કામરેજ સુગર મિલે ચાલુ વર્ષે શેરડીના ભાવમાં રૂ 200નો કર્યો વધારો

વર્ષ 2023-24 માં સુગર મિલમાં નાખેલી શેરડીના ભાવ કર્યા જાહેર ફેબ્રુઆરીમાં નાખેલી શેરડીનો ભાવ રૂ 3451 તેમજ માર્ચમાં નાખેલી શેરડીનો ભાવ રૂ 3551 ગયા વર્ષે શેરડીનો ભાવ રૂ 3151 હતો દક્ષિણ ગુજરાતના મોટાભાગના ખેડૂતો શેરડી અને ડાંગરની ખેતી કરે છે. આ ખેતીમાં જે પણ આવક થાય એનાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો દિવસ છે. કારણે બપોર બાદ સુગર મિલ સંચાલકો બેઠક યોજી આગામી વર્ષ માટે શેરડીના ભાવ જાહેર કર્યો.કામરેજ, બારડોલી, સાયણ અને બારડોલી સહિતના વિસ્તારોમાં સુગર મિલની બેઠકો મળી હતી. શેરડીના ભાવ જાહેર થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે,સુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવ જાહેર કર્યા છે. આ મિલો સાથે ત્રણ લાખ ખેડૂતો અને 5 લાખ ખેત મજૂરો જોડાયેલ છે. વાતાવરણમાં અવારનવાર થયેલા બદલાવ અને શહેરીકરણને કારણે 8 લાખ ટન ઉત્પાદન ઓછું નોંધાયું છે. જાણીએ કેટલા ભાવ થયા નક્કી સુગર મિલની મળેલી બેઠકમાં ચાલુ વર્ષના ભાવ નક્કી થયા છે,ચાલુ વર્ષે ભાવમાં 200 રૂપિયાનો વધારો કરાયો છે.ઓક્ટોબરથી જાન્યુઆરીના ભાવ 3351,ફેબ્રુઆરીની શેરડીના ભાવ 3451,માર્ચમાં નાખેલી શેરડીના ભાવ 3551 રૂપિયા નક્કી થયા છે. ખેડૂતો થયા ખુશ ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘની પંડવાઇ સુગર ફેક્ટરી ખાતે મળેલી બેઠકમાં ખાંડની સ્ટોક વેલ્યૂ 3400 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. ગત વર્ષ કરતાં 200 રૂપિયા વધુ સ્ટોક વેલ્યૂ નક્કી થઈ હોય, ખેડૂતોને સારા ભાવની આશા છે. ખેડૂતોનું માનવું છે કે, આ વર્ષે લોકસભાની ચૂંટણી હોય તેની અસર ભાવ પર થઈ શકે એમ છે. કારણકે, દક્ષિણ ગુજરાતની તમામ સહકારી સુગર મિલો પર ભાજપનું શાસન છે. એટલું જ નહીં સી.આર.પાટીલ પણ કામરેજના નવી પારડીમાં સુમુલ ડેરીના કાર્યક્રમમાં હાજરી આપી હતી, વ્યારા સુગર શરૂ થવાથી ખેડૂતોને કોલાવાળાએ 3500થી વધુ રૂપિયા પ્રતિ ટનના ભાવે શેરડીની ખરીદી કરી છે. જેઓ પહેલા ખેડૂતો પાસેથી 1800થી 2000 રૂપિયામાં પડાવી લેતા હતા. સી.આર. પાટીલના આ નિવેદન બાદ સુગર ફેક્ટરીના ખેડૂત સભાસદોને 4000 થી વધુ ભાવ પડે તેવી આશા રાખીને બેઠા હતા.શેરડી ભાવ અગાઉના સમયમાં શેરડીના આખરી ભાવના નાણાંના 80 ટકા રકમ બે હપ્તામાં જ ચૂકવી દેવાતી હતી. ત્યારે ગોળના કોલા શેરડી કિટિંગ થાય ને તરત જ પુરેપુરુ પેમેન્ટ ખેડૂતને ચૂકવી દેવામાં આવે છે. જેથી કેટલીક શેરડીઓ દક્ષિણ ગુજરાતમાં નાના ખેડૂતો ગોળના કોલાવાળાને આપી દે છે. સુગર ફેક્ટરીના વહીવટકર્તાઓએ પણ પરિવર્તન લાવી ખેડૂતોને બે હપ્તામાં 90 ટકા પેમેન્ટ ચૂકવવું જોઈએ. જેથી શેરડી પકવતાં ખેડૂતો સુગર ફેક્ટરીને જ પુરવઠો આપે અને બિનમંજૂરી શેરડીનો વેપાર પણ બંધ થઈ શકે છે. સમગ્ર ગુજરાતમાં ભાજપની સરકાર હોય અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોય ખાંડની MSP 1 કિલોના 45 રૂપિયાની રજૂઆત કરવી જોઈએ સમગ્ર દેશમાં ખાંડનું કુલ ઉત્પાદનમાંથી 85 ટકા ખાંડનો વપરાશ કોલ્ડ્રીકસ, આઈસ્ક્રીમ, મીઠાઈ, ચોકલેટ જેવામાં થાય છે. ઘરેલુ વપરાશ 15 ટકા જેટલો જ છે. જેથી શેરડી પકવતાં ખેડૂતને પણ આજની મોંઘવારીમાં ખાંડની MSC પ્રતિકિલોએ 45 રૂપિયા કરવામાં આવે તો આજના યુવાનો પણ ખેતીમાં જોડાઈ શકે એમ છે. 

