ચોકીદારને બંધક બનાવી રૂ. 1.25 લાખના વાયરની લૂંટ કેસના બે આરોપી ઓની

લખતરના ગાંગડ ગામે ફિલ્ટર પ્લાન્ટમાં ચોકીદારના હાથ-પગ દોરીથી બાંધી લૂંટ ચલાવી હતીલૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પોલીસે ગત ડિસેમ્બરમાં ઝડપી લીધા હતા દેવાભાઈએ પ્રતીકાર કરતા આ શખ્સોએ ગડદાપાટુનો માર માર્યો હતો લખતર-વિરમગામ હાઈવે પર ગાંગડ ગામના પાટીયા પાસે ગુજરાત પાણી પુરવઠા બોર્ડનો ફીલ્ટર પ્લાન્ટ આવેલો છે. ગત તા. 16 ડિસેમ્બરના રોજ રાત્રે પ્લાન્ટમાં ચોકીદારી કરતા વ્યકતીને બંધક બનાવી ટ્રાન્સફોર્મર ઉતારી, ઓઈલ ઢોળી નાંખી તેમાંથી રૂ. 1.25 લાખની કિંમતના આશરે 500 કિલોગ્રામ કોપર વાયરની લૂંટનો બનાવ બન્યો હતો. આ કેસમાં જેલવાસ ભોગવતા બે આરોપીઓએ જામીન પર મુકત થવા કરેલી અરજી સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. લખતર-વિરમગામ હાઈવે પર ગાંગડ ગામ પાસે ફીલ્ટર પ્લાન્ટ આવેલો છે. જેમાં વિઠ્ઠલગઢના દેવાભાઈ ફુલાભાઈ કુકડીયા ચોકીદાર તરીકે કામ કરે છે. પ્લાન્ટમાં ચોકીદાર અને ઓપરેટરની શીફટ વાઈઝ ડયુટી હોય છે. ગત તા. 16-12-2023ના રોજ દેવાભાઈની નાઈટ ડયુટી હોવાથી તેઓ સાંજના 7 કલાકે પ્લાન્ટે ગયા હતા. અને જમીને ખાટલામાં આરામ કરતા હતા. ત્યારે રાત્રે અંદાજે 1 કલાકના સુમારે અજાણ્યા માણસો પ્લાન્ટમાં ધસી આવ્યા હતા અને ખાટલા સહિત દેવાભાઈને ઉપાડી પ્લાન્ટના પાછળના ભાગે લઈ જઈ પંપના શટર હાઉસ પાસે લઈ ગયા હતા. જેમાં દેવાભાઈએ પ્રતીકાર કરતા આ શખ્સોએ ગડદાપાટુનો માર માર્યો હતો અને હાથ-પગ દોરીથી બાંધી દીધા હતા. આ શખ્સો અંદરોઅંદર હિન્દીમાં વાતો કરતા હતા અને દેવાભાઈને જબ તક હમ યહાં સે જાયે નહીં તબ તક કુછ બોલના નહીં કહ્યુ હતુ. બાદમાં આ શખ્સોએ ટીસી નીચે ઉતારી તેના નટબોલ્ટ ખોલી ઓઈલ ઢોળી નાંખી રૂ. 1.25 લાખના અંદાજે 500 મીટર કોપરવાયરની લૂંટ ચલાવી હતી. આ બનાવમાં ગત તા. 30-12-23ના રોજ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારે જેલવાસ ભોગવતા આરોપી હાલ લીંબડી ભંગારના ડેલે રહેતા અને મુળ રાજસ્થાનના પ્રભુલાલ ઈશ્વરલાલ કાંગસ અને ચુનીલાલ ભેરૂલાલ ગુર્જરે જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ. પી.સભાણીએ દલીલો કરતા જણાવ્યુ કે, આરોપીઓ વિરૂધ્ધ મુળી, ચોટીલા, લીંબડી, વાંકાનેર અને પાણશીણા પોલીસ મથકે ગુના નોંધાયા છે. આથી જો આરોપીઓને જામીન પર મુકત કરાય તો તેઓ ટ્રાયલ સમયે હાજર નહીં રહે તેમ માની સેશન્સ જજ એલ.એસ.પીરઝાદાએ બન્ને અરજદાર આરોપીઓની જામીન પર મુકત થવાની અરજી નામંજર કરી છે.

