સાધલી પોલીસ ચોકી સામે ખુલ્લી ગટરમાં બાઇકસવાર ખાબક્યો

અધૂરી છોડી દેવાયેલ વરસાદી કાંસ-ગટરોની કામગીરીગટરો ઢાંકણા બેસાડયાં વિના રેઢી મુકી દેવાતા બાઇકચાલક ભોગ બન્યો સાધલીમાં ખુલ્લી કાંસમાં ખાબકેલી બાઇકને લોકોએ બહાર કાઢી હતી સાધલી મુકામે ડેવલોપમેન્ટ ઓફ્ જંકશન એન્ડ સ્ટ્રોમ વોટર ડ્રેઇનના કામે ઇજારદાર દ્વારા જંકશન વિકસિત કરવાની સાથે વરસાદી ગટરની કામગીરી કરવાની છે. ગટરની કામગીરી શરૂ કર્યા પછી તેની પર ઢાંકણાં મુકવાની કામગીરી પૂરી કરી ન હોવાથી આજરોજ તા. 29 માર્ચ-24 એક બાઈક સવાર બાઇક સાથે જુના પોલીસ ચોકીની સામે ગટરમાં પડયો હતો. તેનો આબાદ બચાવ થયો હતો. સાધલી મુકામે માર્ગ મકાન તંત્ર ગાંધીનગર દ્વારા રૂા. 2 કરોડ 32 લાખના અંદાજિત ખર્ચે જંકશન વિકસિત કરવાનું કામ ઊંચું ટેન્ડર ભરનાર મેં.વી.એસ. શાહ કંપનીને આપેલ છે. કામની શરૂઆત તા. 14 સપ્ટેમ્બર 2023થી કરીને 6 માસમાં તા. 13 માર્ચ-24ના રોજ પૂરું કરવાનું હતું. પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે પ્રીકાસ્ટ ગટર ફીટ કરવાના કામમાં ઢાંકણાં નંખાયા ના હોવાના કારણે આજરોજ મેઇન બજારમાં પોલીસ ચોકીની સામે ખુલ્લી ગટરમાં એક બાઈક ચાલક બાઈક સાથે ગટરમાં પડયો હતો. પરંતુ કોઈ જાનહાનિ થઇ નથી. પ્રા. આરોગ્ય પંચવટી બાગ સામે, પોલીસ ચોકીની સામે, હાઇસ્કૂલ તરફ્ જતા બંને બાજુ, તળાવની સામે હજુ પણ ઢાંકણાં નાખવાના બાકી છે. તદુપરાંત લાઇટિંગ માટે એરિયલ માસ્ટ ફીટ કરવાની કામગીરી બાકી છે. ઇજારદાર દ્વારા 15 મીટર વ્યાસની ગોળાઇના સર્કલના બદલે 10 મીટર વ્યાસની ગોળાઈ કરેલ છે. તથા સર્કલની આજુબાજુ પાકો ડામર નો પોલીસ સાથેનો રસ્તો અધુરો છે.

સાધલી પોલીસ ચોકી સામે ખુલ્લી ગટરમાં બાઇકસવાર ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અધૂરી છોડી દેવાયેલ વરસાદી કાંસ-ગટરોની કામગીરી
  • ગટરો ઢાંકણા બેસાડયાં વિના રેઢી મુકી દેવાતા બાઇકચાલક ભોગ બન્યો
  • સાધલીમાં ખુલ્લી કાંસમાં ખાબકેલી બાઇકને લોકોએ બહાર કાઢી હતી

સાધલી મુકામે ડેવલોપમેન્ટ ઓફ્ જંકશન એન્ડ સ્ટ્રોમ વોટર ડ્રેઇનના કામે ઇજારદાર દ્વારા જંકશન વિકસિત કરવાની સાથે વરસાદી ગટરની કામગીરી કરવાની છે. ગટરની કામગીરી શરૂ કર્યા પછી તેની પર ઢાંકણાં મુકવાની કામગીરી પૂરી કરી ન હોવાથી આજરોજ તા. 29 માર્ચ-24 એક બાઈક સવાર બાઇક સાથે જુના પોલીસ ચોકીની સામે ગટરમાં પડયો હતો. તેનો આબાદ બચાવ થયો હતો.

સાધલી મુકામે માર્ગ મકાન તંત્ર ગાંધીનગર દ્વારા રૂા. 2 કરોડ 32 લાખના અંદાજિત ખર્ચે જંકશન વિકસિત કરવાનું કામ ઊંચું ટેન્ડર ભરનાર મેં.વી.એસ. શાહ કંપનીને આપેલ છે. કામની શરૂઆત તા. 14 સપ્ટેમ્બર 2023થી કરીને 6 માસમાં તા. 13 માર્ચ-24ના રોજ પૂરું કરવાનું હતું. પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે પ્રીકાસ્ટ ગટર ફીટ કરવાના કામમાં ઢાંકણાં નંખાયા ના હોવાના કારણે આજરોજ મેઇન બજારમાં પોલીસ ચોકીની સામે ખુલ્લી ગટરમાં એક બાઈક ચાલક બાઈક સાથે ગટરમાં પડયો હતો. પરંતુ કોઈ જાનહાનિ થઇ નથી. પ્રા. આરોગ્ય પંચવટી બાગ સામે, પોલીસ ચોકીની સામે, હાઇસ્કૂલ તરફ્ જતા બંને બાજુ, તળાવની સામે હજુ પણ ઢાંકણાં નાખવાના બાકી છે. તદુપરાંત લાઇટિંગ માટે એરિયલ માસ્ટ ફીટ કરવાની કામગીરી બાકી છે. ઇજારદાર દ્વારા 15 મીટર વ્યાસની ગોળાઇના સર્કલના બદલે 10 મીટર વ્યાસની ગોળાઈ કરેલ છે. તથા સર્કલની આજુબાજુ પાકો ડામર નો પોલીસ સાથેનો રસ્તો અધુરો છે.