કામરેજ સુગર મિલે ચાલુ વર્ષે શેરડીના ભાવમાં રૂ 200નો કર્યો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વર્ષ 2023-24 માં સુગર મિલમાં નાખેલી શેરડીના ભાવ કર્યા જાહેર
  • ફેબ્રુઆરીમાં નાખેલી શેરડીનો ભાવ રૂ 3451 તેમજ માર્ચમાં નાખેલી શેરડીનો ભાવ રૂ 3551
  • ગયા વર્ષે શેરડીનો ભાવ રૂ 3151 હતો

દક્ષિણ ગુજરાતના મોટાભાગના ખેડૂતો શેરડી અને ડાંગરની ખેતી કરે છે. આ ખેતીમાં જે પણ આવક થાય એનાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો દિવસ છે. કારણે બપોર બાદ સુગર મિલ સંચાલકો બેઠક યોજી આગામી વર્ષ માટે શેરડીના ભાવ જાહેર કર્યો.કામરેજ, બારડોલી, સાયણ અને બારડોલી સહિતના વિસ્તારોમાં સુગર મિલની બેઠકો મળી હતી. શેરડીના ભાવ જાહેર થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે,સુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવ જાહેર કર્યા છે. આ મિલો સાથે ત્રણ લાખ ખેડૂતો અને 5 લાખ ખેત મજૂરો જોડાયેલ છે. વાતાવરણમાં અવારનવાર થયેલા બદલાવ અને શહેરીકરણને કારણે 8 લાખ ટન ઉત્પાદન ઓછું નોંધાયું છે.

જાણીએ કેટલા ભાવ થયા નક્કી

સુગર મિલની મળેલી બેઠકમાં ચાલુ વર્ષના ભાવ નક્કી થયા છે,ચાલુ વર્ષે ભાવમાં 200 રૂપિયાનો વધારો કરાયો છે.ઓક્ટોબરથી જાન્યુઆરીના ભાવ 3351,ફેબ્રુઆરીની શેરડીના ભાવ 3451,માર્ચમાં નાખેલી શેરડીના ભાવ 3551 રૂપિયા નક્કી થયા છે.


ખેડૂતો થયા ખુશ

ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘની પંડવાઇ સુગર ફેક્ટરી ખાતે મળેલી બેઠકમાં ખાંડની સ્ટોક વેલ્યૂ 3400 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. ગત વર્ષ કરતાં 200 રૂપિયા વધુ સ્ટોક વેલ્યૂ નક્કી થઈ હોય, ખેડૂતોને સારા ભાવની આશા છે. ખેડૂતોનું માનવું છે કે, આ વર્ષે લોકસભાની ચૂંટણી હોય તેની અસર ભાવ પર થઈ શકે એમ છે. કારણકે, દક્ષિણ ગુજરાતની તમામ સહકારી સુગર મિલો પર ભાજપનું શાસન છે. એટલું જ નહીં સી.આર.પાટીલ પણ કામરેજના નવી પારડીમાં સુમુલ ડેરીના કાર્યક્રમમાં હાજરી આપી હતી, વ્યારા સુગર શરૂ થવાથી ખેડૂતોને કોલાવાળાએ 3500થી વધુ રૂપિયા પ્રતિ ટનના ભાવે શેરડીની ખરીદી કરી છે. જેઓ પહેલા ખેડૂતો પાસેથી 1800થી 2000 રૂપિયામાં પડાવી લેતા હતા. સી.આર. પાટીલના આ નિવેદન બાદ સુગર ફેક્ટરીના ખેડૂત સભાસદોને 4000 થી વધુ ભાવ પડે તેવી આશા રાખીને બેઠા હતા.

શેરડી ભાવ 

અગાઉના સમયમાં શેરડીના આખરી ભાવના નાણાંના 80 ટકા રકમ બે હપ્તામાં જ ચૂકવી દેવાતી હતી. ત્યારે ગોળના કોલા શેરડી કિટિંગ થાય ને તરત જ પુરેપુરુ પેમેન્ટ ખેડૂતને ચૂકવી દેવામાં આવે છે. જેથી કેટલીક શેરડીઓ દક્ષિણ ગુજરાતમાં નાના ખેડૂતો ગોળના કોલાવાળાને આપી દે છે. સુગર ફેક્ટરીના વહીવટકર્તાઓએ પણ પરિવર્તન લાવી ખેડૂતોને બે હપ્તામાં 90 ટકા પેમેન્ટ ચૂકવવું જોઈએ. જેથી શેરડી પકવતાં ખેડૂતો સુગર ફેક્ટરીને જ પુરવઠો આપે અને બિનમંજૂરી શેરડીનો વેપાર પણ બંધ થઈ શકે છે. સમગ્ર ગુજરાતમાં ભાજપની સરકાર હોય અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોય ખાંડની MSP 1 કિલોના 45 રૂપિયાની રજૂઆત કરવી જોઈએ સમગ્ર દેશમાં ખાંડનું કુલ ઉત્પાદનમાંથી 85 ટકા ખાંડનો વપરાશ કોલ્ડ્રીકસ, આઈસ્ક્રીમ, મીઠાઈ, ચોકલેટ જેવામાં થાય છે. ઘરેલુ વપરાશ 15 ટકા જેટલો જ છે. જેથી શેરડી પકવતાં ખેડૂતને પણ આજની મોંઘવારીમાં ખાંડની MSC પ્રતિકિલોએ 45 રૂપિયા કરવામાં આવે તો આજના યુવાનો પણ ખેતીમાં જોડાઈ શકે એમ છે.