સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા વરસ્યા, 3 કલાકમાં 3 ઇંચ વરસાદ, રસ્તા બેટમાં ફેરવાઈ ગયા

Rain Update in Gujarat: ગુજરાતમાં ધીમા પગલે શરુ થયેલું ચોમાસું હવે જામી ગયું છે. અનેક વિસ્તારોમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. રાજ્યમાં પહેલા દક્ષિણ ગુજરાત ત્યાર બાદમાં ઉત્તર ગુજરાતને વરસાદે ઘમરોળ્યું હતું. ત્યારે હવે હવામાન ખાતાએ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મેઘરાજાએ સૌરાષ્ટ્ર પંથકના ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં સતત બે કલાક સુધી મનમૂકીને હેત વરસાવ્યું હતું.ગીર સોમનાથ, વેરાળવળ, રાજકોટ, કોડીનાર, તાલાકા, ગીર-ગઢતા અને સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 40 જેટલા તાલુકામાં વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.  જ્યારે કેટલાક તાલુકામાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. ગ્રામ્ય વિસ્તારો પણ મેઘમહેરથી ખેડૂતોમાં ખુશી લહેર જોવા મળી છે. વડોદરામાં 30 વર્ષની સરખામણીએ ચોમાસાની શરૂઆતમાં જ ઓછો વરસાદ નોંધાયોપ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથના કોડીનારમાં છેલ્લા 3 કલાકમાં 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના લીધે નદીઓ ભરતી વહેતી જોવા મળી છે. આજના વરસાદના આંકડા પર એક નજર કરીએ તો કોડીનારમાં 56 મીમી, સુત્રાપાડામાં 31 મીમી, પાટણ-વેરાવળમાં 22 મીમી અને તલાલામાં 17 મીમી, મેંદરડામાં 39 મીમી, ઈડરમાં 31 મીમી, મોરવા (હડફ)માં 29 મીમી, જુનાગઢ અને જુનાગઝ શહેરમાં 23 મીમી, દિયોદરમાં 20 મીમી વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.આગામી 3 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકમાં અમદાવાદ માં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ  ઉપરાંત, કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વલસાડ, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે વડોદરાથી એનડીઆરએફની ટીમો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. જેમાંથી 4 ટીમોને ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર અને નર્મદા જિલ્લામાં મોકલવામાં આવી છે. ઝાલાવાડમાં સાર્વત્રિક મેઘમહેર : ચુડા તાલુકામાં બે કલાકમાં 3.5 ઈંચ વરસાદમાછીમારોને દરિયો ન ખેડવા સૂચનાહવામાન વિભાગના જણાવ્યાનુસાર મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. જેમાં સાબરકાંઠા, છોટા ઉદેપુર, ભરૂચ, વડોદરા, બનાસકાંઠા, સુરત, ડાંગ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, જામનગર, પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે વરસાદનાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારમાં 40 કિમી પ્રતિકલાક કરતા વધારે ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.   આગામી 5 ગુજરાતમાં કેવો રહેશે માહોલરાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો કુલ 126 તાલુકમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધારે જૂનાગઢ જિલ્લાના વીસાવદરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં 16 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ જામતાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. ક્યાંક હવળા તો ક્યાંક મધ્યમ અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહીરાજ્યમાં આગામી વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં 35થી 45 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 'આગામી પાંચ દિવસોમાં વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે. 28મી જૂનથી પાંચમી જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ સુધી વરસાદ થવાની શક્યાઓ છે.'

સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા વરસ્યા, 3 કલાકમાં 3 ઇંચ વરસાદ, રસ્તા બેટમાં ફેરવાઈ ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

gujarat-Rain-Update

Rain Update in Gujarat: ગુજરાતમાં ધીમા પગલે શરુ થયેલું ચોમાસું હવે જામી ગયું છે. અનેક વિસ્તારોમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. રાજ્યમાં પહેલા દક્ષિણ ગુજરાત ત્યાર બાદમાં ઉત્તર ગુજરાતને વરસાદે ઘમરોળ્યું હતું. ત્યારે હવે હવામાન ખાતાએ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મેઘરાજાએ સૌરાષ્ટ્ર પંથકના ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં સતત બે કલાક સુધી મનમૂકીને હેત વરસાવ્યું હતું.

ગીર સોમનાથ, વેરાળવળ, રાજકોટ, કોડીનાર, તાલાકા, ગીર-ગઢતા અને સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 40 જેટલા તાલુકામાં વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.  જ્યારે કેટલાક તાલુકામાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. ગ્રામ્ય વિસ્તારો પણ મેઘમહેરથી ખેડૂતોમાં ખુશી લહેર જોવા મળી છે. 

વડોદરામાં 30 વર્ષની સરખામણીએ ચોમાસાની શરૂઆતમાં જ ઓછો વરસાદ નોંધાયો

પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથના કોડીનારમાં છેલ્લા 3 કલાકમાં 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના લીધે નદીઓ ભરતી વહેતી જોવા મળી છે. આજના વરસાદના આંકડા પર એક નજર કરીએ તો કોડીનારમાં 56 મીમી, સુત્રાપાડામાં 31 મીમી, પાટણ-વેરાવળમાં 22 મીમી અને તલાલામાં 17 મીમી, મેંદરડામાં 39 મીમી, ઈડરમાં 31 મીમી, મોરવા (હડફ)માં 29 મીમી, જુનાગઢ અને જુનાગઝ શહેરમાં 23 મીમી, દિયોદરમાં 20 મીમી વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.

આગામી 3 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકમાં અમદાવાદ માં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ  ઉપરાંત, કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વલસાડ, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે વડોદરાથી એનડીઆરએફની ટીમો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. જેમાંથી 4 ટીમોને ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર અને નર્મદા જિલ્લામાં મોકલવામાં આવી છે. 

ઝાલાવાડમાં સાર્વત્રિક મેઘમહેર : ચુડા તાલુકામાં બે કલાકમાં 3.5 ઈંચ વરસાદ

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગના જણાવ્યાનુસાર મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. જેમાં સાબરકાંઠા, છોટા ઉદેપુર, ભરૂચ, વડોદરા, બનાસકાંઠા, સુરત, ડાંગ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, જામનગર, પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે વરસાદનાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારમાં 40 કિમી પ્રતિકલાક કરતા વધારે ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.   

આગામી 5 ગુજરાતમાં કેવો રહેશે માહોલ

રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો કુલ 126 તાલુકમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધારે જૂનાગઢ જિલ્લાના વીસાવદરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં 16 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ જામતાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. ક્યાંક હવળા તો ક્યાંક મધ્યમ અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

મધ્ય ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં 35થી 45 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

અંબાલાલ પટેલની આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 'આગામી પાંચ દિવસોમાં વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે. 28મી જૂનથી પાંચમી જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ સુધી વરસાદ થવાની શક્યાઓ છે.'