Junagadh News: ઉત્પાદન ઘટતા બટાકાના ભાવમાં અધધ વધારો, રીટેલમાં રૂ.45નાં કીલો

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં એકાત્રા થતી આવકથી ભાવમાં ઉછાળોકઠોળ, લીંબુ બાદ બટાકાનો વારો આવતાં ગૃહિણીઓનાં બજેટ ખોરવાયા બજારમાં વધતી માંગની સામે ઉત્પાદન ઘટતા બટાકાના ભાવ વધારો બધાં જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ બધા ઘરમાં સૌથી વધુ માનીતુ શાક છે. જેનું મુખ્ય કારણ તે દરેક શાકમાં ભળી જાય છે અને મોટા ભાગનાં શાક બટેકા સિવાય બનતાં નથી. ત્યારે હાલ છેલ્લા એકાદ મહિનાથી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં એકાત્રા બટેટાની આવક થતી જોવા મળતી રહેલી છે. આમ, ઉત્પાદન ઘટતાં અને તેની સામે માંગ વધતાં ભાવમાં ઉછાળો જોવા મળથાં બજારમાં રૂ.45 નાં કીલો થતાં ગૃહિણીઓનાં બજેટ ખોરવાયાં છે.માર્કેટીંગ યાર્ડમાં બટાકાની આવક નહીંવત બટાકામાંથી મુખ્યત્વે જાતજાતની વાનગીઓ બનવા પામે છે. આમ, બટાકા બારેમાસ મળી રહે છે. પરંતુ ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં નવા બટાકાની આવક થતી હોય છે. તેમજ તેની થે કાત્રી વેફર કરવાના પણ બટાકા બજારમાં મળવા લાગે છે. ત્યારે હાલ માર્કેટીંગ યાર્ડમાં બટાકાની આવક નહીંવત અને વેંચાણ પણ નહીંવત જોવા મળી રહ્યું છે. જેનું મુખ્ય કારણ જોવા જઈએ તો સુત્રોમાંથી મળતી વિગતોનુસાર હાલ નવા બટાકાની આવક શરૂ હોય તેવા સમયે સ્ટોરેજ કરેલા જુનાં બટાકા બજારમાં વેંચાણ થતાં હોય છે. જેથી મોટા ગજાનાં વેપારીઓ નવા બટાકાનો સ્ટોક કરવામાં લાગ્યા હોવાને લીધે રીટેલ બજાર સુધી બટાકા પહોંચવા દેતા નથી.યાર્ડમાં રૂ.22નાં કીલો લેખે બટાકા વેચાણ  આમ, પોતે વર્ષ ભરનું સ્ટોરજ કરી ઉચા ભાવ વેંચાણ કરવાની લાલચે હાલ પાતાનાં કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોક કરવાની ગતીવીધી થતી હોવાને લીધે આવક ઘટી જેની સામે ઉત્પાદમાં પણ થોડો ઘટાડો હોવાનું જણાઈ રહ્યું છે. જેથી બજારમાં નવા કે જૂનાં બન્ને માંથી એક પણ પ્રકારનાં બટાકા હાલ બજારમાં જોવા નહીં મળતાં ગાયબ જ થઈ ગયાં છે. ગઈકાલે જૂનાગઢ યાર્ડમાં રૂ.22નાં કીલો લેખે બટાકાનું 442 ક્વિનટલ વેંચાણ નોંધાયું હતું.ભાવ વધતાં ગૃહિણીઓના બજેટ ખોરવાયા  ગુજરાતમાં મુખ્યત્વે ડીસા અને હાલારમાં બટાકાનું વાવેતર કરવામાં આવે છે. જેની સામે માંગ પણ હાલ વધારે રહેતી હોવાને લીધે અન્ય રાજ્યોમાંથી પણ આયાત કરવાની જરૂર પડે છે. ત્યારે આ વર્ષે ઉત્પાદનમાં નોંધ પાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજ તરફ નવા બટેટાની આવક થતી હોવાને લીધે વેફર્સમાં નવા બટેટાનો ઉપયોગ થતો હોવાથી આ સમય દરમ્યાન નવા બટેટાની માંગ વધે છે. કારણ કે એક વખત બટાકાને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા બાદ તેનો વેફર્સ બનાવામાં ઉપયોગ કરી શકાતો નથી. જેથી હાલ તાજા બાટાકાની આવક થતી હોય તેમાં પણ ડીસાનાં બટાકાની માંગ પણ વધું હોવાને લીધે ભાવ આસમાને રહેવા પામ્યો છે. બજારમાં રૂ.45 નાં કીલો લેખે વેંચાતાં બટાકાનાં ભાવનાં લીધે ગૃહિણીઓનાં બજેટ હાલ ખોરવાયા છે. બાટાકા ખાવાથી થતાં ફાયદા જૂનાગઢ, બટાકા એ કોમ્પલેક્ષ કાર્બોદિત પદાર્થો થી ભરપૂર છે. જે શરીરને ભરપૂર એનર્જી આપે છે. એક મીડીયમ સાઈઝનાં બટાકામાંથી લગભગ ૧૫૦ કેલેરી મળે છે. તેમાં ૫ ગ્રામ ફાઇબર હોય છે જે પાચનમાં ખૂબ મદદરૂપ થાય છે. ઉપરાંત તે વિટામીન અને મીનરલ્સ થી ભરપૂર છે. બીજા શાકભાજી કરતાં બટેટામાં પોટેશિયમ વધુ છે. એક બટેટામાંથી આશરે 900 મીલીગ્રામ પોટેશિયમ મળી રહે છે. પોટેશિયમ શરીરનાં વિકાસ માટે તેમજ સેલ્સના મેન્ટેનનસ માટે ખૂબ જરૂરી છે. બ્લડ પ્રેશરને મેન્ટેઈન કરવા માટે બટાકામાંનું પોટેશિયમ કામમાં લાગે છે. અમુક પ્રમાણમાં વિટામિન 'સી' અને વિટામિન બી-6 પણ ધરાવતાં બટાકા બ્લડને ક્લોટીનગમાં મદદરૂપ છે.

