Banaskantha News: ગેનીબેન ઠાકોરને લઈને મોટા સમાચાર, ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું

વાવ બેઠક પરથી ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર વિધાનસભાના અધ્યક્ષને આજે રાજીનામું આપશે સાંસદ તરીકે દિલ્હીમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે ગેનીબેન ઠાકોરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ગેનીબેને લોકસભાની ચૂંટણી 2024માં બનાસકાંઠા બેઠક પરથી જીત મેળવી છે. તેઓ વાવ બેઠક પરથી ધારાસભ્ય છે. મળતી માહિતિ અનુસાર વિધાનસભા અધ્યક્ષને તેઓ આજે રાજીનામું આપશે અને તેમનું ધારાસભ્ય પદ છોડશે. તેઓ દિલ્હીમાં સાંસદ તરીકે બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભવ્ય વિજય મેળવ્યો બનાસકાંઠા લોકસભા મતવિસ્તાર ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર છે. ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ચૌધરી હરીભાઈ પાર્થિભાઈ કચ્છ મતક્ષેત્રના હાલના સાંસદ છે. 2014ની સામાન્ય ચૂંટણીઓમાં ચૌધરી હરીભાઈ પાર્થિભાઈ એ 2,02,334 મતોથી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના પટેલ જોઈતાભાઈ કાસનાભાઈને હરાવ્યા હતા. ગઈ ચૂંટણીમાં 59 ટકા લોકોએ પોતાનો મત આપ્યો હતો. આ મતદાન વિસ્તારની કુલ વસ્તી 24,22,063 છે, જેમાંથી 84.73% ગ્રામીણ વિસ્તારો અને 15.27% શહેરી વિસ્તારો છે. લોકસભા 2024ની ચૂંટણી જંગમાં ભાજપના નવા ઉમેદવાર ડૉ. રેખા ચૌધરી હારી ગયા છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભવ્ય વિજય મેળવ્યો છે. બનાસકાંઠા બેઠક પર આ વખતે મહિલાનો દબદબો છે લોકસભા ચૂંટણી 2024 પરિણામ અંગે વાત કરીએ તો બનાસકાંઠા બેઠક પર આ વખતે મહિલાનો દબદબો છે. ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય હરિફ પક્ષોએ મહિલા ઉમેદવાર પર ભરોસો મુક્યો હતો. ભાજપ તરફથી રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર મેદાનમાં હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. ગેનીબેન ઠાકોર પૂર્વ ધારાસભ્ય છે જ્યારે રેખાબેન ચૌધરી પ્રથમ ચૂંટણી લડી રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર બીજી વખત મહિલા સાંસદ ચૂંટાયા છે. અગાઉ 1962 ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર ઝોહરાબેન ચાવડા સાંસદ બન્યા હતા. એ પહેલીવાર એવું બન્યુ છે કે આ બેઠક પરથી કોઇ મહિલા ઉમેદવાર સાંસદ બન્યા છે.

Banaskantha News: ગેનીબેન ઠાકોરને લઈને મોટા સમાચાર, ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાવ બેઠક પરથી ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર
  • વિધાનસભાના અધ્યક્ષને આજે રાજીનામું આપશે
  • સાંસદ તરીકે દિલ્હીમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે

ગેનીબેન ઠાકોરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ગેનીબેને લોકસભાની ચૂંટણી 2024માં બનાસકાંઠા બેઠક પરથી જીત મેળવી છે. તેઓ વાવ બેઠક પરથી ધારાસભ્ય છે. મળતી માહિતિ અનુસાર વિધાનસભા અધ્યક્ષને તેઓ આજે રાજીનામું આપશે અને તેમનું ધારાસભ્ય પદ છોડશે. તેઓ દિલ્હીમાં સાંસદ તરીકે બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે.

કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભવ્ય વિજય મેળવ્યો

બનાસકાંઠા લોકસભા મતવિસ્તાર ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર છે. ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ચૌધરી હરીભાઈ પાર્થિભાઈ કચ્છ મતક્ષેત્રના હાલના સાંસદ છે. 2014ની સામાન્ય ચૂંટણીઓમાં ચૌધરી હરીભાઈ પાર્થિભાઈ એ 2,02,334 મતોથી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના પટેલ જોઈતાભાઈ કાસનાભાઈને હરાવ્યા હતા. ગઈ ચૂંટણીમાં 59 ટકા લોકોએ પોતાનો મત આપ્યો હતો. આ મતદાન વિસ્તારની કુલ વસ્તી 24,22,063 છે, જેમાંથી 84.73% ગ્રામીણ વિસ્તારો અને 15.27% શહેરી વિસ્તારો છે. લોકસભા 2024ની ચૂંટણી જંગમાં ભાજપના નવા ઉમેદવાર ડૉ. રેખા ચૌધરી હારી ગયા છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભવ્ય વિજય મેળવ્યો છે.

બનાસકાંઠા બેઠક પર આ વખતે મહિલાનો દબદબો છે

લોકસભા ચૂંટણી 2024 પરિણામ અંગે વાત કરીએ તો બનાસકાંઠા બેઠક પર આ વખતે મહિલાનો દબદબો છે. ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય હરિફ પક્ષોએ મહિલા ઉમેદવાર પર ભરોસો મુક્યો હતો. ભાજપ તરફથી રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર મેદાનમાં હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. ગેનીબેન ઠાકોર પૂર્વ ધારાસભ્ય છે જ્યારે રેખાબેન ચૌધરી પ્રથમ ચૂંટણી લડી રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર બીજી વખત મહિલા સાંસદ ચૂંટાયા છે. અગાઉ 1962 ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર ઝોહરાબેન ચાવડા સાંસદ બન્યા હતા. એ પહેલીવાર એવું બન્યુ છે કે આ બેઠક પરથી કોઇ મહિલા ઉમેદવાર સાંસદ બન્યા છે.