Rajkot: રાજકોટથી ઈન્દોર જતી બસમાંથી પોલીસે 72 કિલો ચાંદી જપ્ત કરી

ઝાબુઆની પિટોલ ચેક્પોસ્ટ પર પોલીસે સઘન ચેકિંગચાંદીના દાગીના રાજકોટના વેપારીએ ઇન્દોરના વેપારી માટે મોકલ્યા હતા બે કલાકની જેહમત બાદ રૂપિયા 27.56 લાખ ઉપરાંત કિંમતની 72 કિલો ચાંદી મળી     લોકસભાની ચૂંટણી અનુલક્ષીને ગુજરાત મધ્યપ્રદેશ ઇન્ટીગ્રેટેડ સંયુક્ત પોસ્ટ ઉપર એફ્.એસ.ટી./એસ.એસ.ટી. તેમજ જીઝાબુવા પોલીસની સંયુક્ત ચેકિંગ દરમિયાન રાજકોટ થી ઇન્દોર તરફ્ જતી ખાનગી લક્ઝરી બસમાંથી રૂા. 27 લાખ ઉપરાંત કિંમતની 72 કિલો જેટલી ચાંદીના દાગીના ચેકિંગ કરનાર ટીમને મળી આવતા ઉપરાંત બનાવનાર ઝાબુવા પોલીસે લક્ઝરી બસના ચાલકના નિવેદનના આધારે ચાંદીના દાગીના જપ્ત કર્યા હોવાનું જાણવા મળે છે.     ગુજરાત મધ્યપ્રદેશને જોડતી પીટોલ ચેકપોસ્ટ ઉપર ગતરોજ ઝાબુઆ પોલીસ અધિક્ષક પદ્મવિલોપન શુક્લભ તેમજ કલેકટર નેહા મીણીના નિર્દેશનમાં એફ્.એસ.ટી./તેમજ સ્થાનિક પોલીસ દ્વારા અવર-જવર કરતા વાહનોની ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન રાત્રિના ત્રણ વાગ્યાના આસપાસ રાજકોટ થી આવતી અને ઇન્દોર તરફ્ જતી મહીસાગર લક્ઝરી બસને રોકી ચેકિંગ હાથ ધરતા લક્ઝરી બસની ડીકીમાં કંતાનના થેલા માંથી ચાંદીના દાગીના મળી આવતા ઉપરોક્ત ટીમો પણ ચોકી ઉઠી હતી ત્યારબાદ સંબંધીત વિભાગના અધિકારીઓને જાણ કરી તમામ મુદ્દામાલની ગણતરી કરતા આખરે બે કલાકની જેહમત બાદ રૂપિયા 27.56 લાખ ઉપરાંત કિંમતની 72 કિલો ચાંદી મળી આવતા પોલીસે લક્ઝરી બસના ચાલક અરશીભાઈ સવદાસ આહીર (રહે. જુનાગઢ) ની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ચાંદીના દાગીના રાજકોટ થી કોઈ વેપારીએ ઇન્દોરના કોઈ વેપારી માટે મોકલ્યા હતા. આ સંબંધે જાવા પોલીસ દ્વારા ઝાબુઆ બોલો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Rajkot: રાજકોટથી ઈન્દોર જતી બસમાંથી પોલીસે 72 કિલો ચાંદી જપ્ત કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઝાબુઆની પિટોલ ચેક્પોસ્ટ પર પોલીસે સઘન ચેકિંગ
  • ચાંદીના દાગીના રાજકોટના વેપારીએ ઇન્દોરના વેપારી માટે મોકલ્યા હતા
  • બે કલાકની જેહમત બાદ રૂપિયા 27.56 લાખ ઉપરાંત કિંમતની 72 કિલો ચાંદી મળી

    લોકસભાની ચૂંટણી અનુલક્ષીને ગુજરાત મધ્યપ્રદેશ ઇન્ટીગ્રેટેડ સંયુક્ત પોસ્ટ ઉપર એફ્.એસ.ટી./એસ.એસ.ટી. તેમજ જીઝાબુવા પોલીસની સંયુક્ત ચેકિંગ દરમિયાન રાજકોટ થી ઇન્દોર તરફ્ જતી ખાનગી લક્ઝરી બસમાંથી રૂા. 27 લાખ ઉપરાંત કિંમતની 72 કિલો જેટલી ચાંદીના દાગીના ચેકિંગ કરનાર ટીમને મળી આવતા ઉપરાંત બનાવનાર ઝાબુવા પોલીસે લક્ઝરી બસના ચાલકના નિવેદનના આધારે ચાંદીના દાગીના જપ્ત કર્યા હોવાનું જાણવા મળે છે.

    ગુજરાત મધ્યપ્રદેશને જોડતી પીટોલ ચેકપોસ્ટ ઉપર ગતરોજ ઝાબુઆ પોલીસ અધિક્ષક પદ્મવિલોપન શુક્લભ તેમજ કલેકટર નેહા મીણીના નિર્દેશનમાં એફ્.એસ.ટી./તેમજ સ્થાનિક પોલીસ દ્વારા અવર-જવર કરતા વાહનોની ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન રાત્રિના ત્રણ વાગ્યાના આસપાસ રાજકોટ થી આવતી અને ઇન્દોર તરફ્ જતી મહીસાગર લક્ઝરી બસને રોકી ચેકિંગ હાથ ધરતા લક્ઝરી બસની ડીકીમાં કંતાનના થેલા માંથી ચાંદીના દાગીના મળી આવતા ઉપરોક્ત ટીમો પણ ચોકી ઉઠી હતી ત્યારબાદ સંબંધીત વિભાગના અધિકારીઓને જાણ કરી તમામ મુદ્દામાલની ગણતરી કરતા આખરે બે કલાકની જેહમત બાદ રૂપિયા 27.56 લાખ ઉપરાંત કિંમતની 72 કિલો ચાંદી મળી આવતા પોલીસે લક્ઝરી બસના ચાલક અરશીભાઈ સવદાસ આહીર (રહે. જુનાગઢ) ની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ચાંદીના દાગીના રાજકોટ થી કોઈ વેપારીએ ઇન્દોરના કોઈ વેપારી માટે મોકલ્યા હતા. આ સંબંધે જાવા પોલીસ દ્વારા ઝાબુઆ બોલો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.