Gujarat Monsoon: રાજ્યના આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી અમદાવાદ, દાદરાનગર હવેલીમાં રહેશે વરસાદ પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં દાહોદ, નવસારી, વલસાડ તથા અમદાવાદ, દાદરાનગર હવેલીમાં વરસાદ રહેશે. તેમજ પંચમહાલ, દાહોદ તથા છોટાઉદેપુર, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. તેમજ વડોદરા, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાનો માહોલ જામશે ભાવનગર, સોમનાથ, જૂનાગઢ તથા મોરબી, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે. જેમાં આગામી 5 દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં ચોમાસાનો માહોલ જામશે. જેમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, જયારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ પડી રહ્યો છે.આ સિવાય, હાલમાં દક્ષિણ ભારતમાં મુંબઈ અને કોકણમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. ચોમાસું દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પહોંચી ગયું ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું હવે ગુજરાત પહોંચી ચૂક્યું છે. ચોમાસું દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પહોંચી ગયું છે. ગુજરાતમાં આજે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પહોંચી જવાની સંભાવના હતી. પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને વધારે એક અઠવાડિયું રાહ જોવી પડે તેવી સંભાવના દેખાઈ રહી છે. હવામાન વિભાગના આગાહી અનુસાર અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં જ માધ્યમથી ઓછો વરસાદ આવી શકે છે.  15 અને 16 જૂને ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધુ ઘટશે ત્યારબાદ 15 અને 16 જૂને ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધુ ઘટશે અને જે વિસ્તારોમાં 13 થી 15 જૂન વચ્ચે વરસાદ પડવાની સંભાવના હતી ત્યાં પણ ઘટી જાય તેવી શક્યતા છે. 15 જૂને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડના જિલ્લાઓમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. અને આ ચાર જિલ્લાઓને બાદ કરતા ગુજરાતમાં બીજે ક્યાંય વરસાદ પડવાની આગાહી નથી.

Gujarat Monsoon: રાજ્યના આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી
  • અમદાવાદ, દાદરાનગર હવેલીમાં રહેશે વરસાદ
  • પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી

રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં દાહોદ, નવસારી, વલસાડ તથા અમદાવાદ, દાદરાનગર હવેલીમાં વરસાદ રહેશે. તેમજ પંચમહાલ, દાહોદ તથા છોટાઉદેપુર, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. તેમજ વડોદરા, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસાનો માહોલ જામશે

ભાવનગર, સોમનાથ, જૂનાગઢ તથા મોરબી, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે. જેમાં આગામી 5 દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં ચોમાસાનો માહોલ જામશે. જેમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, જયારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ પડી રહ્યો છે.આ સિવાય, હાલમાં દક્ષિણ ભારતમાં મુંબઈ અને કોકણમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે.

ચોમાસું દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પહોંચી ગયું

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું હવે ગુજરાત પહોંચી ચૂક્યું છે. ચોમાસું દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પહોંચી ગયું છે. ગુજરાતમાં આજે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પહોંચી જવાની સંભાવના હતી. પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને વધારે એક અઠવાડિયું રાહ જોવી પડે તેવી સંભાવના દેખાઈ રહી છે. હવામાન વિભાગના આગાહી અનુસાર અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં જ માધ્યમથી ઓછો વરસાદ આવી શકે છે.

 15 અને 16 જૂને ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધુ ઘટશે

ત્યારબાદ 15 અને 16 જૂને ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધુ ઘટશે અને જે વિસ્તારોમાં 13 થી 15 જૂન વચ્ચે વરસાદ પડવાની સંભાવના હતી ત્યાં પણ ઘટી જાય તેવી શક્યતા છે. 15 જૂને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડના જિલ્લાઓમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. અને આ ચાર જિલ્લાઓને બાદ કરતા ગુજરાતમાં બીજે ક્યાંય વરસાદ પડવાની આગાહી નથી.