Ahmedabad News: નિકોલમાં હીટ એન્ડ રન, બેફામ કારચાલક અકસ્માત સર્જી ફરાર

કારચાલકે પરિવારના 3 સભ્યોને લીધા અડફેટેબેફામ કારચાલક અકસ્માત સર્જી થયો ફરાર પોલીસે વાહનચાલકની શોધખોળ શરૂ કરી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી રોડ એક્સિડન્ટ અને હીટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આજે અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક બેફામ કાર ચાલકે રસ્તાની બાજુમાં ઉભેલા 3 લોકોને અડફેટે લીધા હતા. જોકે, કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારની છે જેના CCTV પણ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ ગૂરૂકુલ સર્કલ પાસે એક કાર ચાલકે રસ્તાની બાજુમાં ઉભેલા પરિવારના 3 સભ્યોને અડફેટે લીધા હતા. રાત્રે ફરવા નીકળેલા પરિવારને કાર ચાલકે ટક્કર મારી હતી. જેને પગલે પરિવારના ત્રણેય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, અકસ્માત થતાં જ આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. જોકે, અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. કારચાલકને પકડી પાડવા માટે કેટલાંક લોકોએ કારણો પીછો પણ કર્યો હતો પરંતુ તે ફરાર થવામાં સફળ થયો હતો. શુક્રવારે મોડી રાત્રે બનેલી ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને નિકોલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTVના આધારે પોલીસે વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે. જાણવા મળી રહ્યું છે કે કાર નંબર GJ-27-EA-1165 દ્વારા આ અકસ્માત સર્જવામાં આવ્યો હતો.

Ahmedabad News: નિકોલમાં હીટ એન્ડ રન, બેફામ કારચાલક અકસ્માત સર્જી ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કારચાલકે પરિવારના 3 સભ્યોને લીધા અડફેટે
  • બેફામ કારચાલક અકસ્માત સર્જી થયો ફરાર
  • પોલીસે વાહનચાલકની શોધખોળ શરૂ કરી

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી રોડ એક્સિડન્ટ અને હીટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આજે અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક બેફામ કાર ચાલકે રસ્તાની બાજુમાં ઉભેલા 3 લોકોને અડફેટે લીધા હતા. જોકે, કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારની છે જેના CCTV પણ સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ ગૂરૂકુલ સર્કલ પાસે એક કાર ચાલકે રસ્તાની બાજુમાં ઉભેલા પરિવારના 3 સભ્યોને અડફેટે લીધા હતા. રાત્રે ફરવા નીકળેલા પરિવારને કાર ચાલકે ટક્કર મારી હતી. જેને પગલે પરિવારના ત્રણેય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, અકસ્માત થતાં જ આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા.

જોકે, અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. કારચાલકને પકડી પાડવા માટે કેટલાંક લોકોએ કારણો પીછો પણ કર્યો હતો પરંતુ તે ફરાર થવામાં સફળ થયો હતો. શુક્રવારે મોડી રાત્રે બનેલી ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને નિકોલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTVના આધારે પોલીસે વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે. જાણવા મળી રહ્યું છે કે કાર નંબર GJ-27-EA-1165 દ્વારા આ અકસ્માત સર્જવામાં આવ્યો હતો.