Ahmedabad:પશ્ચીમમાં બે બેલેટ યુનિટ મુકાશે બારડોલીમાં માત્ર ત્રણ ઉમેદવારો વચ્ચે જંગ

લોકસભાની 25 બેઠકો માટે 265 ઉમેદવારો433માંથી ECIએ 328 ઉમેદવારોને ચૂંટણી લડવા મંજૂરી આપી, 63 પાણીમાં બેઠા 12 બેઠકોમાં 19 મહિલાઓની ઉમેદવારી, બનાસકાંઠે બે બહેનો વચ્ચે ટક્કર ઉમેદવારી પાછી ખેંચાયા બાદ 18મી લોકસભાની રચના માટે યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થયુ છે. સુરતમાં એક સાથે આઠે દાવેદારી પાછી ખેંચી લેતા ભાજપના ઉમેદવારને બિનહરિફ પ્રમાણપત્ર ઈસ્યુ કરી દેવાયુ છે. સાથે બાકીના 25 મતક્ષેત્રોમાં કુલ 265 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે તે નક્કી છે. ભારતના ચૂંટણી પંચ- ECIએ જાહેર કરેલી વિગતો મુજબ 25 લોકસભા ક્ષેત્રોમાં ફોર્મ પરત ખેંચાયા અમદાવાદ પશ્ચીમમાં સૌથી વધુ અર્થાત 18 ઉમેદવારો ચૂંટણી લડવા માટે અધિકૃત થતા સાતમી મેને મંગળવારે મતદાન વેળાએ બે બેલેટ યુનિટ- BU મુકવા પડશે. જ્યારે બારડોલી મતક્ષેત્રમાં સૌથી ઓછા ત્રણ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. ચૂંટણીમાં ઉમેદવારીને તબક્કે ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પર કુલ 433 ઉમેદવારોએ 658 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ગત સપ્તાહના શનિવારે ફોર્મ ચકાસણી પ્રક્રિયામાં 433માંથી 328 ઉમેદવારોને ECIએ ચૂંટણી લડવા માન્યતા આપી હતી. સોમવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આ માન્ય ઠેરવાયેલા ઉમેદવારોમાંથી 63 પાણીમાં બેસી જતા અર્થાત દાવેદારી પાછી ખેંચી લેતા હવે 265 ઉમેદવારો ચૂંટણીના મેદાને રહ્યા છે. જેમના માટે 7મી મેના રોજ મતદાન યોજાશે. સુરતના બિનહરીફ સાથે કુલ 266માંથી 247 પુરુષ અને 19 મહિલા ઉમેદવારો છે. બનાસકાંઠે ભાજપ અને કોંગ્રેસમાં આમને સામને મહિલા ઉપરાંત કુલ 25માંથી 12 લોકસભા મતક્ષેત્રોમાં મહિલા ઉમેદવારો ચૂંટણીના મેદાને છે. ઉલ્લેખનીય છે કે, દાવેદારી ખેંચવાના નામે સોમવારે સુરતમાં એક તરફ હાઈવોલ્ટ્રેજ ડ્રામા ચાલતો હતો ત્યાં કચ્છ, મહેસાણા, પોરબંદર, ભાવનગર, અમરેલી, ખેડા, આણંદ, અમરેલી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડ એમ કુલ 11 બેઠકોમાં એક પણ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું નહોતું ! મહિલા અનામત અમલનો સૌથી વધુ લાભ ઉ.ગુજરાતને થશે 17મી લોકસભાની ટર્મ પૂર્ણ થાય તે પહેલા સંસદના બંને ગૃહોએ જનપ્રતિનિધિત્વ કાયદામાં સુધારો કરીને વિધાનસભા અને લોકસભામાં 33 ટકા મહિલા અનામતનો નિર્ણય કર્યો હતો. હાલમાં 18મી લોકસભાની રચના માટે ચૂંટણી છે. સંભવતઃ 19મી લોકસભાની ચૂંટણી વખતે 33 ટકા મહિલા અનામત અમલમાં આવશે તેમ મનાય છે. આ સ્થિતિમાં કચ્છ અને ઉ. ગુજરાતને સૌથી વધુ સફળ મહિલા નેતૃત્વનો લાભ મળી શકે છે. ગુજરાતમાં 26માંથી 12 લોકસભા બેઠકો ઉપર 19થી વધુ મહિલાઓ ચૂંટણીના મેદાને છે. જેમાં કચ્છ, બનાસકાંઠા અને ભાવનગરમાં બેે, સાબરકાંઠા અને ગાંધીનગરમાં ત્રણ- ત્રણ મહિલા છે. બનાસકાંઠામાં તો ભાજપ- કોંગ્રેસ એમ બંને પક્ષે મહિલા ઉમેદવારો છે. એથી આ મતક્ષેત્રોમાંથી ભવિષ્યમાં મહિલાઓનું સબળ અને સફળ નેતૃત્વ તૈયાર થાય તો નવાઈ નહી વાઘોડિયામાં ભાજપ- કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર, વિજાપુરમાં રામાયણ પાંચ વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણીમાં વાઘોડિયા મતમક્ષેત્રમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થશે. જ્યારે વિજાપુરમાં સૌથી વધુ અને તેમાંય બંને પક્ષોમાંથી બળવાબાજી કરીને અપક્ષ દાવેદારી કરનારા ઉમેદવારો હોવાથી ચૂંટણી જામશે એમ મનાય છે. ઉલ્લેખનિય છે કે, પાંચેય બેઠકો ઉપર કુલ 37 ઉમેદવારોએ 58 જેટલા ફોર્મ ભર્યા હતા. જેમાંથી ચકાસણીને અંતે 27 ઉમેદવારો માન્ય ઠર્યા હતા અને દાવેદારી પાછી ખેંચવાની પ્રક્રિયાને અંતે કુલ 24 ઉમેદવારો ચૂંટણીના મેદાને છે.

