NEET Results 2024: અમદાવાદના ઋષભ શાહે મારી બાજી,720-સ્કોર બ્રેક કરીને દેશમાં પ્રથમ

4 જૂને NEET UG 2024નું પરિણામ જાહેર અમદાવાદનો વિદ્યાર્થી ઋષભ શાહ ભારતમાં પ્રથમ ક્રમે વિદ્યાર્થી ઋષભ શાહે NEET 2024માં 720 /720 મેળવ્યા 4 જૂને NEET UG 2024નું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે કુલ 67 વિદ્યાર્થીઓએ રેન્ક 1 મેળવ્યો છે. NEET 2024 માટે 24,06,079 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 23,33,297 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 13,16,268 ક્વોલિફાઇ થયા હતા. અમદાવાદના H.B.કાપડિયા હાઇસ્કૂલનો વિદ્યાર્થી ઋષભ શાહ NEET 2024માં 720 /720 સ્કોર કરીને ભારતમાં પ્રથમ ક્રમે રેન્ક પ્રાપ્ત કર્યો છે. NEET UG 2024 ના પરિણામો આજે, 4 જૂને જાહેર કર્યા છે. ઉમેદવારો વેબસાઇટ દ્વારા ચકાસી શકે છે. ટોચના સ્કોરર્સ અને લાયકાત મેળવનારા ઉમેદવારોની વિગતો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે, એનટીએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. પરિણામ સીધા exams.nta.ac.in પર જોઈ શકાય છે. NEET UG 2024 5 મેના રોજ યોજાઈ હતી જેમાં 24 લાખથી વધુ અરજદારોએ ભાગ લીધો હતો. 67 જેટલા વિદ્યાર્થીઓએ આ વખતે 720/720 સ્કોર કરીને ઓલ ઈન્ડિયા રેન્ક 1 મેળવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં તમામ કેટેગરીમાં કટ ઓફ માર્ક્સ વધ્યા છે. કટ-ઓફની ગણતરી NEET પ્રશ્નપત્રના મુશ્કેલી સ્તર, ઉપલબ્ધ બેઠકોની કુલ સંખ્યા અને પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની કુલ સંખ્યાના આધારે કરવામાં આવે છે.

NEET Results 2024: અમદાવાદના ઋષભ શાહે મારી બાજી,720-સ્કોર બ્રેક કરીને દેશમાં પ્રથમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 4 જૂને NEET UG 2024નું પરિણામ જાહેર
  • અમદાવાદનો વિદ્યાર્થી ઋષભ શાહ ભારતમાં પ્રથમ ક્રમે
  • વિદ્યાર્થી ઋષભ શાહે NEET 2024માં 720 /720 મેળવ્યા

4 જૂને NEET UG 2024નું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે કુલ 67 વિદ્યાર્થીઓએ રેન્ક 1 મેળવ્યો છે. NEET 2024 માટે 24,06,079 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 23,33,297 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 13,16,268 ક્વોલિફાઇ થયા હતા. અમદાવાદના H.B.કાપડિયા હાઇસ્કૂલનો વિદ્યાર્થી ઋષભ શાહ NEET 2024માં 720 /720 સ્કોર કરીને ભારતમાં પ્રથમ ક્રમે રેન્ક પ્રાપ્ત કર્યો છે.

NEET UG 2024 ના પરિણામો આજે, 4 જૂને જાહેર કર્યા છે. ઉમેદવારો વેબસાઇટ દ્વારા ચકાસી શકે છે. ટોચના સ્કોરર્સ અને લાયકાત મેળવનારા ઉમેદવારોની વિગતો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે, એનટીએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. પરિણામ સીધા exams.nta.ac.in પર જોઈ શકાય છે.

NEET UG 2024 5 મેના રોજ યોજાઈ હતી જેમાં 24 લાખથી વધુ અરજદારોએ ભાગ લીધો હતો. 67 જેટલા વિદ્યાર્થીઓએ આ વખતે 720/720 સ્કોર કરીને ઓલ ઈન્ડિયા રેન્ક 1 મેળવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં તમામ કેટેગરીમાં કટ ઓફ માર્ક્સ વધ્યા છે. કટ-ઓફની ગણતરી NEET પ્રશ્નપત્રના મુશ્કેલી સ્તર, ઉપલબ્ધ બેઠકોની કુલ સંખ્યા અને પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની કુલ સંખ્યાના આધારે કરવામાં આવે છે.