Gujarat Monsoon 2024: સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 101 તાલુકામાં વરસ્યો વરસાદ

સૌથી વધુ જામનગરના લાલપુરમાં અઢી ઈંચ વરસાદરાજ્યના 101 તાલુકામાં વરસાદ વરસ્યો રાજ્યના 15 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ રાજ્યમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગરના લાલપુરમાં નોંધાયો છે. લાલપુરમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે રાજ્યના 15 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે અને 85 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નાંદોદ, હાલોલ, ડભોઇમાં 1-1 ઇંચ વરસાદ સાથે અંકલેશ્વર, ખંભાળિયા, બરવાળામાં 1-1 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં 24 કલાકમાં 32 તાલુકામાં એકથી સાડા ત્રણ ઈંચ વરસાદ આવ્યો છે. જેમાં મેંદરડા તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ, ખંભાળીયામાં ત્રણ ઈંચ વરસાદ તથા સંખેડામાં અઢી ઈંચ વરસાદ, સુબીર, તાલાલામાં અઢી ઈંચ વરસાદ તથા મુન્દ્રા, જૂનાગઢમાં સવા બે ઈંચ વરસાદ અને વંથલી, કાલાવડમાં સવા બે ઈંચ વરસાદ તથા બોટાદ, વિસાવદરમાં બે બે ઈંચ વરસાદ અને પાલિતાણા, લોધિકામાં બે ઈંચ વરસાદ આવ્યો છે. ત્યારે સાવરકુંડલામાં બે ઈંચ વરસાદ વરસ્યો તથા ટંકારા, વાલીયામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો, બોડેલી,માંગરોળમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ સાથે નેત્રંગ, માળીયા હાટીનામાં દોઢ ઈંચ વરસાદ તથા પડધરી, ચુડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ અને જેતપુર પાવી, ક્વાંટમાં દોઢ દોઢ ઈંચ વરસાદ તથા કોટડા સાંગાણી, લાઠીમાં સવા ઈંચ વરસાદ, વાપી, મહુવા, બારડોલીમાં એક એક ઈંચ વરસાદ અને નસવાડી, લાલપુરમાં પોણો ઈંચ વરસાદ સાથે રાજકોટ શહેરમાં બે ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ કેશોદ, જામજોધપુર, ડોલવણમાં પોણો ઈંચ વરસાદ અને ખેરગામ, ધાનપુરમાં પોણો ઈંચ વરસાદ સાથે દાહોદ, નિઝર, સિનોરમાં પોણો ઈંચ વરસાદ આવ્યો છે.  ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં નબળું પડેલું નૈઋત્યનું ચોમાસું હવે ફરી સક્રિય થયું છે. રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘ મહેર વર્ષી હતી. ત્યારે હજી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે કરેલી હવામાન વિભાગની અગાહી અનુસાર ગુજરાતમાં આગામી છ દિવસ એટલે કે 29મી જૂન સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ અમુક જિલ્લામાં ભારે વરસાદની તો કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Monsoon 2024: સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 101 તાલુકામાં વરસ્યો વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌથી વધુ જામનગરના લાલપુરમાં અઢી ઈંચ વરસાદ
  • રાજ્યના 101 તાલુકામાં વરસાદ વરસ્યો
  • રાજ્યના 15 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

રાજ્યમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગરના લાલપુરમાં નોંધાયો છે. લાલપુરમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે રાજ્યના 15 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે અને 85 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ

નાંદોદ, હાલોલ, ડભોઇમાં 1-1 ઇંચ વરસાદ સાથે અંકલેશ્વર, ખંભાળિયા, બરવાળામાં 1-1 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં 24 કલાકમાં 32 તાલુકામાં એકથી સાડા ત્રણ ઈંચ વરસાદ આવ્યો છે. જેમાં મેંદરડા તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ, ખંભાળીયામાં ત્રણ ઈંચ વરસાદ તથા સંખેડામાં અઢી ઈંચ વરસાદ, સુબીર, તાલાલામાં અઢી ઈંચ વરસાદ તથા મુન્દ્રા, જૂનાગઢમાં સવા બે ઈંચ વરસાદ અને વંથલી, કાલાવડમાં સવા બે ઈંચ વરસાદ તથા બોટાદ, વિસાવદરમાં બે બે ઈંચ વરસાદ અને પાલિતાણા, લોધિકામાં બે ઈંચ વરસાદ આવ્યો છે.

ત્યારે સાવરકુંડલામાં બે ઈંચ વરસાદ વરસ્યો તથા ટંકારા, વાલીયામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો, બોડેલી,માંગરોળમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ સાથે નેત્રંગ, માળીયા હાટીનામાં દોઢ ઈંચ વરસાદ તથા પડધરી, ચુડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ અને જેતપુર પાવી, ક્વાંટમાં દોઢ દોઢ ઈંચ વરસાદ તથા કોટડા સાંગાણી, લાઠીમાં સવા ઈંચ વરસાદ, વાપી, મહુવા, બારડોલીમાં એક એક ઈંચ વરસાદ અને નસવાડી, લાલપુરમાં પોણો ઈંચ વરસાદ સાથે રાજકોટ શહેરમાં બે ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ કેશોદ, જામજોધપુર, ડોલવણમાં પોણો ઈંચ વરસાદ અને ખેરગામ, ધાનપુરમાં પોણો ઈંચ વરસાદ સાથે દાહોદ, નિઝર, સિનોરમાં પોણો ઈંચ વરસાદ આવ્યો છે.

 ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં નબળું પડેલું નૈઋત્યનું ચોમાસું હવે ફરી સક્રિય થયું છે. રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘ મહેર વર્ષી હતી. ત્યારે હજી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે કરેલી હવામાન વિભાગની અગાહી અનુસાર ગુજરાતમાં આગામી છ દિવસ એટલે કે 29મી જૂન સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ અમુક જિલ્લામાં ભારે વરસાદની તો કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.