ચોકીદારને બંધક બનાવી રૂ. 1.25 લાખના વાયરની લૂંટ કેસના બે આરોપી ઓની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લખતરના ગાંગડ ગામે ફિલ્ટર પ્લાન્ટમાં ચોકીદારના હાથ-પગ દોરીથી બાંધી લૂંટ ચલાવી હતી
  • લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પોલીસે ગત ડિસેમ્બરમાં ઝડપી લીધા હતા
  • દેવાભાઈએ પ્રતીકાર કરતા આ શખ્સોએ ગડદાપાટુનો માર માર્યો હતો

લખતર-વિરમગામ હાઈવે પર ગાંગડ ગામના પાટીયા પાસે ગુજરાત પાણી પુરવઠા બોર્ડનો ફીલ્ટર પ્લાન્ટ આવેલો છે. ગત તા. 16 ડિસેમ્બરના રોજ રાત્રે પ્લાન્ટમાં ચોકીદારી કરતા વ્યકતીને બંધક બનાવી ટ્રાન્સફોર્મર ઉતારી, ઓઈલ ઢોળી નાંખી તેમાંથી રૂ. 1.25 લાખની કિંમતના આશરે 500 કિલોગ્રામ કોપર વાયરની લૂંટનો બનાવ બન્યો હતો. આ કેસમાં જેલવાસ ભોગવતા બે આરોપીઓએ જામીન પર મુકત થવા કરેલી અરજી સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.

લખતર-વિરમગામ હાઈવે પર ગાંગડ ગામ પાસે ફીલ્ટર પ્લાન્ટ આવેલો છે. જેમાં વિઠ્ઠલગઢના દેવાભાઈ ફુલાભાઈ કુકડીયા ચોકીદાર તરીકે કામ કરે છે. પ્લાન્ટમાં ચોકીદાર અને ઓપરેટરની શીફટ વાઈઝ ડયુટી હોય છે. ગત તા. 16-12-2023ના રોજ દેવાભાઈની નાઈટ ડયુટી હોવાથી તેઓ સાંજના 7 કલાકે પ્લાન્ટે ગયા હતા. અને જમીને ખાટલામાં આરામ કરતા હતા. ત્યારે રાત્રે અંદાજે 1 કલાકના સુમારે અજાણ્યા માણસો પ્લાન્ટમાં ધસી આવ્યા હતા અને ખાટલા સહિત દેવાભાઈને ઉપાડી પ્લાન્ટના પાછળના ભાગે લઈ જઈ પંપના શટર હાઉસ પાસે લઈ ગયા હતા. જેમાં દેવાભાઈએ પ્રતીકાર કરતા આ શખ્સોએ ગડદાપાટુનો માર માર્યો હતો અને હાથ-પગ દોરીથી બાંધી દીધા હતા. આ શખ્સો અંદરોઅંદર હિન્દીમાં વાતો કરતા હતા અને દેવાભાઈને જબ તક હમ યહાં સે જાયે નહીં તબ તક કુછ બોલના નહીં કહ્યુ હતુ. બાદમાં આ શખ્સોએ ટીસી નીચે ઉતારી તેના નટબોલ્ટ ખોલી ઓઈલ ઢોળી નાંખી રૂ. 1.25 લાખના અંદાજે 500 મીટર કોપરવાયરની લૂંટ ચલાવી હતી. આ બનાવમાં ગત તા. 30-12-23ના રોજ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારે જેલવાસ ભોગવતા આરોપી હાલ લીંબડી ભંગારના ડેલે રહેતા અને મુળ રાજસ્થાનના પ્રભુલાલ ઈશ્વરલાલ કાંગસ અને ચુનીલાલ ભેરૂલાલ ગુર્જરે જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ. પી.સભાણીએ દલીલો કરતા જણાવ્યુ કે, આરોપીઓ વિરૂધ્ધ મુળી, ચોટીલા, લીંબડી, વાંકાનેર અને પાણશીણા પોલીસ મથકે ગુના નોંધાયા છે. આથી જો આરોપીઓને જામીન પર મુકત કરાય તો તેઓ ટ્રાયલ સમયે હાજર નહીં રહે તેમ માની સેશન્સ જજ એલ.એસ.પીરઝાદાએ બન્ને અરજદાર આરોપીઓની જામીન પર મુકત થવાની અરજી નામંજર કરી છે.