કેફેના વેલે પાર્કિગમાં મુકવાનું કહીને ગઠિયો ૨૦ લાખની કાર લઇ ફરાર

અમદાવાદ,રવિવારશહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતો યુવક તેના મિત્રો સાથે સિંઘુભવન રોડ તાજ હોટલ પાસે આવેલા એક કેફેમાં નાસ્તો કરવા માટે આવ્યો હતો. આ સમયે  કેફેના વેલે પાર્કિંગમાં કાર પાર્ક કરી આપવાનું કહીને એક ગઠિયો રૂપિયા ૨૦ લાખની કિંમતની કાર લઇને નાસી ગયો હોવાની ઘટના બની હતી. આ સરખેજ  પોલીસે ગુનો નોંધ્યો છે. કાર ઉઠાંતરીની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવતા આ પ્રકારના ગુના આચરતી ગેંગ અંગે વિગતો એકઠી કરીને પોલીસે  તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શહેરના બોડકદેવ જજીસ બંગલો રોડ પર આવેલા  રાજવંશ ટાવરમાં રહેતો જય પટેલ ગત શુક્રવારે સાંજે કાર લઇને તેના ભાઇ અને મિત્રો સાથે ભાડજ સર્કલ પાસે  ક્રિકેટ રમવા માટે ગયો હતો. ત્યારબાદ બાદ રાતના સાડા દશ વાગે સિંધુભવન રોડ તાજ હોટલ પાસે આવેલા ટોરીઝોટ કાફેમાં ચા નાસ્તો કરવા માટે ગયો હતો અને કારને કેફે સામે આવેલા રોડ પર પાર્ક કરતો હતો. તે સમયે એક વ્યક્તિએ તેની પાસે આવીને કહ્યું હતું કે  તે કેફેના વેલે પાર્કિગમાં કાર પાર્ક કરી આપશે. જેથી જય પટેલે તેને કારની ચાવી આપી હતી. જો કે કેફેમાં ભીડ વધારે હોવાથી તે બાજુમાં આવેલા અન્ય કેફેમાં ચા પીવા માટે ગયા હતા. જો કે પાંચ મિનિટ કરતા વધારે સમય થયા બાદ પણ કાર પાર્ક કરીને તે વ્યક્તિ ચાવી આપવા માટે આવ્યો નહોતો. જેથી જય પટેલે કેફેના સંચાલક પાસે જઇને જાણ કરી હતી કે તેણે વેલે પાર્કિગ માટે તેની કાર એક વ્યક્તિને આપી હતી. ત્યારે જાણવા મળ્યું  હતું કે કેફેમાં વેલે પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી જ નહોતી. જેથી આ અંગે જય પટેલે તેના પિતાને જાણ કરી હતી અને  કારની શોધખોળ કરી હતી. પંરતુ, રૂપિયા ૨૦ લાખની કાર ન મળી આવતા સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.  આ અંગે પોલીસે સિધુભવન અને આસપાસના સીસીટીવી ફુટેજને આધારે તપાસ શરૂ કરી છે.

કેફેના વેલે પાર્કિગમાં મુકવાનું કહીને ગઠિયો ૨૦ લાખની કાર લઇ ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતો યુવક તેના મિત્રો સાથે સિંઘુભવન રોડ તાજ હોટલ પાસે આવેલા એક કેફેમાં નાસ્તો કરવા માટે આવ્યો હતો. આ સમયે  કેફેના વેલે પાર્કિંગમાં કાર પાર્ક કરી આપવાનું કહીને એક ગઠિયો રૂપિયા ૨૦ લાખની કિંમતની કાર લઇને નાસી ગયો હોવાની ઘટના બની હતી. આ સરખેજ  પોલીસે ગુનો નોંધ્યો છે. કાર ઉઠાંતરીની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવતા આ પ્રકારના ગુના આચરતી ગેંગ અંગે વિગતો એકઠી કરીને પોલીસે  તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શહેરના બોડકદેવ જજીસ બંગલો રોડ પર આવેલા  રાજવંશ ટાવરમાં રહેતો જય પટેલ ગત શુક્રવારે સાંજે કાર લઇને તેના ભાઇ અને મિત્રો સાથે ભાડજ સર્કલ પાસે  ક્રિકેટ રમવા માટે ગયો હતો. ત્યારબાદ બાદ રાતના સાડા દશ વાગે સિંધુભવન રોડ તાજ હોટલ પાસે આવેલા ટોરીઝોટ કાફેમાં ચા નાસ્તો કરવા માટે ગયો હતો અને કારને કેફે સામે આવેલા રોડ પર પાર્ક કરતો હતો. તે સમયે એક વ્યક્તિએ તેની પાસે આવીને કહ્યું હતું કે  તે કેફેના વેલે પાર્કિગમાં કાર પાર્ક કરી આપશે. જેથી જય પટેલે તેને કારની ચાવી આપી હતી. જો કે કેફેમાં ભીડ વધારે હોવાથી તે બાજુમાં આવેલા અન્ય કેફેમાં ચા પીવા માટે ગયા હતા. જો કે પાંચ મિનિટ કરતા વધારે સમય થયા બાદ પણ કાર પાર્ક કરીને તે વ્યક્તિ ચાવી આપવા માટે આવ્યો નહોતો. જેથી જય પટેલે કેફેના સંચાલક પાસે જઇને જાણ કરી હતી કે તેણે વેલે પાર્કિગ માટે તેની કાર એક વ્યક્તિને આપી હતી. ત્યારે જાણવા મળ્યું  હતું કે કેફેમાં વેલે પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી જ નહોતી. જેથી આ અંગે જય પટેલે તેના પિતાને જાણ કરી હતી અને  કારની શોધખોળ કરી હતી. પંરતુ, રૂપિયા ૨૦ લાખની કાર ન મળી આવતા સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.  આ અંગે પોલીસે સિધુભવન અને આસપાસના સીસીટીવી ફુટેજને આધારે તપાસ શરૂ કરી છે.