Rajkot News: ડો. હીરેન મશરુ મુદ્દે પૂર્વ લેબ ઓપરેટરનો ખુલાસો

નોર્મલ બાળક હોય તેના રિપોર્ટમાં ગરબડીનું કહેતાઃ સોલંકીમને મેડિકલનું કોઈ ખાસ જ્ઞાન નથીઃ રવી સોલંકી ખોટી રીતે કામ થતું હતું આથી નોકરી છોડી દીધીઃ સોલંકી રાજકોટના ચકચારી ડૉ. હિરેન મશરૂ કેસમાં નવો વળાંક આવ્યો છે. સમગ્ર મામલે પૂર્વ લેબ ઓપરેટર રવી સોલંકીએ અનેક મોટા ખુલાસો કર્યા છે. પૂર્વ લેબ ઓપરેટરે નિવેદન આપતા જણાવ્યું છે કે મને ડોકટર મશરૂ ખોટું કરવાનું કહેતા હતા. મહત્વનું છે કે રાજકોટમાં આવેલ બેબીકેર હોસ્પિટલ ધરાવતા ડો. હિરેન મશરૂ આયુષ્માન યોજનાનો દુરુપયોગ કરીને બાળકોના નકલી રિપોર્ટના આધારે મોટાપાસે નાણા સેરવીલઈ કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડમાં પરિવારજનો કે પછી આરોગ્ય વિભાગને ખબર સુદ્ધાં રહેતી ન હતી કે બાળક સ્વસ્થ છે પણ પૈસા રળવા માટે ખોટા રિપોર્ટ બનાવાઈ રહ્યા છે અને બાળકને દાખલ કરવામાં આવતા હતા. આ કૌભાંડની આરોગ્ય વિભાગ તેમજ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા તપાસ ચાલી રહી હતી. ત્યારે, ડૉ. હિરેન મશરુનો પૂર્વ લેબ ઓપરેટર રવી સોલંકી મૂળ ઉપલેટાના કોલકીનો વતની છે જે છેલ્લા કેટલાય સમયથી ડૉ. મશરૂ સાથે જોડાયેલો હતો. જેને સમગ્ર કાંડને લઈને અનેક ખુલાસા કર્યા છે. રવિ સોલંકીનું કહેવું છે કે નોર્મલ બાળક હોવા છતાં ડૉક્ટર તેના રીપોર્ટમાં ગડબડ કરવાનું કહેતા હતા. મને મેડિકલનું કોઈ ખાસ નોલેજ નથી. નોર્મલ બાળક હોઈ તો પણ રીપોર્ટ કેવા કરવા તેનું વોટ્સ અપ કરી જણાવતા હતા. મને આ મામલે જાજી ખબર નથી. આવુ ખોટી રીતે કામ થતું એટલે મે નોકરી મૂકી દીધી. 

Rajkot News: ડો. હીરેન મશરુ મુદ્દે પૂર્વ લેબ ઓપરેટરનો ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નોર્મલ બાળક હોય તેના રિપોર્ટમાં ગરબડીનું કહેતાઃ સોલંકી
  • મને મેડિકલનું કોઈ ખાસ જ્ઞાન નથીઃ રવી સોલંકી
  • ખોટી રીતે કામ થતું હતું આથી નોકરી છોડી દીધીઃ સોલંકી

રાજકોટના ચકચારી ડૉ. હિરેન મશરૂ કેસમાં નવો વળાંક આવ્યો છે. સમગ્ર મામલે પૂર્વ લેબ ઓપરેટર રવી સોલંકીએ અનેક મોટા ખુલાસો કર્યા છે. પૂર્વ લેબ ઓપરેટરે નિવેદન આપતા જણાવ્યું છે કે મને ડોકટર મશરૂ ખોટું કરવાનું કહેતા હતા. મહત્વનું છે કે રાજકોટમાં આવેલ બેબીકેર હોસ્પિટલ ધરાવતા ડો. હિરેન મશરૂ આયુષ્માન યોજનાનો દુરુપયોગ કરીને બાળકોના નકલી રિપોર્ટના આધારે મોટાપાસે નાણા સેરવીલઈ કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડમાં પરિવારજનો કે પછી આરોગ્ય વિભાગને ખબર સુદ્ધાં રહેતી ન હતી કે બાળક સ્વસ્થ છે પણ પૈસા રળવા માટે ખોટા રિપોર્ટ બનાવાઈ રહ્યા છે અને બાળકને દાખલ કરવામાં આવતા હતા. આ કૌભાંડની આરોગ્ય વિભાગ તેમજ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા તપાસ ચાલી રહી હતી.

ત્યારે, ડૉ. હિરેન મશરુનો પૂર્વ લેબ ઓપરેટર રવી સોલંકી મૂળ ઉપલેટાના કોલકીનો વતની છે જે છેલ્લા કેટલાય સમયથી ડૉ. મશરૂ સાથે જોડાયેલો હતો. જેને સમગ્ર કાંડને લઈને અનેક ખુલાસા કર્યા છે. રવિ સોલંકીનું કહેવું છે કે નોર્મલ બાળક હોવા છતાં ડૉક્ટર તેના રીપોર્ટમાં ગડબડ કરવાનું કહેતા હતા. મને મેડિકલનું કોઈ ખાસ નોલેજ નથી. નોર્મલ બાળક હોઈ તો પણ રીપોર્ટ કેવા કરવા તેનું વોટ્સ અપ કરી જણાવતા હતા. મને આ મામલે જાજી ખબર નથી. આવુ ખોટી રીતે કામ થતું એટલે મે નોકરી મૂકી દીધી.