વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું, આજે સેમી કંડક્ટર ચિપ્સની સ્પર્ધા ચાલી છે

તાજેતરમાં જ ભારતે સેમી કન્ડક્ટર માટે MOU કર્યા: વિદેશ મંત્રી ‘ધોલેરામાં સેમી કન્ડક્ટર ચીપ માટે પ્લાન્ટ સ્થાપવામાં આવશે’ ભારતીયોને બહાર કાઢવા યુક્રેનના પાડોશી દેશની મળી મદદ’ લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે આ વચ્ચે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયંશકર ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે. આ દરમિયાન એસ. જયશંકરે રાજકોટમાં જણાવ્યું કે, આજે સેમી કન્ડક્ટર ચિપ્સની સ્પર્ધા ચાલી રહી છે. તાજેતરમાં જ ચિપ્સની ફેક્ટરી ગુજરાતમાં ધોલેરામાં બનશે. 104 વિશ્વ વિદ્યાલયના ઇજનેરી કોર્સમાં પરિવર્તન લાવશે. 50 હજાર ઇજનેર સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝમાં હશે. રાજકોટ ખાતે વિદેશ પ્રધાને સેમી કન્ડક્ટરથી વિવિધ મુદ્દા ભારત ભાગ્ય વિધાતા કાર્યક્રમમાં વાત કરતાં જણાવ્યું કે, ભારત માટે દુનિયાના દરવાજા ખોલવા એ દેશની વિદેશનીતિ, ભારતને UN સિક્યોરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ જરૂર મળશે. જેના માટે પ્રયત્ન કરવામાં આવશે.પોલેન્ડના લોકો જામ સાહેબને ભૂલ્યા નથી આ સાથે જ તેમણે કહ્યું કે, આજે ભારતની છબી તે કક્ષા સુધી પહોંચી છે તેનું કારણ ભારતીયો બહાર વસવાટ કરે છે, તેઓનું પણ યોગદાન છે. આજે પણ 2022માં યુક્રેનમાં યુદ્ધ થયું ત્યારે 20 હજાર વિદ્યાર્થીઓને લાવવા ઓપરેશન ગંગા થયું. પોલેન્ડથી વિદ્યાર્થીઓ નીકળ્યા, તમામ મંત્રીને જ્યાં વિદ્યાર્થીઓ હતા ત્યાં મોકલ્યા. પોલેન્ડ અને રોમાનીયા મારફતે વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે. દ્વિતીય વિશ્વયુદ્ધમાં પોલેન્ડના લોકોને જામ સાહેબે ઉતારો આપ્યો અને પોલેન્ડના લોકો હજુ પણ જામ સાહેબનો ઋણ ભૂલ્યા નથી.ગ્રોથમાં ભારતે પ્રગતિ કરી છે લોકોને રાશન આપવા અંગે જયશંકરે કહ્યું કે, ભારતમાં કોરોના બાદ પણ 7 ટકા ગ્રોથ છે. સરકારની તમામ યોજના લાભદાયી છે. 1 કરોડને વંદે ભારતનો લાભ મળ્યો. અન્ન યોજનાના 80 કરોડ તો મુદ્રા લોનના 42 કરોડ લાભાર્થી છે. આવાસ મેળવનારા 10 વર્ષમાં 20 કરોડ, ઉજ્જ્વલા યોજનામાં 90 કરોડ લાભાર્થીઓ છે, આ પરિવર્તન છે. તેમણે જણાવ્યું હતું કે, હું 50 દેશ ફર્યો છું, રાશનની 2 ટેક્નોલોજી, એક અન્ન યોજના અને બીજા નરેન્દ્ર મોદી છે.ભારતની વિશ્વમાં ઓળખ મળી વધુમાં તેમણે જણાવ્યું કે, ભારતનું ઉદાહરણ અન્ય દેશો આપે છે. તાન્ઝાનિયા ગયો ત્યારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા. આજે ત્યાંનાં 26 શહેરોમાં ભારતના કારણે પાણી પહોચ્યું. દક્ષિણ આફ્રિકામાં નરેન્દ્ર મોદી સાથે હતો ત્યારે ત્યાંના રાષ્ટ્રપતિને મોદીનું આકર્ષણ જોવા મળ્યું. ભારત અન્ય દેશો માટે પ્રેરણારૂપ છે. યુક્રેન યુદ્ધ વખતે 90 ફ્લાઇટ દોડાવી. નેપાળનો ભૂકંપ, યમનમાં યુદ્ધ, ગાઝા, અફઘાનિસ્તાનમાં યુદ્ધ વખતે તેઓ ભારતની શરણમાં આવ્યા. ભારતીયો વિદેશમાં હોય તો પણ તેઓને દેશ મદદરૂપ થાય છે. ગુજરાતમાં જે ભૂકંપ આવ્યો ત્યારથી મોદીને આપાતકાલીન પરિસ્થિતિમાં ફોર્સ બનાવવાનો વિચાર આવ્યો.

વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું, આજે સેમી કંડક્ટર ચિપ્સની સ્પર્ધા ચાલી છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તાજેતરમાં જ ભારતે સેમી કન્ડક્ટર માટે MOU કર્યા: વિદેશ મંત્રી
  • ‘ધોલેરામાં સેમી કન્ડક્ટર ચીપ માટે પ્લાન્ટ સ્થાપવામાં આવશે’
  • ભારતીયોને બહાર કાઢવા યુક્રેનના પાડોશી દેશની મળી મદદ’

લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે આ વચ્ચે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયંશકર ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે. આ દરમિયાન એસ. જયશંકરે રાજકોટમાં જણાવ્યું કે, આજે સેમી કન્ડક્ટર ચિપ્સની સ્પર્ધા ચાલી રહી છે. તાજેતરમાં જ ચિપ્સની ફેક્ટરી ગુજરાતમાં ધોલેરામાં બનશે. 104 વિશ્વ વિદ્યાલયના ઇજનેરી કોર્સમાં પરિવર્તન લાવશે. 50 હજાર ઇજનેર સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝમાં હશે.

રાજકોટ ખાતે વિદેશ પ્રધાને સેમી કન્ડક્ટરથી વિવિધ મુદ્દા ભારત ભાગ્ય વિધાતા કાર્યક્રમમાં વાત કરતાં જણાવ્યું કે, ભારત માટે દુનિયાના દરવાજા ખોલવા એ દેશની વિદેશનીતિ, ભારતને UN સિક્યોરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ જરૂર મળશે. જેના માટે પ્રયત્ન કરવામાં આવશે.

પોલેન્ડના લોકો જામ સાહેબને ભૂલ્યા નથી

આ સાથે જ તેમણે કહ્યું કે, આજે ભારતની છબી તે કક્ષા સુધી પહોંચી છે તેનું કારણ ભારતીયો બહાર વસવાટ કરે છે, તેઓનું પણ યોગદાન છે. આજે પણ 2022માં યુક્રેનમાં યુદ્ધ થયું ત્યારે 20 હજાર વિદ્યાર્થીઓને લાવવા ઓપરેશન ગંગા થયું. પોલેન્ડથી વિદ્યાર્થીઓ નીકળ્યા, તમામ મંત્રીને જ્યાં વિદ્યાર્થીઓ હતા ત્યાં મોકલ્યા. પોલેન્ડ અને રોમાનીયા મારફતે વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે. દ્વિતીય વિશ્વયુદ્ધમાં પોલેન્ડના લોકોને જામ સાહેબે ઉતારો આપ્યો અને પોલેન્ડના લોકો હજુ પણ જામ સાહેબનો ઋણ ભૂલ્યા નથી.

ગ્રોથમાં ભારતે પ્રગતિ કરી છે

લોકોને રાશન આપવા અંગે જયશંકરે કહ્યું કે, ભારતમાં કોરોના બાદ પણ 7 ટકા ગ્રોથ છે. સરકારની તમામ યોજના લાભદાયી છે. 1 કરોડને વંદે ભારતનો લાભ મળ્યો. અન્ન યોજનાના 80 કરોડ તો મુદ્રા લોનના 42 કરોડ લાભાર્થી છે. આવાસ મેળવનારા 10 વર્ષમાં 20 કરોડ, ઉજ્જ્વલા યોજનામાં 90 કરોડ લાભાર્થીઓ છે, આ પરિવર્તન છે. તેમણે જણાવ્યું હતું કે, હું 50 દેશ ફર્યો છું, રાશનની 2 ટેક્નોલોજી, એક અન્ન યોજના અને બીજા નરેન્દ્ર મોદી છે.

ભારતની વિશ્વમાં ઓળખ મળી

વધુમાં તેમણે જણાવ્યું કે, ભારતનું ઉદાહરણ અન્ય દેશો આપે છે. તાન્ઝાનિયા ગયો ત્યારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા. આજે ત્યાંનાં 26 શહેરોમાં ભારતના કારણે પાણી પહોચ્યું. દક્ષિણ આફ્રિકામાં નરેન્દ્ર મોદી સાથે હતો ત્યારે ત્યાંના રાષ્ટ્રપતિને મોદીનું આકર્ષણ જોવા મળ્યું. ભારત અન્ય દેશો માટે પ્રેરણારૂપ છે. યુક્રેન યુદ્ધ વખતે 90 ફ્લાઇટ દોડાવી. નેપાળનો ભૂકંપ, યમનમાં યુદ્ધ, ગાઝા, અફઘાનિસ્તાનમાં યુદ્ધ વખતે તેઓ ભારતની શરણમાં આવ્યા. ભારતીયો વિદેશમાં હોય તો પણ તેઓને દેશ મદદરૂપ થાય છે. ગુજરાતમાં જે ભૂકંપ આવ્યો ત્યારથી મોદીને આપાતકાલીન પરિસ્થિતિમાં ફોર્સ બનાવવાનો વિચાર આવ્યો.