કારમાંથી દારૂની 322 બોટલો સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો

જામનગરના ખીજડિયા બાયપાસ પાસેથી અન્ય દરોડામાં બનાસકાંઠાથી કાર મારફતે લઇ આવેલ દારૂની ૨૨૮ બોટલો સાથે જામનગરના શખ્સની અટકજામનગર:  જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ખીજડિયા બાયપાસ પાસેથી કારમાંથી દારૂની  ૩૨૨ બોટલો  સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે જામનગરમાં ઇંગ્લિશ દારૂની ૨૨૮ બોટલો  સાથે જામનગરના એક શખ્સની અટકાયત કરાઇ છે.ખીજડિયા બાયપાસ પાસે બાતમીના આધારે એલસીબી સ્ટાફે વોચ ગોઠવી હતી.આ સમયે બલેનો કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે કારને આંતરી હતી. અને તેની તલાશી લેતા તેમાંથી રૂા.૧.૨૮ લાખની કિંમતની ૩૨૨ નંગ દારૂની બોટલો તથા ૭૨૦૦ની કિંમતના ૭૨ નંગ બીયરના ટીન મળી આવતા  કારચાલક ભૂપતસિંહ રાઠોડ (રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. જ્યારે દારૂનો જથ્થો રાજસ્થાનના સુરેશ શંકરભાઈ એ સપ્લાય કર્યો હોવા થી તેની સામે પણ ગુન્હો નોંધી તેની શોધ શરૂ કરી છે. જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા ગુમાનસિંહ ઉર્ફે ધનો તખુભા જાડેજા નામના શખ્સની કારમાંથી ૨૨૮ નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે અટકાયત કરી લઈ તેની સામે ગુનો નોંધ્યો છે.પોલીસ પૂછપરછ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામના કિરણ નામના એક શખ્સ પાસેથી દારૂ ન જથ્થો લઈને આવ્યો હોવાની કબુલાત આપતાં પોલીસે તેને ફરારી જાહેર કરી તપાસનો દોર થરાદ સુધી લંબાવ્યો છે.

કારમાંથી દારૂની 322 બોટલો સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જામનગરના ખીજડિયા બાયપાસ પાસેથી 

અન્ય દરોડામાં બનાસકાંઠાથી કાર મારફતે લઇ આવેલ દારૂની ૨૨૮ બોટલો સાથે જામનગરના શખ્સની અટક

જામનગર:  જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ખીજડિયા બાયપાસ પાસેથી કારમાંથી દારૂની  ૩૨૨ બોટલો  સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે જામનગરમાં ઇંગ્લિશ દારૂની ૨૨૮ બોટલો  સાથે જામનગરના એક શખ્સની અટકાયત કરાઇ છે.

ખીજડિયા બાયપાસ પાસે બાતમીના આધારે એલસીબી સ્ટાફે વોચ ગોઠવી હતી.આ સમયે બલેનો કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે કારને આંતરી હતી. અને તેની તલાશી લેતા તેમાંથી રૂા.૧.૨૮ લાખની કિંમતની ૩૨૨ નંગ દારૂની બોટલો તથા ૭૨૦૦ની કિંમતના ૭૨ નંગ બીયરના ટીન મળી આવતા  કારચાલક ભૂપતસિંહ રાઠોડ (રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. જ્યારે દારૂનો જથ્થો રાજસ્થાનના સુરેશ શંકરભાઈ એ સપ્લાય કર્યો હોવા થી તેની સામે પણ ગુન્હો નોંધી તેની શોધ શરૂ કરી છે.

 જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા ગુમાનસિંહ ઉર્ફે ધનો તખુભા જાડેજા નામના શખ્સની કારમાંથી ૨૨૮ નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે અટકાયત કરી લઈ તેની સામે ગુનો નોંધ્યો છે.પોલીસ પૂછપરછ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામના કિરણ નામના એક શખ્સ પાસેથી દારૂ ન જથ્થો લઈને આવ્યો હોવાની કબુલાત આપતાં પોલીસે તેને ફરારી જાહેર કરી તપાસનો દોર થરાદ સુધી લંબાવ્યો છે.