Rajkot TRP Game Zone અગ્નિકાંડને લઈ મોટા સમાચાર

એમ.ડી.સાગઠિયાને ક્રાઈમબ્રાન્ચનું તેડું સસ્પેન્ડેડ TPO સાગઠિયાની પૂછપરછ થશે પહેલીવાર અધિકારીઓ પર આવી તવાઇ શરૂ થઇ રાજકોટ અગ્નિકાંડને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સસ્પેન્ડેડ અધિકારીને ક્રાઈમબ્રાન્ચે ઉઠાવ્યા છે. તેમાં એમ.ડી.સાગઠિયાને ક્રાઈમબ્રાન્ચનું તેડુ આવ્યુ છે. જેમાં સસ્પેન્ડેડ TPO સાગઠિયાની પૂછપરછ થશે. સાદા ડ્રેસમાં પોલીસ ગઇ અને અધિકારીને લઇ આવી છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ અધિકારી પર તવાઇ આવી છે. પહેલીવાર અધિકારીઓ પર આવી તવાઇ શરૂ થઇ છે. સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે તપાસ માટે નિમેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે. ત્રણ દિવસની તપાસના અંતે તૈયાર કરાયેલો અહેવાલ મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને અપાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહેવાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રના અધિકારોની લાપરવાહીને કારણે જ આગની દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, આ અહેવાલ બાદ સરકાર વધુ કડક કાર્યવાહી કરે તેવી શક્યતા જોવાઈ રહી હતી. જેમાં આજે જેમાં સસ્પેન્ડેડ અધિકારીને ક્રાઈમબ્રાન્ચે ઉઠાવ્યા છે ફાયર અને પોલીસ અધિકારી અને કેટલાક સાક્ષીઓના નિવેદનો નોંધ્યા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ માટે રાજ્ય સરકારે સીઆઈડી ક્રાઈમના સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સીટની રચના કરી હતી. સીટે ત્રણ દિવસની તપાસના અંતે મોડી સાંજે સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કરી દીધો છે. સૂત્રોના મતે, સીટે બે દિવસ સુધી ટીઆરપી ઝોન અગ્નિકાંડની તપાસ કરી કેટલાક પુરાવાઓ હાથવગા કર્યા હતાં આ ઉપરાંત આગ દુર્ઘટના સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા મ્યુનિ,કોર્પોરેશન, ફાયર અને પોલીસ અધિકારી અને કેટલાક સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતાં. સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા આ ઉપરાંત ટીઆરપી ગેમ ઝોનની બાંધકામની પરવાનગી, ફાયર એનઓસી, પોલીસની મંજુરી, મનારંજન લાયસન્સ સહિત અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની મંજૂરીમાં કોની સાથે સાઠગાંઠ હતી જેના તપાસ કરાઈ છે. પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો હતો.સીટનો પ્રાથમિક અહેવાલ આવે તે પહેલાં જ ચૂંટણી પંચની મજૂરી લઈને સરકારે અગ્નિકાંડમાં જવાબદાર એવાં રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન, માર્ગ અને મકાન તથા પોલીસ વિભાગનાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયાં છે. આ ઉપરાંત રાજકોટ પોલીસ કમિશનર તથા મ્યુનિ.કમિશનર સહિત ચાર આઈએએસ- આઈપીએસ અધિકારીઓની તાબડતોબ બદલી કરી દેવામાં આવી છે.

Rajkot TRP Game Zone અગ્નિકાંડને લઈ મોટા સમાચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એમ.ડી.સાગઠિયાને ક્રાઈમબ્રાન્ચનું તેડું
  • સસ્પેન્ડેડ TPO સાગઠિયાની પૂછપરછ થશે
  • પહેલીવાર અધિકારીઓ પર આવી તવાઇ શરૂ થઇ

રાજકોટ અગ્નિકાંડને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સસ્પેન્ડેડ અધિકારીને ક્રાઈમબ્રાન્ચે ઉઠાવ્યા છે. તેમાં એમ.ડી.સાગઠિયાને ક્રાઈમબ્રાન્ચનું તેડુ આવ્યુ છે. જેમાં સસ્પેન્ડેડ TPO સાગઠિયાની પૂછપરછ થશે. સાદા ડ્રેસમાં પોલીસ ગઇ અને અધિકારીને લઇ આવી છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ અધિકારી પર તવાઇ આવી છે. પહેલીવાર અધિકારીઓ પર આવી તવાઇ શરૂ થઇ છે.

સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે તપાસ માટે નિમેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે. ત્રણ દિવસની તપાસના અંતે તૈયાર કરાયેલો અહેવાલ મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને અપાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહેવાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રના અધિકારોની લાપરવાહીને કારણે જ આગની દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, આ અહેવાલ બાદ સરકાર વધુ કડક કાર્યવાહી કરે તેવી શક્યતા જોવાઈ રહી હતી. જેમાં આજે જેમાં સસ્પેન્ડેડ અધિકારીને ક્રાઈમબ્રાન્ચે ઉઠાવ્યા છે

ફાયર અને પોલીસ અધિકારી અને કેટલાક સાક્ષીઓના નિવેદનો નોંધ્યા

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ માટે રાજ્ય સરકારે સીઆઈડી ક્રાઈમના સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સીટની રચના કરી હતી. સીટે ત્રણ દિવસની તપાસના અંતે મોડી સાંજે સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કરી દીધો છે. સૂત્રોના મતે, સીટે બે દિવસ સુધી ટીઆરપી ઝોન અગ્નિકાંડની તપાસ કરી કેટલાક પુરાવાઓ હાથવગા કર્યા હતાં આ ઉપરાંત આગ દુર્ઘટના સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા મ્યુનિ,કોર્પોરેશન, ફાયર અને પોલીસ અધિકારી અને કેટલાક સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતાં.

સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા

આ ઉપરાંત ટીઆરપી ગેમ ઝોનની બાંધકામની પરવાનગી, ફાયર એનઓસી, પોલીસની મંજુરી, મનારંજન લાયસન્સ સહિત અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની મંજૂરીમાં કોની સાથે સાઠગાંઠ હતી જેના તપાસ કરાઈ છે. પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો હતો.સીટનો પ્રાથમિક અહેવાલ આવે તે પહેલાં જ ચૂંટણી પંચની મજૂરી લઈને સરકારે અગ્નિકાંડમાં જવાબદાર એવાં રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન, માર્ગ અને મકાન તથા પોલીસ વિભાગનાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયાં છે. આ ઉપરાંત રાજકોટ પોલીસ કમિશનર તથા મ્યુનિ.કમિશનર સહિત ચાર આઈએએસ- આઈપીએસ અધિકારીઓની તાબડતોબ બદલી કરી દેવામાં આવી છે.