ગુજરાતનું ચેરાપૂંજી કપરાડા તાલુકો, વરસાદની સરેરાશ 117.40 ઈંચ

જિલ્લાઓમાં ડાંગમાં સૌથી વધુ અને કચ્છમાં સૌથી ઓછો સરેરાશ વરસાદ નોંધાયો છે10 તાલુકામાં 20 ઈંચ પણ વરસાદ થતો નથી, કપરાડા, ધરમપુર, વઘઈ, આહવા અને વાપીમાં 91 ઈંચથી વધુ રાજ્યમાં સૌથી ઓછો માત્ર 15.36 ઈંચ વરસાદ કચ્છનાં લખપત તાલુકામાં પડે છે ગુજરાતમાં ચોમાસા પહેલાની પ્રિ-મોન્સુન એક્ટિવીટી શરૂ થઈ ચુકી છે, રાજ્યમાં ચોમાસામાં પડતા વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો પાછલા કેટલાક વર્ષની સરેરાશ મૂજબ હાલમાં ગુજરાતનું ચેરાપૂંજી વલસાડનો કપરાડા તાલુકો ગણી શકાય છે. આ તાલુરામાં ચોમાસાની સિઝનના વરસાદની સરેરાશ 117.40 ઈંચ નોંધાઈ છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે. જિલ્લાઓની વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં સૌથી વધુ 93.68 ઈંચ વરસાદ પડવાની સરેરાશ જોવા મળે છે, જ્યારે સૌથી ઓછી માત્ર 19.40 ઈંચ વરસાદની સરારેશ કચ્છ જિલ્લામાં છે. મહત્વની વાત એ છે કે, કપરાડા સહિત ધરમપુર, વઘઈ, આહવા અને વાપી તાલુકામાં 91 ઈંચથી વધુ વરસાદ પડવાનો છેલ્લા ઘણા સમયથી સિલસિલો જોવા મળ્યો છે. રાજ્યનાં 10 તાલુકા એવા નોંધાયા છે જ્યાં આખી સિઝનમાં 20 ઈંચ જેટલો પણ વરસાદ થતો નથી, જેમા સૌથી ઓછો કચ્છના લખપત તાલુકામાં માત્ર 15.36 ઈંચ વરસાદ પડવાની સરેરાશ જોવા મળે છે. ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ ખાબકે છે. સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા વરસાદના આંકડાઓ જાહેર કરવામાં આવે છે, જેમાં પાછલા 50 વર્ષ કે તેથી વધુ સમયમાં દરેક તાલુકા અને જિલ્લામાં પડતા વરસાદની સરેરાશ કાઢવામાં આવે છે. આ સરેરાશ પરથી કયા વિસ્તારમાં સૌથી વધુ અને કયા વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ પડે છે તેનો અંદાજ લગાવી શકાય છે. રાજ્યના પાંચ જિલ્લા એવા છે કે જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે. આ જિલ્લાઓમાં ડાંગમાં 93.68 ઈંચ, વલસાડમાં 93.12 ઈંચ, નવસારીમાં 75 ઈંચ તેમજ સુરતમાં 58.46 અને તાપીમાં 54.68 ઈંચ વરસાદ પડે છે, જેની સામે ગુજરાતમાં વરસાદ પડવાની સરેરાશ 35.32 ઈંચ છે. સૌછી ઓછો વરસાદ ધરાવતાં 5 જિલ્લામાં ત્રણ સૌરાષ્ટ્રના અને 1 ઉત્તર ગુજરાતનો અને કચ્છનો સમાવેશ થાય છે. કચ્છમાં સૌથી ઓછો માત્ર 19.40 ઈંચ, મોરબીમાં 22.88 ઈંચ, સુરેન્દ્રનગરમાં 23.92 ઈંચ, પાટણમાં 24.44 ઈંચ અને ભાવનગરમાં 24.96 ઈંચ પડે છે. રાજ્યનાં 10 તાલુકાઓમાં સૌથી વધુ વરસાડ છે. વલસાડનાં કપરાડા તાલુકામાં 117.40 ઈંચ, ધરમપુરમાં 99.52 ઈંચ, વાપીમાં 91.24 ઈંચ, પારડીમાં 88 ઈંચ, વલસાડમાં 83.12 ઈચ અને ઉમરગામમાં 79.52 ઈંચ વરસાદ પડે છે. આ સિવાય ડાંગનાં વઘઈમાં 99.08 ઈંચ, આહવામાં 92.56 ઈંચ અને સુબીરમાં 89.36 ઈંચ તેમજ નવસારીના ખેરગામ તાલુકામાં 79.44 ઈંચ વરસાદ પડવાની સરેરાશ છે

