Rajkot અગ્નિકાંડ કેસમાં ગેમઝોનનો માલિક અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ સરેન્ડર થયો

આરોપી અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ થયો હાજર ગેમઝોનની જમીન માલિક છે અશોકસિંહ જાડેજા આરોપી અશોકસિંહ જાડેજાનું મેડિકલ ચેકઅપ કરાયું TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ફરાર આરોપી અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થયો છે. અશોકસિંહ જાડેજા જમીનનો માલિક છે. ગેમઝોનની ફરિયાદ નોંધાયા બાદ તે ફરાર હતો. પોલીસ સમક્ષ રજૂ થતા પોલીસે સત્તાવાર ધરપકડ કરી.આરોપી અશોકસિંહ જાડેજા પ્રજ્ઞા ચક્ષુ હોવાનું સામે આવ્યું છે. આટલા દિવસ આરોપી કયા રહ્યો તે દિશામાં તપાસ રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં જે આગ લાગી હતી અને તેમાં જમીનના મૂળ માલિક અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થયો છે.અશોકસિંહ જાડેજાની વાત કરવામાં આવે તો તે પૂરુ સાંભળી પણ શકતો નથી અને તે પ્રજ્ઞાચક્ષુ છે.તો પોલીસે આરોપીનુ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયું છે.પ્રજ્ઞા ચક્ષુ અશોકસિંહ અગ્નિકાંડમાં આટલા દિવસ વિતવા છતાં કયાં રહ્યો તે સવાલ પોલીસને મૂંઝવી રહ્યો છે. એસઆઈટીએ 90થી વધુ લોકોના નિવેદન નોંધ્યા જ્યારે આ દુર્ઘટનાની તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટીએ આ ઘટનાની તલ સ્પર્શી તપાસ માટે 90 થી પણ વધુ લોકોના નિવેદન નોંધ્યા છે. જેમાં કોર્પોરેશનના એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ ડીપાર્ટમેન્ટના કર્મચારીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત એસઆઇટીએ ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની પણ ઊલટ તપાસ કરી છે. સરકારે નવા નિયમો જાહેર કર્યા ગુજરાતમાં કેટલાક વર્ષોથી કોઇ મોટી ઘટના બન્યા પછી તંત્રની પોલ ખૂલ્યા બાદ જાગતી સરકાર આવી ઘટનાઓ નિવારવા અને જવાબદારો સામે પગલા ભરી શકાય તેવી નિયમો અને ઝૂંબેશો હાથ ધરતી રહી છે. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ કોરોના કાળમાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના પછી પણ ઝૂંબેશો અને નિયમો જાહેર કરાયાં હતા પરંતુ રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગતા હવે સરકારે મોડે મોડે પણ ગેમ ઝોન માટેના સૂચિત નિયમો જાહેર કર્યા છે.

Rajkot અગ્નિકાંડ કેસમાં ગેમઝોનનો માલિક અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ સરેન્ડર થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોપી અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ થયો હાજર
  • ગેમઝોનની જમીન માલિક છે અશોકસિંહ જાડેજા
  • આરોપી અશોકસિંહ જાડેજાનું મેડિકલ ચેકઅપ કરાયું

TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ફરાર આરોપી અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થયો છે. અશોકસિંહ જાડેજા જમીનનો માલિક છે. ગેમઝોનની ફરિયાદ નોંધાયા બાદ તે ફરાર હતો. પોલીસ સમક્ષ રજૂ થતા પોલીસે સત્તાવાર ધરપકડ કરી.આરોપી અશોકસિંહ જાડેજા પ્રજ્ઞા ચક્ષુ હોવાનું સામે આવ્યું છે.

આટલા દિવસ આરોપી કયા રહ્યો તે દિશામાં તપાસ

રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં જે આગ લાગી હતી અને તેમાં જમીનના મૂળ માલિક અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થયો છે.અશોકસિંહ જાડેજાની વાત કરવામાં આવે તો તે પૂરુ સાંભળી પણ શકતો નથી અને તે પ્રજ્ઞાચક્ષુ છે.તો પોલીસે આરોપીનુ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયું છે.પ્રજ્ઞા ચક્ષુ અશોકસિંહ અગ્નિકાંડમાં આટલા દિવસ વિતવા છતાં કયાં રહ્યો તે સવાલ પોલીસને મૂંઝવી રહ્યો છે.

એસઆઈટીએ 90થી વધુ લોકોના નિવેદન નોંધ્યા

જ્યારે આ દુર્ઘટનાની તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટીએ આ ઘટનાની તલ સ્પર્શી તપાસ માટે 90 થી પણ વધુ લોકોના નિવેદન નોંધ્યા છે. જેમાં કોર્પોરેશનના એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ ડીપાર્ટમેન્ટના કર્મચારીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત એસઆઇટીએ ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની પણ ઊલટ તપાસ કરી છે.

સરકારે નવા નિયમો જાહેર કર્યા

ગુજરાતમાં કેટલાક વર્ષોથી કોઇ મોટી ઘટના બન્યા પછી તંત્રની પોલ ખૂલ્યા બાદ જાગતી સરકાર આવી ઘટનાઓ નિવારવા અને જવાબદારો સામે પગલા ભરી શકાય તેવી નિયમો અને ઝૂંબેશો હાથ ધરતી રહી છે. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ કોરોના કાળમાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના પછી પણ ઝૂંબેશો અને નિયમો જાહેર કરાયાં હતા પરંતુ રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગતા હવે સરકારે મોડે મોડે પણ ગેમ ઝોન માટેના સૂચિત નિયમો જાહેર કર્યા છે.