Junagadh News: ઉત્પાદન ઘટતા બટાકાના ભાવમાં અધધ વધારો, રીટેલમાં રૂ.45નાં કીલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં એકાત્રા થતી આવકથી ભાવમાં ઉછાળો
  • કઠોળ, લીંબુ બાદ બટાકાનો વારો આવતાં ગૃહિણીઓનાં બજેટ ખોરવાયા
  • બજારમાં વધતી માંગની સામે ઉત્પાદન ઘટતા બટાકાના ભાવ વધારો

બધાં જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ બધા ઘરમાં સૌથી વધુ માનીતુ શાક છે. જેનું મુખ્ય કારણ તે દરેક શાકમાં ભળી જાય છે અને મોટા ભાગનાં શાક બટેકા સિવાય બનતાં નથી. ત્યારે હાલ છેલ્લા એકાદ મહિનાથી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં એકાત્રા બટેટાની આવક થતી જોવા મળતી રહેલી છે. આમ, ઉત્પાદન ઘટતાં અને તેની સામે માંગ વધતાં ભાવમાં ઉછાળો જોવા મળથાં બજારમાં રૂ.45 નાં કીલો થતાં ગૃહિણીઓનાં બજેટ ખોરવાયાં છે.


માર્કેટીંગ યાર્ડમાં બટાકાની આવક નહીંવત

બટાકામાંથી મુખ્યત્વે જાતજાતની વાનગીઓ બનવા પામે છે. આમ, બટાકા બારેમાસ મળી રહે છે. પરંતુ ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં નવા બટાકાની આવક થતી હોય છે. તેમજ તેની થે કાત્રી વેફર કરવાના પણ બટાકા બજારમાં મળવા લાગે છે. ત્યારે હાલ માર્કેટીંગ યાર્ડમાં બટાકાની આવક નહીંવત અને વેંચાણ પણ નહીંવત જોવા મળી રહ્યું છે. જેનું મુખ્ય કારણ જોવા જઈએ તો સુત્રોમાંથી મળતી વિગતોનુસાર હાલ નવા બટાકાની આવક શરૂ હોય તેવા સમયે સ્ટોરેજ કરેલા જુનાં બટાકા બજારમાં વેંચાણ થતાં હોય છે. જેથી મોટા ગજાનાં વેપારીઓ નવા બટાકાનો સ્ટોક કરવામાં લાગ્યા હોવાને લીધે રીટેલ બજાર સુધી બટાકા પહોંચવા દેતા નથી.