ગુજરાતનું ચેરાપૂંજી કપરાડા તાલુકો, વરસાદની સરેરાશ 117.40 ઈંચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જિલ્લાઓમાં ડાંગમાં સૌથી વધુ અને કચ્છમાં સૌથી ઓછો સરેરાશ વરસાદ નોંધાયો છે
  • 10 તાલુકામાં 20 ઈંચ પણ વરસાદ થતો નથી, કપરાડા, ધરમપુર, વઘઈ, આહવા અને વાપીમાં 91 ઈંચથી વધુ
  • રાજ્યમાં સૌથી ઓછો માત્ર 15.36 ઈંચ વરસાદ કચ્છનાં લખપત તાલુકામાં પડે છે

ગુજરાતમાં ચોમાસા પહેલાની પ્રિ-મોન્સુન એક્ટિવીટી શરૂ થઈ ચુકી છે, રાજ્યમાં ચોમાસામાં પડતા વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો પાછલા કેટલાક વર્ષની સરેરાશ મૂજબ હાલમાં ગુજરાતનું ચેરાપૂંજી વલસાડનો કપરાડા તાલુકો ગણી શકાય છે. આ તાલુરામાં ચોમાસાની સિઝનના વરસાદની સરેરાશ 117.40 ઈંચ નોંધાઈ છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે. જિલ્લાઓની વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં સૌથી વધુ 93.68 ઈંચ વરસાદ પડવાની સરેરાશ જોવા મળે છે, જ્યારે સૌથી ઓછી માત્ર 19.40 ઈંચ વરસાદની સરારેશ કચ્છ જિલ્લામાં છે. મહત્વની વાત એ છે કે, કપરાડા સહિત ધરમપુર, વઘઈ, આહવા અને વાપી તાલુકામાં 91 ઈંચથી વધુ વરસાદ પડવાનો છેલ્લા ઘણા સમયથી સિલસિલો જોવા મળ્યો છે. રાજ્યનાં 10 તાલુકા એવા નોંધાયા છે જ્યાં આખી સિઝનમાં 20 ઈંચ જેટલો પણ વરસાદ થતો નથી, જેમા સૌથી ઓછો કચ્છના લખપત તાલુકામાં માત્ર 15.36 ઈંચ વરસાદ પડવાની સરેરાશ જોવા મળે છે.

ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ ખાબકે છે. સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા વરસાદના આંકડાઓ જાહેર કરવામાં આવે છે, જેમાં પાછલા 50 વર્ષ કે તેથી વધુ સમયમાં દરેક તાલુકા અને જિલ્લામાં પડતા વરસાદની સરેરાશ કાઢવામાં આવે છે. આ સરેરાશ પરથી કયા વિસ્તારમાં સૌથી વધુ અને કયા વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ પડે છે તેનો અંદાજ લગાવી શકાય છે. રાજ્યના પાંચ જિલ્લા એવા છે કે જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે. આ જિલ્લાઓમાં ડાંગમાં 93.68 ઈંચ, વલસાડમાં 93.12 ઈંચ, નવસારીમાં 75 ઈંચ તેમજ સુરતમાં 58.46 અને તાપીમાં 54.68 ઈંચ વરસાદ પડે છે, જેની સામે ગુજરાતમાં વરસાદ પડવાની સરેરાશ 35.32 ઈંચ છે. સૌછી ઓછો વરસાદ ધરાવતાં 5 જિલ્લામાં ત્રણ સૌરાષ્ટ્રના અને 1 ઉત્તર ગુજરાતનો અને કચ્છનો સમાવેશ થાય છે. કચ્છમાં સૌથી ઓછો માત્ર 19.40 ઈંચ, મોરબીમાં 22.88 ઈંચ, સુરેન્દ્રનગરમાં 23.92 ઈંચ, પાટણમાં 24.44 ઈંચ અને ભાવનગરમાં 24.96 ઈંચ પડે છે.

રાજ્યનાં 10 તાલુકાઓમાં સૌથી વધુ વરસાડ છે. વલસાડનાં કપરાડા તાલુકામાં 117.40 ઈંચ, ધરમપુરમાં 99.52 ઈંચ, વાપીમાં 91.24 ઈંચ, પારડીમાં 88 ઈંચ, વલસાડમાં 83.12 ઈચ અને ઉમરગામમાં 79.52 ઈંચ વરસાદ પડે છે. આ સિવાય ડાંગનાં વઘઈમાં 99.08 ઈંચ, આહવામાં 92.56 ઈંચ અને સુબીરમાં 89.36 ઈંચ તેમજ નવસારીના ખેરગામ તાલુકામાં 79.44 ઈંચ વરસાદ પડવાની સરેરાશ છે