એરપોર્ટ પાવર હાઉસ પાછળથી ચોરી કરનાર આરોપી પોલીસની નજર ચૂકવીને ફરાર

Image Source: Freepikએરપોર્ટ પાવર હાઉસની પાછળ થી 3.16 લાખનું કોપર કેબલ નું ડ્રમ ચોરી જનાર આરોપી બીમારીનું બહાનું બતાવી હોસ્પિટલમાં સારવાર માટે પોલીસ સાથે ગયો હતો જ્યાંથી પોલીસની નજર ચૂકવીને તે ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છેસયાજી ટાઉનશિપ પાસે ઉપવનવેલા માં રહેતા રવિન્દ્ર સિંહ સરદાર સંતોક સિંહ વડોદરા એરપોર્ટ પર આસિસ્ટન્ટ જનરલ મેનેજર ઇલેક્ટ્રિકલમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવે છે. ગઈકાલે સવારે 9:00 વાગે તેઓ નોકરી પર આવ્યા હતા અને ચાર વાગ્યે ઓફિસથી ઘરે જતા રહ્યા હતા રાત્રે 8:00 વાગે ઓફિસમાં સિનિયર સુપરિટેન્ડેન્ટ ઇલેક્ટ્રિકલ તરીકે નોકરી કરતા બારીયા હરેશ બાબુ વારસિંગભાઈ એ ફોન કરીને તેઓને જણાવ્યું હતું કે કાર્તિક ચૌહાણ તથા ઋચિત પટેલ એક વ્યક્તિને 7:45 વાગે કેબલ કાપતો પકડી પાડ્યા છે અને પાવર હાઉસમાં લઈ આવ્યા છે. આસિસ્ટન્ટ જનરલ મેનેજર એ કોન્ટ્રાક્ટર જે કેજી ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ ની જાણ કરતાં તેના સુપરવાઇઝર વિકાસ પટેલ આવી ગયા હતા તેઓએ 100 નંબર પર કોલ કરતા પોલીસની ગાડી આવતા પકડાયેલા વ્યક્તિને પોલીસને સોંપી દીધો હતો. તેનું નામ રોહિત રમેશભાઈ ગોહિલ રહેવાસી રીફાઈનરી રોડ જવાહર નગર હોવાનું જણાઈ આવ્યું હતું.પકડાયેલા રોહિત ગોહિલે ગભરામણ તેમજ ઉલટી અને ચક્કર આવતા હોવાનું તથા માર માર્યા હોવાનું જણાવતા પોલીસ સ્ટેશનથી યાદી લખી તેને જમનાબાઈ હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જમનાભાઈ હોસ્પિટલમાંથી પોલીસની નજર ચૂકવીને તે ભાગી ગયો હતો. અગાઉ એરપોર્ટ પાવર હાઉસ ની પાછળ રનવેનો કોપર કેબલનું ડ્રમ ચોરી થઈ ગયું હતું. 3.16 લાખની કિંમતનું ડ્રમ  ચોરી બાબતે સીસીટીવી જોતા સાંજના સાતથી આઠ વાગ્યા દરમિયાન એક વ્યક્તિ ચોરી કરતા જણાયો હતો ત્યારબાદ સ્ટાફ પાસે વોચ રખાવતા ઉપરોક્ત પકડાયેલ વ્યક્તિ મળી આવ્યો હતો તેની પાસેથી મોબાઇલ તેમજ લોખંડ કેબલ નું કટર મળી આવ્યું હતું.

એરપોર્ટ પાવર હાઉસ પાછળથી ચોરી કરનાર આરોપી પોલીસની નજર ચૂકવીને ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Image Source: Freepik

એરપોર્ટ પાવર હાઉસની પાછળ થી 3.16 લાખનું કોપર કેબલ નું ડ્રમ ચોરી જનાર આરોપી બીમારીનું બહાનું બતાવી હોસ્પિટલમાં સારવાર માટે પોલીસ સાથે ગયો હતો જ્યાંથી પોલીસની નજર ચૂકવીને તે ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે

સયાજી ટાઉનશિપ પાસે ઉપવનવેલા માં રહેતા રવિન્દ્ર સિંહ સરદાર સંતોક સિંહ વડોદરા એરપોર્ટ પર આસિસ્ટન્ટ જનરલ મેનેજર ઇલેક્ટ્રિકલમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવે છે. ગઈકાલે સવારે 9:00 વાગે તેઓ નોકરી પર આવ્યા હતા અને ચાર વાગ્યે ઓફિસથી ઘરે જતા રહ્યા હતા રાત્રે 8:00 વાગે ઓફિસમાં સિનિયર સુપરિટેન્ડેન્ટ ઇલેક્ટ્રિકલ તરીકે નોકરી કરતા બારીયા હરેશ બાબુ વારસિંગભાઈ એ ફોન કરીને તેઓને જણાવ્યું હતું કે કાર્તિક ચૌહાણ તથા ઋચિત પટેલ એક વ્યક્તિને 7:45 વાગે કેબલ કાપતો પકડી પાડ્યા છે અને પાવર હાઉસમાં લઈ આવ્યા છે. આસિસ્ટન્ટ જનરલ મેનેજર એ કોન્ટ્રાક્ટર જે કેજી ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ ની જાણ કરતાં તેના સુપરવાઇઝર વિકાસ પટેલ આવી ગયા હતા તેઓએ 100 નંબર પર કોલ કરતા પોલીસની ગાડી આવતા પકડાયેલા વ્યક્તિને પોલીસને સોંપી દીધો હતો. તેનું નામ રોહિત રમેશભાઈ ગોહિલ રહેવાસી રીફાઈનરી રોડ જવાહર નગર હોવાનું જણાઈ આવ્યું હતું.

પકડાયેલા રોહિત ગોહિલે ગભરામણ તેમજ ઉલટી અને ચક્કર આવતા હોવાનું તથા માર માર્યા હોવાનું જણાવતા પોલીસ સ્ટેશનથી યાદી લખી તેને જમનાબાઈ હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જમનાભાઈ હોસ્પિટલમાંથી પોલીસની નજર ચૂકવીને તે ભાગી ગયો હતો. 

અગાઉ એરપોર્ટ પાવર હાઉસ ની પાછળ રનવેનો કોપર કેબલનું ડ્રમ ચોરી થઈ ગયું હતું. 3.16 લાખની કિંમતનું ડ્રમ  ચોરી બાબતે સીસીટીવી જોતા સાંજના સાતથી આઠ વાગ્યા દરમિયાન એક વ્યક્તિ ચોરી કરતા જણાયો હતો ત્યારબાદ સ્ટાફ પાસે વોચ રખાવતા ઉપરોક્ત પકડાયેલ વ્યક્તિ મળી આવ્યો હતો તેની પાસેથી મોબાઇલ તેમજ લોખંડ કેબલ નું કટર મળી આવ્યું હતું.