા. આ દરમિયાન સ્ટેજ પર જ મોરબીમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાને આગેવાનોએ સીધા સવાલો કર્યા હતા. સતવારા સમાજના આગેવાનોએ જાહેર મંચ પર ધારાસભ્યની સમક્ષ લાઈટ કનેક્શન, ભૂગર્ભ ગટરના કામે સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને વહેલી તકે કામ કરાવી આપજો તેવી અપીલ કરી હતી. જાણો શું કહ્યું કાંતિ અમૃતિયાએ કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, કામ હાલ ચાલું જ છે, ભૂગર્ભ ગટર-પાણીની લાઈનનું કામ ચાલું છે, જેટલી વાળી બાકી હોય એની યાદી આપજો એટલે થઈ જશે. જો તમને નબળું કામ થાય તો બંધ કરાવી કરાવી દેજો. સાથે જ તેઓએ કહ્યું હતું કે કોઈપણ કામ હોય તો મારે ઘરે આવી શકો છો, વાડી-વિસ્તારના જે પ્રશ્નો હોય તેનું નિરાકરણ આપણે કરીશું. વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કોઈપણ કામ હોય તો મારે ઘરે આવી શકો છો એવું ધારાસભ્યએ કહેતા જ એક આગેવાને કહ્યું હતું કે, 'બે વર્ષથી તો ધક્કા ખવડાવો છો, હવે આશા રાખીએ ધક્કા ન ખવડાવો અને કામ કરો ત્યારે કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, આચારસંહિતાના કારણે અત્યારે બોલવામાં મર્યાદા હોય કેમ કે વીડિયો ઉતરતો હોય. આ ધાર્મિક છે એટલે આપણે કંઈ ચર્ચા કરવી નથી. રાત્રે હું આવીશ અને આ મંદિર ઉપર બેસીને આપણે ચર્ચા કરીશું. આટલું કહ્યા બાદ ધારાસભ્ય કાંતિ અમૃતિયા, વિનોદ ચાવડા સહિતના આગેવાનો આ કાર્યક્રમમાંથી નીકળી ગયા હતા. જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Morbi News : MLA કાંતિ અમૃતિયાને સતવારા સમાજે લીધા આડાહાથે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સતવારા સમાજના કાર્યક્રમમાં ધારાસભ્ય ઉપર સવાલો વરસ્યા
  • મોરબી-કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડાની હાજરીમાં ખખડાવ્યા
  • સતવારા સમાજ ને કોઈ સુવિધાઓ ન મળી હોવાનો આક્રોશ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 7 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. જેથી ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. રાજકીય પક્ષોના ઉમેદવારો ધાર્મિક, સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપીને મતદારોને આકર્ષવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ત્યારે મોરબીમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સતવારા સમાજને કોઈ સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે સમાજે કાંતિ અમૃતિયાને ખખડાવ્યા હતા.

આ પ્રોગામમાં વિનોદ ચાવડા પણ હતા હાજર

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 7 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. જેથી ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. રાજકીય પક્ષોના ઉમેદવારો ધાર્મિક, સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપીને મતદારોને આકર્ષવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વચ્ચે મોરબી-માળીયાના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને મોરબી-કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ મોરબી સતવારા સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન જાહેર મંચ પર જ એક આગેવાને ધારાસભ્યને કહી દીધું કે તમે 2 વર્ષથી ધક્કા ખવડાવો છો, હવે આશા રાખીએ ધક્કા ન ખવડાવો અને કામ કરો આ દરમિયાન ધારાસભ્ય કાંતિલાલે તેમના હાથમાંથી માઈક ખેંચી લીધું હતું.


સમાજના કામ કરો તેવી સમાજની અપીલ

મોરબીમાં સતવારા સમાજ દ્વારા શક્તિધામ ખાતે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને કચ્છ-મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા પહોંચ્યા હતા. આ દરમિયાન સ્ટેજ પર જ મોરબીમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાને આગેવાનોએ સીધા સવાલો કર્યા હતા. સતવારા સમાજના આગેવાનોએ જાહેર મંચ પર ધારાસભ્યની સમક્ષ લાઈટ કનેક્શન, ભૂગર્ભ ગટરના કામે સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને વહેલી તકે કામ કરાવી આપજો તેવી અપીલ કરી હતી.


જાણો શું કહ્યું કાંતિ અમૃતિયાએ

કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, કામ હાલ ચાલું જ છે, ભૂગર્ભ ગટર-પાણીની લાઈનનું કામ ચાલું છે, જેટલી વાળી બાકી હોય એની યાદી આપજો એટલે થઈ જશે. જો તમને નબળું કામ થાય તો બંધ કરાવી કરાવી દેજો. સાથે જ તેઓએ કહ્યું હતું કે કોઈપણ કામ હોય તો મારે ઘરે આવી શકો છો, વાડી-વિસ્તારના જે પ્રશ્નો હોય તેનું નિરાકરણ આપણે કરીશું.

વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ

કોઈપણ કામ હોય તો મારે ઘરે આવી શકો છો એવું ધારાસભ્યએ કહેતા જ એક આગેવાને કહ્યું હતું કે, 'બે વર્ષથી તો ધક્કા ખવડાવો છો, હવે આશા રાખીએ ધક્કા ન ખવડાવો અને કામ કરો ત્યારે કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, આચારસંહિતાના કારણે અત્યારે બોલવામાં મર્યાદા હોય કેમ કે વીડિયો ઉતરતો હોય. આ ધાર્મિક છે એટલે આપણે કંઈ ચર્ચા કરવી નથી. રાત્રે હું આવીશ અને આ મંદિર ઉપર બેસીને આપણે ચર્ચા કરીશું. આટલું કહ્યા બાદ ધારાસભ્ય કાંતિ અમૃતિયા, વિનોદ ચાવડા સહિતના આગેવાનો આ કાર્યક્રમમાંથી નીકળી ગયા હતા. જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.