લોકસભાની ચૂંટણીને લઈને પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ,4200થી વધુ આરોપીઓ ફરાર

લોકસભાની ચૂંટણીને લઈ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનું મિશન ગુજરાત રાજય અને આંતર રાજયના ફરાર આરોપીને પકડવા શરૂ કર્યું સર્ચ ઓપરેશન ઘણા ફરાર આરોપીઓને ઝડપવામાં પોલીસને મળી મોટી સફળતા આગમી લોકસભાની ચૂંટણીને લઈ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અમદાવાદમાં અનેક ગુનામાં ફરાર આરોપીને ઝડપવા ગુજરાત પોલીસે વોન્ટેડ આરોપી મિશન શરૂ કર્યું છે.જેમાં ગુજરાત રાજ્ય તતા આંતર રાજ્યોના આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવીને જુદા જુદા જિલ્લા અને શહેરો તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.ત્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં 4800 જેટલા આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે.આ ફરાર આરોપીની તપાસ કરતા 12 જેટલા આરોપી મૃત્યુ પામ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.જ્યારે 16 આરોપી અન્ય ગુનામાં જેલવાસમા સજા કાપી રહ્યા હોવાનું ખૂલ્યું છે.આ ઉપરાંત કેટલા આરોપીએ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. લાંબા સમયથી ફરાર હતા આરોપીઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચોરી ,લૂંટ ,છેતરપિંડી અને પ્રોહોબિશન એક્ટ હેઠળ નાં 50 જેટલા ફરાર આરોપીઓને ઝડપ્યા છે.જેમાં 34 વર્ષથી ઓઢવ પોલીસ સ્ટેશન છેતરપિંડી ગુનામાં ફરાર બે આરોપી ધરપકડ કરી.જે પકડાયેલ બે આરોપી બાબુ વણઝારા અને દેવા ઉર્ફે દેવીલાલ વણઝારા જુવાનીમાં છેતરપિંડી કરી હતી અને વૃદ્ધા અવસ્થામાં ધરપકડ થઈ છે.આવી જ રીતે ક્રાઇમ બ્રાન્ચે ભુમાફિયાની ધરપકડ કરી છે.જેમાં 2022માં ખેડૂત સાથે મળીને ખોટા દસ્તાવેજ બનાવીને જમીન મલિકની જાણ બહાર જમીન પંચાવી પડવાનું ષડયંત્ર રચ્યું હતું.આ મિશન અંતર્ગત સૌથી વધુ 12 આરોપી એક વર્ષથી ફરાર હતા.તેની ધરપકડ કરી છે.જ્યારે 16 થી 25 વર્ષ સુધી ફરાર 8 આરોપી.અને 3 વર્ષથી ફરાર આરોપી એવા 6 આરોપીની ધરપકડ કરી છે.આ પ્રકારે 50 જેટલા ફરાર આરોપી પકડાયા છે. ફરાર ગુનેગારો ઝડપાશે કે નહી નવાઈ વાત એ છે કે પોલીસના રેકોર્ડ પર હજી 4200 થી વધુ આરોપીઓ ફરાર છે.જેમાં ગંભીર ગુના અને પ્રોહિબીશન આરોપીઓ ફરાર છે.જેમાં પોલીસ તપાસમાં નામ અને સરનામા પૂરા મળ્યા ના હોવાથી પોલીસ પકડી શકતી નથી.જેથી હવે આવા ફરાર ગુનેગારોપકડાશે કે નહિ તે મોટો સવાલ છે.

લોકસભાની ચૂંટણીને લઈને પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ,4200થી વધુ આરોપીઓ ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભાની ચૂંટણીને લઈ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનું મિશન
  • ગુજરાત રાજય અને આંતર રાજયના ફરાર આરોપીને પકડવા શરૂ કર્યું સર્ચ ઓપરેશન
  • ઘણા ફરાર આરોપીઓને ઝડપવામાં પોલીસને મળી મોટી સફળતા

આગમી લોકસભાની ચૂંટણીને લઈ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અમદાવાદમાં અનેક ગુનામાં ફરાર આરોપીને ઝડપવા ગુજરાત પોલીસે વોન્ટેડ આરોપી મિશન શરૂ કર્યું છે.જેમાં ગુજરાત રાજ્ય તતા આંતર રાજ્યોના આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવીને જુદા જુદા જિલ્લા અને શહેરો તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.ત્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં 4800 જેટલા આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે.આ ફરાર આરોપીની તપાસ કરતા 12 જેટલા આરોપી મૃત્યુ પામ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.જ્યારે 16 આરોપી અન્ય ગુનામાં જેલવાસમા સજા કાપી રહ્યા હોવાનું ખૂલ્યું છે.આ ઉપરાંત કેટલા આરોપીએ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી હોવાનું તપાસમાં સામે આવ્યુ છે.

લાંબા સમયથી ફરાર હતા આરોપીઓ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચોરી ,લૂંટ ,છેતરપિંડી અને પ્રોહોબિશન એક્ટ હેઠળ નાં 50 જેટલા ફરાર આરોપીઓને ઝડપ્યા છે.જેમાં 34 વર્ષથી ઓઢવ પોલીસ સ્ટેશન છેતરપિંડી ગુનામાં ફરાર બે આરોપી ધરપકડ કરી.જે પકડાયેલ બે આરોપી બાબુ વણઝારા અને દેવા ઉર્ફે દેવીલાલ વણઝારા જુવાનીમાં છેતરપિંડી કરી હતી અને વૃદ્ધા અવસ્થામાં ધરપકડ થઈ છે.આવી જ રીતે ક્રાઇમ બ્રાન્ચે ભુમાફિયાની ધરપકડ કરી છે.જેમાં 2022માં ખેડૂત સાથે મળીને ખોટા દસ્તાવેજ બનાવીને જમીન મલિકની જાણ બહાર જમીન પંચાવી પડવાનું ષડયંત્ર રચ્યું હતું.આ મિશન અંતર્ગત સૌથી વધુ 12 આરોપી એક વર્ષથી ફરાર હતા.તેની ધરપકડ કરી છે.જ્યારે 16 થી 25 વર્ષ સુધી ફરાર 8 આરોપી.અને 3 વર્ષથી ફરાર આરોપી એવા 6 આરોપીની ધરપકડ કરી છે.આ પ્રકારે 50 જેટલા ફરાર આરોપી પકડાયા છે.


ફરાર ગુનેગારો ઝડપાશે કે નહી

નવાઈ વાત એ છે કે પોલીસના રેકોર્ડ પર હજી 4200 થી વધુ આરોપીઓ ફરાર છે.જેમાં ગંભીર ગુના અને પ્રોહિબીશન આરોપીઓ ફરાર છે.જેમાં પોલીસ તપાસમાં નામ અને સરનામા પૂરા મળ્યા ના હોવાથી પોલીસ પકડી શકતી નથી.જેથી હવે આવા ફરાર ગુનેગારોપકડાશે કે નહિ તે મોટો સવાલ છે.