Suratથી Mumbai જતી ટ્રેનો કલાકો સુધી ચાલી રહી છે મોડી,પાલઘર દુર્ઘટનાની અસર

પાલઘર દુર્ઘટનાની અસર સુરત રેલવે સ્ટેશન પર જોવા મળી મુંબઈથી આવતી તમામ ટ્રેનો લેટ ચાલી રહી છે અનેક મુસાફરો કલાકો સુધી રેલ્વે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ બેઠા રહ્યા પાલઘર પાસે ગુજરાતથી મુંબઈ જતી ગુડ્સ ટ્રેનનાં કેટલાક ડબ્બા પાટા પરથી ઉતર્યા હતા, ગઈકાલે સાંજે થયેલા આ અકસ્માત બાદ ગુજરાતથી મુંબઈ જતી અનેક ટ્રેનોને અસર પડી છે, કેટલીક રદ કરાઈ તો કેટલીક સ્ટેશન પર રોકી દેવાઈ છે,જેના કારણે કલાકો સુધી મુસાફરોને પ્લેટફોર્મ પર જ બેસી રહેવાનો વારો આવ્યો છે,કેટલીક ટ્રેનો પણ રદ કરાઈ છે. ટ્રેનો કલાકો સુધી મોડી ચાલે છે ગુજરાતથી મુંબઈ જતી ગુડસ ટ્રેનનાં કેટલાક ડબ્બા મુંબઈના પાલઘર રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી પડવાની ઘટના ગઈકાલે સાંજે બની હતી,જેના કારણે ગુજરાતથી મુંબઈ જતી ટ્રેનો તેના નિર્ધારીત સમય કરતો મોડી ચાલી રહી છે,તો મુસાફરોને આ સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. હાલ ડબ્બાઓને ફરી ટ્રેક પર ચઢાવવાની કામગીરી ચાલી રહી છે, જેને પગલે ટ્રેન વ્યવહારને મોટી અસર પડી છે. કેટલીક ટ્રેન રદ કરાઈ હતી, તે કેટલીક મોડી પડી. ત્યારે હાલ રેલ વ્યવહાર ધીમી ગતિએ શરૂ કરાયો છે. જોકે, આ ઘટનામાં મુંબઈ અને ગુજરાત વચ્ચે દોડતી ટ્રેનોને સૌથી વધુ અસર થઈ છે. રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો 1. વાપી સ્ટેશન - 0260 2462341 2. સુરત સ્ટેશન - 0261-2401797 3. ઉધના સ્ટેશન - 022-67641801 મુસાફરોને હાલાકી મહારાષ્ટ્રના પાલ ઘરમાં માલગાડી ટ્રેનના ડબ્બા ખડી પડતા અમદાવાદ- મુંબઈ રેલવે વહેવાર ખોરવાયો છે. કલાકો બાદ પણ મુંબઈ અમદાવાદ રેલવે વાહન વ્યવહાર પુનઃ શરૂ ન થતા મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. વલસાડ જિલ્લાના વાપી અને વલસાડ રેલવે સ્ટેશન પર મુસાફરોએ આખી રાત ટ્રેનની રાહ જોઈને પસાર કરવી પડી હતી. સવારે 10 વાગ્યા સુધી પણ કોઈપણ ટ્રેનની અવર-જવર શરૂ થઈ ન હતી. મોટાભાગની ટ્રેનોને વાપી થોભાવી દેવામાં આવી હતી. જેના કારણે વાપી રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા હતા. જો કે હવે ધીરે ધીરે રેલવે વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. આ ટ્રેનો થઈ છે શોર્ટ ટર્મિનેટ 09160 વલસાડ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ઉમરગાંવ રોડ પર 09186 કાનપુર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ સચિનમાં 09056 ઉધના-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભીલાડમાં 12936 સુરત-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ વાપીમાં 19426 નંદુરબાર – બોરીવલી એક્સપ્રેસ વલદાદમાં 19102 સુરત-વિરાર એક્સપ્રેસ બિલિમોરામાં 09180 સુરત-વિરાર એક્સપ્રેસ ઉધનામાં આ ટ્રેનોને અસર થઈ છે પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 12936 સુરત-મુંબઈ ઇન્ટરસિટી વાપી ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. 16505 ગાંધીધામ-એસબીસી એક્સપ્રેસ, 12432 નિઝામુદ્દીન-ત્રિવેન્દ્ર રાજધાની એક્સપ્રેસ અને 19260 ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસને સુરત-ઉધના-જલગાંવ-કલ્યાણ થઈને ડાયવર્ટ કરવામાં આવી છે. જેની અસર મુંબઈની લોકલ ટ્રેનો પર પણ પડી છે. અકસ્માત બાદ 6 અપ અને 5 ડાઉન દહાનૂ લોકલ રદ કરવામાં આવી છે.  

