રાજકોટ નાગરિક સહકારી બેન્કને 43.30 લાખની પેનલ્ટી ફટકારાઈ

રિઝર્વ બેન્કના નિયમ વિરૂધ્ધ ડાયરેક્ટરોની પેઢીને લોનની લ્હાણી  : લોન  દેવામાં, સંસ્થાઓના બચત ખાતા ખોલવામાં, ડિપોઝીટ ખાતા જાળવવામાં નિયમો નેવે મુક્યાનું ખુલતા રિઝર્વ બેન્કનું આકરૂ પગલુ રાજકોટ, : રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા અનેકવિધ અનિયમિતતા,નિયમભંગ બદલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સહકારી બેન્કોના ઈતિહાસમાં સૌથી મોટી કહેવાય રૂ।. 43.30 લાખની પેનલ્ટી ફટકારી છે. આર.બી.આઈ.ના ચીફ જનરલ મેનેજરે જારી કરેલી વિગત મૂજબ તા. 31-3-2022 ના રાજકોટની નાગરિક બેન્કની તપાસ કરવામાં આવી હતી અને તેમાં જે ફાઈન્ડીગ હતા તેના આધારે આ પગલુ લેવાયું છે. શહેરની સૌથી મોટી ગણાતી નાગરિક સહકારી બેન્ક દ્વારા બેન્કના ડાયરેક્ટરોના સગાસંબંધીઓની પેઢીઓ કે જેમાં તેઓનું હિત હતું તેમને લોનની ખેરાત કરવામાં, ઉપરાંત કેટલીક સંસ્થાઓના બચત ખાતા ખોલવા પર પ્રતિબંધ મુકવાના આદેશોનો ભંગ કરવા બદલ તથા ડિપોઝીટ ખાતાઓ ચલાવવામાં નિયમભંગ બદલ રિઝર્વ બેન્કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ-1949ની ક.47A (1)(સી) તથા તેની સાથે 46(4)1 અને 56  હેઠળ આ પગલુ લેવાયું છે. બેન્કની તપાસ બાદ નોટિસ ફટકારીને જવાબ પણ માંગવામાં આવ્યો હતો જેના અધ્યયન બાદ ત્રણ ક્ષતિઓ આચર્યાનું સ્પષ્ટ થયું હતુ જેમાં (1) ડાયરેક્ટરોનું હિત સંકળાયેલું હોય તેવી પેઢીને લોન આપવી (2) પાત્રતા નહીં ધરાવનારાના બેન્ક ખાતા ખોલવા અને (3) કેટલાક ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં રાખવા બદલ પેનલ્ટી લેવા અંગે. જે અન્વયે આ પગલુ લેવાયું છે. ઉલ્લેખનીય છે કે બેન્કને હજુ ગત વર્ષે જ રૂ।. 13 લાખની પેનલ્ટી ફટકારાઈ હતી અને હવે રૂ।. 43.30 લાખની મોટી રકમની પેનલ્ટી ફટકારવામાં આવતા સહકારી ક્ષેત્રમાં ભારે ચકચાર જાગી છે. 

રાજકોટ નાગરિક સહકારી બેન્કને 43.30 લાખની પેનલ્ટી ફટકારાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


રિઝર્વ બેન્કના નિયમ વિરૂધ્ધ ડાયરેક્ટરોની પેઢીને લોનની લ્હાણી  : લોન  દેવામાં, સંસ્થાઓના બચત ખાતા ખોલવામાં, ડિપોઝીટ ખાતા જાળવવામાં નિયમો નેવે મુક્યાનું ખુલતા રિઝર્વ બેન્કનું આકરૂ પગલુ 

રાજકોટ, : રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા અનેકવિધ અનિયમિતતા,નિયમભંગ બદલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સહકારી બેન્કોના ઈતિહાસમાં સૌથી મોટી કહેવાય રૂ।. 43.30 લાખની પેનલ્ટી ફટકારી છે. આર.બી.આઈ.ના ચીફ જનરલ મેનેજરે જારી કરેલી વિગત મૂજબ તા. 31-3-2022 ના રાજકોટની નાગરિક બેન્કની તપાસ કરવામાં આવી હતી અને તેમાં જે ફાઈન્ડીગ હતા તેના આધારે આ પગલુ લેવાયું છે. 

શહેરની સૌથી મોટી ગણાતી નાગરિક સહકારી બેન્ક દ્વારા બેન્કના ડાયરેક્ટરોના સગાસંબંધીઓની પેઢીઓ કે જેમાં તેઓનું હિત હતું તેમને લોનની ખેરાત કરવામાં, ઉપરાંત કેટલીક સંસ્થાઓના બચત ખાતા ખોલવા પર પ્રતિબંધ મુકવાના આદેશોનો ભંગ કરવા બદલ તથા ડિપોઝીટ ખાતાઓ ચલાવવામાં નિયમભંગ બદલ રિઝર્વ બેન્કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ-1949ની ક.47A (1)(સી) તથા તેની સાથે 46(4)1 અને 56  હેઠળ આ પગલુ લેવાયું છે. 

બેન્કની તપાસ બાદ નોટિસ ફટકારીને જવાબ પણ માંગવામાં આવ્યો હતો જેના અધ્યયન બાદ ત્રણ ક્ષતિઓ આચર્યાનું સ્પષ્ટ થયું હતુ જેમાં (1) ડાયરેક્ટરોનું હિત સંકળાયેલું હોય તેવી પેઢીને લોન આપવી (2) પાત્રતા નહીં ધરાવનારાના બેન્ક ખાતા ખોલવા અને (3) કેટલાક ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં રાખવા બદલ પેનલ્ટી લેવા અંગે. જે અન્વયે આ પગલુ લેવાયું છે. ઉલ્લેખનીય છે કે બેન્કને હજુ ગત વર્ષે જ રૂ।. 13 લાખની પેનલ્ટી ફટકારાઈ હતી અને હવે રૂ।. 43.30 લાખની મોટી રકમની પેનલ્ટી ફટકારવામાં આવતા સહકારી ક્ષેત્રમાં ભારે ચકચાર જાગી છે.