યાર્ડમાં રૂ.22નાં કીલો લેખે બટાકા વેચાણ 

આમ, પોતે વર્ષ ભરનું સ્ટોરજ કરી ઉચા ભાવ વેંચાણ કરવાની લાલચે હાલ પાતાનાં કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોક કરવાની ગતીવીધી થતી હોવાને લીધે આવક ઘટી જેની સામે ઉત્પાદમાં પણ થોડો ઘટાડો હોવાનું જણાઈ રહ્યું છે. જેથી બજારમાં નવા કે જૂનાં બન્ને માંથી એક પણ પ્રકારનાં બટાકા હાલ બજારમાં જોવા નહીં મળતાં ગાયબ જ થઈ ગયાં છે. ગઈકાલે જૂનાગઢ યાર્ડમાં રૂ.22નાં કીલો લેખે બટાકાનું 442 ક્વિનટલ વેંચાણ નોંધાયું હતું.

ભાવ વધતાં ગૃહિણીઓના બજેટ ખોરવાયા 

ગુજરાતમાં મુખ્યત્વે ડીસા અને હાલારમાં બટાકાનું વાવેતર કરવામાં આવે છે. જેની સામે માંગ પણ હાલ વધારે રહેતી હોવાને લીધે અન્ય રાજ્યોમાંથી પણ આયાત કરવાની જરૂર પડે છે. ત્યારે આ વર્ષે ઉત્પાદનમાં નોંધ પાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજ તરફ નવા બટેટાની આવક થતી હોવાને લીધે વેફર્સમાં નવા બટેટાનો ઉપયોગ થતો હોવાથી આ સમય દરમ્યાન નવા બટેટાની માંગ વધે છે. કારણ કે એક વખત બટાકાને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા બાદ તેનો વેફર્સ બનાવામાં ઉપયોગ કરી શકાતો નથી. જેથી હાલ તાજા બાટાકાની આવક થતી હોય તેમાં પણ ડીસાનાં બટાકાની માંગ પણ વધું હોવાને લીધે ભાવ આસમાને રહેવા પામ્યો છે. બજારમાં રૂ.45 નાં કીલો લેખે વેંચાતાં બટાકાનાં ભાવનાં લીધે ગૃહિણીઓનાં બજેટ હાલ ખોરવાયા છે.

બાટાકા ખાવાથી થતાં ફાયદા

જૂનાગઢ, બટાકા એ કોમ્પલેક્ષ કાર્બોદિત પદાર્થો થી ભરપૂર છે. જે શરીરને ભરપૂર એનર્જી આપે છે. એક મીડીયમ સાઈઝનાં બટાકામાંથી લગભગ ૧૫૦ કેલેરી મળે છે. તેમાં ૫ ગ્રામ ફાઇબર હોય છે જે પાચનમાં ખૂબ મદદરૂપ થાય છે. ઉપરાંત તે વિટામીન અને મીનરલ્સ થી ભરપૂર છે. બીજા શાકભાજી કરતાં બટેટામાં પોટેશિયમ વધુ છે. એક બટેટામાંથી આશરે 900 મીલીગ્રામ પોટેશિયમ મળી રહે છે. પોટેશિયમ શરીરનાં વિકાસ માટે તેમજ સેલ્સના મેન્ટેનનસ માટે ખૂબ જરૂરી છે. બ્લડ પ્રેશરને મેન્ટેઈન કરવા માટે બટાકામાંનું પોટેશિયમ કામમાં લાગે છે. અમુક પ્રમાણમાં વિટામિન 'સી' અને વિટામિન બી-6 પણ ધરાવતાં બટાકા બ્લડને ક્લોટીનગમાં મદદરૂપ છે.