Ahmedabad:પશ્ચીમમાં બે બેલેટ યુનિટ મુકાશે બારડોલીમાં માત્ર ત્રણ ઉમેદવારો વચ્ચે જંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભાની 25 બેઠકો માટે 265 ઉમેદવારો
  • 433માંથી ECIએ 328 ઉમેદવારોને ચૂંટણી લડવા મંજૂરી આપી, 63 પાણીમાં બેઠા
  • 12 બેઠકોમાં 19 મહિલાઓની ઉમેદવારી, બનાસકાંઠે બે બહેનો વચ્ચે ટક્કર

ઉમેદવારી પાછી ખેંચાયા બાદ 18મી લોકસભાની રચના માટે યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થયુ છે. સુરતમાં એક સાથે આઠે દાવેદારી પાછી ખેંચી લેતા ભાજપના ઉમેદવારને બિનહરિફ પ્રમાણપત્ર ઈસ્યુ કરી દેવાયુ છે. સાથે બાકીના 25 મતક્ષેત્રોમાં કુલ 265 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે તે નક્કી છે. ભારતના ચૂંટણી પંચ- ECIએ જાહેર કરેલી વિગતો મુજબ 25 લોકસભા ક્ષેત્રોમાં ફોર્મ પરત ખેંચાયા અમદાવાદ પશ્ચીમમાં સૌથી વધુ અર્થાત 18 ઉમેદવારો ચૂંટણી લડવા માટે અધિકૃત થતા સાતમી મેને મંગળવારે મતદાન વેળાએ બે બેલેટ યુનિટ- BU મુકવા પડશે. જ્યારે બારડોલી મતક્ષેત્રમાં સૌથી ઓછા ત્રણ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે.