Suratથી Mumbai જતી ટ્રેનો કલાકો સુધી ચાલી રહી છે મોડી,પાલઘર દુર્ઘટનાની અસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાલઘર દુર્ઘટનાની અસર સુરત રેલવે સ્ટેશન પર જોવા મળી
  • મુંબઈથી આવતી તમામ ટ્રેનો લેટ ચાલી રહી છે
  • અનેક મુસાફરો કલાકો સુધી રેલ્વે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ બેઠા રહ્યા

પાલઘર પાસે ગુજરાતથી મુંબઈ જતી ગુડ્સ ટ્રેનનાં કેટલાક ડબ્બા પાટા પરથી ઉતર્યા હતા, ગઈકાલે સાંજે થયેલા આ અકસ્માત બાદ ગુજરાતથી મુંબઈ જતી અનેક ટ્રેનોને અસર પડી છે, કેટલીક રદ કરાઈ તો કેટલીક સ્ટેશન પર રોકી દેવાઈ છે,જેના કારણે કલાકો સુધી મુસાફરોને પ્લેટફોર્મ પર જ બેસી રહેવાનો વારો આવ્યો છે,કેટલીક ટ્રેનો પણ રદ કરાઈ છે.

ટ્રેનો કલાકો સુધી મોડી ચાલે છે

ગુજરાતથી મુંબઈ જતી ગુડસ ટ્રેનનાં કેટલાક ડબ્બા મુંબઈના પાલઘર રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી પડવાની ઘટના ગઈકાલે સાંજે બની હતી,જેના કારણે ગુજરાતથી મુંબઈ જતી ટ્રેનો તેના નિર્ધારીત સમય કરતો મોડી ચાલી રહી છે,તો મુસાફરોને આ સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. હાલ ડબ્બાઓને ફરી ટ્રેક પર ચઢાવવાની કામગીરી ચાલી રહી છે, જેને પગલે ટ્રેન વ્યવહારને મોટી અસર પડી છે. કેટલીક ટ્રેન રદ કરાઈ હતી, તે કેટલીક મોડી પડી. ત્યારે હાલ રેલ વ્યવહાર ધીમી ગતિએ શરૂ કરાયો છે. જોકે, આ ઘટનામાં મુંબઈ અને ગુજરાત વચ્ચે દોડતી ટ્રેનોને સૌથી વધુ અસર થઈ છે.

રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

1. વાપી સ્ટેશન - 0260 2462341

2. સુરત સ્ટેશન - 0261-2401797

3. ઉધના સ્ટેશન - 022-67641801

મુસાફરોને હાલાકી

મહારાષ્ટ્રના પાલ ઘરમાં માલગાડી ટ્રેનના ડબ્બા ખડી પડતા અમદાવાદ- મુંબઈ રેલવે વહેવાર ખોરવાયો છે. કલાકો બાદ પણ મુંબઈ અમદાવાદ રેલવે વાહન વ્યવહાર પુનઃ શરૂ ન થતા મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. વલસાડ જિલ્લાના વાપી અને વલસાડ રેલવે સ્ટેશન પર મુસાફરોએ આખી રાત ટ્રેનની રાહ જોઈને પસાર કરવી પડી હતી. સવારે 10 વાગ્યા સુધી પણ કોઈપણ ટ્રેનની અવર-જવર શરૂ થઈ ન હતી. મોટાભાગની ટ્રેનોને વાપી થોભાવી દેવામાં આવી હતી. જેના કારણે વાપી રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા હતા. જો કે હવે ધીરે ધીરે રેલવે વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો છે.

આ ટ્રેનો થઈ છે શોર્ટ ટર્મિનેટ

09160 વલસાડ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ઉમરગાંવ રોડ પર

09186 કાનપુર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ સચિનમાં

09056 ઉધના-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભીલાડમાં

12936 સુરત-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ વાપીમાં

19426 નંદુરબાર – બોરીવલી એક્સપ્રેસ વલદાદમાં

19102 સુરત-વિરાર એક્સપ્રેસ બિલિમોરામાં

09180 સુરત-વિરાર એક્સપ્રેસ ઉધનામાં

આ ટ્રેનોને અસર થઈ છે

પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 12936 સુરત-મુંબઈ ઇન્ટરસિટી વાપી ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. 16505 ગાંધીધામ-એસબીસી એક્સપ્રેસ, 12432 નિઝામુદ્દીન-ત્રિવેન્દ્ર રાજધાની એક્સપ્રેસ અને 19260 ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસને સુરત-ઉધના-જલગાંવ-કલ્યાણ થઈને ડાયવર્ટ કરવામાં આવી છે. જેની અસર મુંબઈની લોકલ ટ્રેનો પર પણ પડી છે. અકસ્માત બાદ 6 અપ અને 5 ડાઉન દહાનૂ લોકલ રદ કરવામાં આવી છે.