Kshatriya Samaj : રૂપાલા સામે રણે ચઢયા રાજપૂતો,રાજપૂત ભવન ખાતે બેઠક શરૂ

રાજપુત સંકલન સમિતિની અમદાવાદમાં બેઠક શરૂ ક્ષત્રિયોની 92 સંસ્થાના પ્રતિનિધિ બેઠકમાં હાજર રૂપાલાને આપેલ અલ્ટીમેટમ પૂર્ણ થતા બોલાવી બેઠક રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ઉમેદવારી રદ કરવા ક્ષત્રિયોએ માગ કરી હતી. ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવતાં હવે નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2 શરૂ કરવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે. આજે 19મી એપ્રિલના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજપૂત સંકલન સમિતિ અને તેની સાથે રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી છે. આ બેઠક બાદ પ્રેસ-કોન્ફરન્સ કરી અગત્યની જાહેરાત અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે. રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ-દીકરીઓને લઈ અણછાજતી ટિપ્પણી કરી હતી ભાજપના લોકસભાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ-દીકરીઓને લઈ અણછાજતી ટિપ્પણી કરી હતી, જેને લઈ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ વિરોધ થઈ રહ્યો છે. રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ 19મી એપ્રિલ સુધીમાં રૂપાલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચે તેવું અલ્ટિમેટમ આપ્યું હતું. જો 19મીના બપોરે 3 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાનું જાહેર નહિ કરાય તો સંકલન સમિતિની 19મી એપ્રિલના શુક્રવારે બપોરે ચાર વાગ્યે બેઠક મળશે, જેમાં આંદોલન પાર્ટ-2ની જાહેરાત કરાશે અને ભાજપનો બહિષ્કાર કરવા, ઠેર ઠેર વિરોધ કરવા સહિતના નિર્ણય લેવામાં આવશે. ગામોમાં પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના બેનર લગાવવામાં આવશે રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાનોની શહેરના ગોતા ખાતે મહત્ત્વની બેઠક યોજાવાની છે, જેમાં હવે પછી શું તેને લઈને નિર્ણયો લેવાશે. સંકલન સમિતિના સૂત્રો કહે છે કે, જો ઉમેદવારી નહિ ખેંચાય તો આંદોલનનો બીજો તબક્કો શરૂ થશે, જેમાં ભાજપનો સ્પષ્ટ બહિષ્કાર કરાશે. એટલું જ નહીં પરંતુ ભાજપની સભાઓ, કાર્યક્રમ થશે ત્યાં કાળા વાવટા ફરકાવી શાંતિપૂર્વક ભાજપના કાર્યક્રમનો વિરોધ કરવાનું આ બેઠકમાં નક્કી કરાશે. ગામોમાં પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના બેનર લગાવવામાં આવશે. ક્ષત્રિય સમાજની મહિલાઓ નહી ભરે ઉમેદવારી ફોર્મ અમે લોકસભા ચૂંટણી માટે ભરવા માટે 200 ફોર્મ ઉપાડેલા હતા. મહાસંમેલન થયુ ત્યાં સુધીમાં 50 ટકાનું ડોક્યુમેન્ટેશન, ફંડ અમે ક્લિયર કરી નાંખ્યુ હતુ. અમે નામાંકન ભરવા માટે તૈયારીઓ કરી લીધી હતી. પરંતુ પરેશભાઇ (કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણી) અમારું પીઠબળ બની ગયા છે. ત્યારે અમે અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા. કારણ કે, આ વસ્તુ ક્યાંક ને ક્યાંક છે કે, તે લોકો સમાજમાં વિગ્રહ કરવા માંગે છે. પરંતુ અમારા ક્ષત્રિય સમાજનો કિંમતી મત ભાજપ સરકાર નથી સમજી રહી પરંતુ જે સમજી રહ્યુ છે તેમને આપવા માંગીએ છીએ.  

Kshatriya Samaj : રૂપાલા સામે રણે ચઢયા રાજપૂતો,રાજપૂત ભવન ખાતે બેઠક શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજપુત સંકલન સમિતિની અમદાવાદમાં બેઠક શરૂ
  • ક્ષત્રિયોની 92 સંસ્થાના પ્રતિનિધિ બેઠકમાં હાજર
  • રૂપાલાને આપેલ અલ્ટીમેટમ પૂર્ણ થતા બોલાવી બેઠક

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ઉમેદવારી રદ કરવા ક્ષત્રિયોએ માગ કરી હતી. ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવતાં હવે નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2 શરૂ કરવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે. આજે 19મી એપ્રિલના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજપૂત સંકલન સમિતિ અને તેની સાથે રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી છે. આ બેઠક બાદ પ્રેસ-કોન્ફરન્સ કરી અગત્યની જાહેરાત અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે.

રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ-દીકરીઓને લઈ અણછાજતી ટિપ્પણી કરી હતી

ભાજપના લોકસભાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ-દીકરીઓને લઈ અણછાજતી ટિપ્પણી કરી હતી, જેને લઈ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ વિરોધ થઈ રહ્યો છે. રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ 19મી એપ્રિલ સુધીમાં રૂપાલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચે તેવું અલ્ટિમેટમ આપ્યું હતું. જો 19મીના બપોરે 3 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાનું જાહેર નહિ કરાય તો સંકલન સમિતિની 19મી એપ્રિલના શુક્રવારે બપોરે ચાર વાગ્યે બેઠક મળશે, જેમાં આંદોલન પાર્ટ-2ની જાહેરાત કરાશે અને ભાજપનો બહિષ્કાર કરવા, ઠેર ઠેર વિરોધ કરવા સહિતના નિર્ણય લેવામાં આવશે.


ગામોમાં પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના બેનર લગાવવામાં આવશે

રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાનોની શહેરના ગોતા ખાતે મહત્ત્વની બેઠક યોજાવાની છે, જેમાં હવે પછી શું તેને લઈને નિર્ણયો લેવાશે. સંકલન સમિતિના સૂત્રો કહે છે કે, જો ઉમેદવારી નહિ ખેંચાય તો આંદોલનનો બીજો તબક્કો શરૂ થશે, જેમાં ભાજપનો સ્પષ્ટ બહિષ્કાર કરાશે. એટલું જ નહીં પરંતુ ભાજપની સભાઓ, કાર્યક્રમ થશે ત્યાં કાળા વાવટા ફરકાવી શાંતિપૂર્વક ભાજપના કાર્યક્રમનો વિરોધ કરવાનું આ બેઠકમાં નક્કી કરાશે. ગામોમાં પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના બેનર લગાવવામાં આવશે.


ક્ષત્રિય સમાજની મહિલાઓ નહી ભરે ઉમેદવારી ફોર્મ

અમે લોકસભા ચૂંટણી માટે ભરવા માટે 200 ફોર્મ ઉપાડેલા હતા. મહાસંમેલન થયુ ત્યાં સુધીમાં 50 ટકાનું ડોક્યુમેન્ટેશન, ફંડ અમે ક્લિયર કરી નાંખ્યુ હતુ. અમે નામાંકન ભરવા માટે તૈયારીઓ કરી લીધી હતી. પરંતુ પરેશભાઇ (કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણી) અમારું પીઠબળ બની ગયા છે. ત્યારે અમે અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા. કારણ કે, આ વસ્તુ ક્યાંક ને ક્યાંક છે કે, તે લોકો સમાજમાં વિગ્રહ કરવા માંગે છે. પરંતુ અમારા ક્ષત્રિય સમાજનો કિંમતી મત ભાજપ સરકાર નથી સમજી રહી પરંતુ જે સમજી રહ્યુ છે તેમને આપવા માંગીએ છીએ.