ચૂંટણીમાં ઉમેદવારીને તબક્કે ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પર કુલ 433 ઉમેદવારોએ 658 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ગત સપ્તાહના શનિવારે ફોર્મ ચકાસણી પ્રક્રિયામાં 433માંથી 328 ઉમેદવારોને ECIએ ચૂંટણી લડવા માન્યતા આપી હતી. સોમવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આ માન્ય ઠેરવાયેલા ઉમેદવારોમાંથી 63 પાણીમાં બેસી જતા અર્થાત દાવેદારી પાછી ખેંચી લેતા હવે 265 ઉમેદવારો ચૂંટણીના મેદાને રહ્યા છે. જેમના માટે 7મી મેના રોજ મતદાન યોજાશે. સુરતના બિનહરીફ સાથે કુલ 266માંથી 247 પુરુષ અને 19 મહિલા ઉમેદવારો છે. બનાસકાંઠે ભાજપ અને કોંગ્રેસમાં આમને સામને મહિલા ઉપરાંત કુલ 25માંથી 12 લોકસભા મતક્ષેત્રોમાં મહિલા ઉમેદવારો ચૂંટણીના મેદાને છે.

ઉલ્લેખનીય છે કે, દાવેદારી ખેંચવાના નામે સોમવારે સુરતમાં એક તરફ હાઈવોલ્ટ્રેજ ડ્રામા ચાલતો હતો ત્યાં કચ્છ, મહેસાણા, પોરબંદર, ભાવનગર, અમરેલી, ખેડા, આણંદ, અમરેલી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડ એમ કુલ 11 બેઠકોમાં એક પણ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું નહોતું !

મહિલા અનામત અમલનો સૌથી વધુ લાભ ઉ.ગુજરાતને થશે

17મી લોકસભાની ટર્મ પૂર્ણ થાય તે પહેલા સંસદના બંને ગૃહોએ જનપ્રતિનિધિત્વ કાયદામાં સુધારો કરીને વિધાનસભા અને લોકસભામાં 33 ટકા મહિલા અનામતનો નિર્ણય કર્યો હતો. હાલમાં 18મી લોકસભાની રચના માટે ચૂંટણી છે. સંભવતઃ 19મી લોકસભાની ચૂંટણી વખતે 33 ટકા મહિલા અનામત અમલમાં આવશે તેમ મનાય છે. આ સ્થિતિમાં કચ્છ અને ઉ. ગુજરાતને સૌથી વધુ સફળ મહિલા નેતૃત્વનો લાભ મળી શકે છે. ગુજરાતમાં 26માંથી 12 લોકસભા બેઠકો ઉપર 19થી વધુ મહિલાઓ ચૂંટણીના મેદાને છે. જેમાં કચ્છ, બનાસકાંઠા અને ભાવનગરમાં બેે, સાબરકાંઠા અને ગાંધીનગરમાં ત્રણ- ત્રણ મહિલા છે. બનાસકાંઠામાં તો ભાજપ- કોંગ્રેસ એમ બંને પક્ષે મહિલા ઉમેદવારો છે. એથી આ મતક્ષેત્રોમાંથી ભવિષ્યમાં મહિલાઓનું સબળ અને સફળ નેતૃત્વ તૈયાર થાય તો નવાઈ નહી

વાઘોડિયામાં ભાજપ- કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર, વિજાપુરમાં રામાયણ

પાંચ વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણીમાં વાઘોડિયા મતમક્ષેત્રમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થશે. જ્યારે વિજાપુરમાં સૌથી વધુ અને તેમાંય બંને પક્ષોમાંથી બળવાબાજી કરીને અપક્ષ દાવેદારી કરનારા ઉમેદવારો હોવાથી ચૂંટણી જામશે એમ મનાય છે. ઉલ્લેખનિય છે કે, પાંચેય બેઠકો ઉપર કુલ 37 ઉમેદવારોએ 58 જેટલા ફોર્મ ભર્યા હતા. જેમાંથી ચકાસણીને અંતે 27 ઉમેદવારો માન્ય ઠર્યા હતા અને દાવેદારી પાછી ખેંચવાની પ્રક્રિયાને અંતે કુલ 24 ઉમેદવારો ચૂંટણીના મેદાને છે.