Ahmedabad News: કાળઝાળ ગરમીથી હીટસ્ટ્રોકના કેસ વધ્યા,અસારવા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી છલકાય

શરીરનું તાપમાન 104 ડિગ્રી જાય તો હીટસ્ટ્રોક: તબીબ હીટસ્ટ્રોક ન આવે તે માટે શરીરનું તાપમાન નીચું રાખવું જરૂરી અમદાવાદમાં 2 દર્દીઓના હીટસ્ટ્રોકના કારણે થયા હતા મોતસમગ્ર દેશમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ છે. જ્યાં જુઓ ત્યાં ગરમીની અસર જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના 47 કેસ નોંધાયા છે. જે પૈકી 10 દર્દીઓ ગંભીર રીતે હીટસ્ટ્રોકના ઝપેટમાં આવ્યા હતા. અમદાવાદમાં 2 દર્દીઓના હીટસ્ટ્રોકના કારણે થયા હતા મોત. અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપી રહેલા તબીબનું કહેવુ છે આ વખતે ગરમીથી હીટસ્ટ્રોકના કેસ સતત વધી રહ્યો છે ત્યારે દર્દીઓએ ખાસ સાવધાન રહેવાની જરૂર છે.શરીરનું તાપમાન 104 ડિગ્રી જાય તો હીટસ્ટ્રોકશરીરનું તાપમાન 104 ડિગ્રી જાય તો હીટસ્ટ્રોક. હીટસ્ટ્રોક ન આવે તે માટે શરીરનું તાપમાન નીચું રાખવું જરૂરી. હિટ સ્ટ્રોક બીમારી નથી પણ ફેલીયર ઓફ થર્મોરેગ્યુલેટરી મિકેનિઝમ ફેલીયર છે. હિટસ્ટ્રોકના બે લક્ષણો (1) શરીરનું તાપમાન 104 ડિગ્રીથી ઉપર જાય તો તે હિટસ્ટ્રોક છે (2) મગજનું કામ કરવું બંધ થઇ જવું અથવા બેશુદ્ધ થઇ જવું અમદાવાદમાં 20મી સદીમાં 8 વખત પારો 46.6 ડિગ્રીને પાર ગયો, છેલ્લા 14 વર્ષમાં 3વખત અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમી અને હિટવેવથી લોકો ત્રાહીમામ્ થયા છે. રાજ્યનાં હવામાન ખાતા દ્વારા અમદાવાદ શહેરમાં છેલ્લા 118 વર્ષમાં નોંધાયેલ હાઈએસ્ટ તાપમાનના ડેટા પ્રસિદ્ધ કર્યાં છે. . IMD દ્વારા જારી કરેલ વિગતો મુજબ અમદાવાદ શહેરમાં 20મી સદીમાં 8 વખત તાપમાનનો પારો46.6 ડિગ્રી કે એનાથી પાર પહોચ્યો હતો, જ્યારે છેલ્લા 14 વર્ષમાં જ ત્રણ વખત પારો 46.6 ડિગ્રી કે એનાથી પાર નોંધાયો છે.વર્ષ-1906માં પણ તાપમાન 47 ડિગ્રીને પાર નોંધાયુ હતુ આજથી 118 વર્ષ પહેલા એટલે કે, વર્ષ-1906માં પણ તાપમાન 47 ડિગ્રીને પાર નોંધાયુ હતુ. અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક તાપમાન વર્ષ-2016માં 48 ડિગ્રી નોંધાયુ હતુ. વર્ષ-1906થી વર્ષ-2024 સુધીમાં કુલ 11 વખત તાપમાનનો પારો 46.6 ડિગ્રીને પાર નોંધાયો છે. જેમાં 4 વખત વર્ષ-1929, વર્ષ-1955, વર્ષ-1991 અને વર્ષ-2024માં 46.6 ડિગ્રી, 2 વખત વર્ષ-1912 અને વર્ષ-1916માં 47.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ સિવાય 2 વખત વર્ષ-1906 અને વર્ષ-1925માં 47.2 ડિગ્રી, 1 વખત વર્ષ-1970માં 47.5 ડિગ્રી, વર્ષ-1906માં 47.2 ડિગ્રી, વર્ષ-2010માં 46.08 ડિગ્રી અને વર્ષ-2016માં 48 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

Ahmedabad News: કાળઝાળ ગરમીથી હીટસ્ટ્રોકના કેસ વધ્યા,અસારવા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી છલકાય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શરીરનું તાપમાન 104 ડિગ્રી જાય તો હીટસ્ટ્રોક: તબીબ
  • હીટસ્ટ્રોક ન આવે તે માટે શરીરનું તાપમાન નીચું રાખવું જરૂરી
  • અમદાવાદમાં 2 દર્દીઓના હીટસ્ટ્રોકના કારણે થયા હતા મોત

સમગ્ર દેશમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ છે. જ્યાં જુઓ ત્યાં ગરમીની અસર જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના 47 કેસ નોંધાયા છે. જે પૈકી 10 દર્દીઓ ગંભીર રીતે હીટસ્ટ્રોકના ઝપેટમાં આવ્યા હતા. અમદાવાદમાં 2 દર્દીઓના હીટસ્ટ્રોકના કારણે થયા હતા મોત. અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપી રહેલા તબીબનું કહેવુ છે આ વખતે ગરમીથી હીટસ્ટ્રોકના કેસ સતત વધી રહ્યો છે ત્યારે દર્દીઓએ ખાસ સાવધાન રહેવાની જરૂર છે.

શરીરનું તાપમાન 104 ડિગ્રી જાય તો હીટસ્ટ્રોક

શરીરનું તાપમાન 104 ડિગ્રી જાય તો હીટસ્ટ્રોક. હીટસ્ટ્રોક ન આવે તે માટે શરીરનું તાપમાન નીચું રાખવું જરૂરી. હિટ સ્ટ્રોક બીમારી નથી પણ ફેલીયર ઓફ થર્મોરેગ્યુલેટરી મિકેનિઝમ ફેલીયર છે.

હિટસ્ટ્રોકના બે લક્ષણો

(1) શરીરનું તાપમાન 104 ડિગ્રીથી ઉપર જાય તો તે હિટસ્ટ્રોક છે

(2) મગજનું કામ કરવું બંધ થઇ જવું અથવા બેશુદ્ધ થઇ જવું

અમદાવાદમાં 20મી સદીમાં 8 વખત પારો 46.6 ડિગ્રીને પાર ગયો, છેલ્લા 14 વર્ષમાં 3વખત

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમી અને હિટવેવથી લોકો ત્રાહીમામ્ થયા છે. રાજ્યનાં હવામાન ખાતા દ્વારા અમદાવાદ શહેરમાં છેલ્લા 118 વર્ષમાં નોંધાયેલ હાઈએસ્ટ તાપમાનના ડેટા પ્રસિદ્ધ કર્યાં છે. . IMD દ્વારા જારી કરેલ વિગતો મુજબ અમદાવાદ શહેરમાં 20મી સદીમાં 8 વખત તાપમાનનો પારો46.6 ડિગ્રી કે એનાથી પાર પહોચ્યો હતો, જ્યારે છેલ્લા 14 વર્ષમાં જ ત્રણ વખત પારો 46.6 ડિગ્રી કે એનાથી પાર નોંધાયો છે.

વર્ષ-1906માં પણ તાપમાન 47 ડિગ્રીને પાર નોંધાયુ હતુ

આજથી 118 વર્ષ પહેલા એટલે કે, વર્ષ-1906માં પણ તાપમાન 47 ડિગ્રીને પાર નોંધાયુ હતુ. અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક તાપમાન વર્ષ-2016માં 48 ડિગ્રી નોંધાયુ હતુ. વર્ષ-1906થી વર્ષ-2024 સુધીમાં કુલ 11 વખત તાપમાનનો પારો 46.6 ડિગ્રીને પાર નોંધાયો છે. જેમાં 4 વખત વર્ષ-1929, વર્ષ-1955, વર્ષ-1991 અને વર્ષ-2024માં 46.6 ડિગ્રી, 2 વખત વર્ષ-1912 અને વર્ષ-1916માં 47.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ સિવાય 2 વખત વર્ષ-1906 અને વર્ષ-1925માં 47.2 ડિગ્રી, 1 વખત વર્ષ-1970માં 47.5 ડિગ્રી, વર્ષ-1906માં 47.2 ડિગ્રી, વર્ષ-2010માં 46.08 ડિગ્રી અને વર્ષ-2016માં 48 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.