Surat News : સુમુલ ડેરી દ્વારા મતદાનને લઈ અનોખો સંદેશો પહોંચાડાયો

આગામી 7 મે એ રાજ્યભરમાં યોજાનારા લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે છે તે માટે પ્રયાસો દૂધ અને છાશની ભેગી થઈ રોજની 12.50 લાખ થેલીઓ લોકોના ઘર સુધી જાય છે જાગૃતિ સંદેશ લાખો લોકોના ઘરોમાં પહોંચાડવાના પ્રયાસ દેશભરમાં લોકસભાની ચૂંટણીના ઢોલ વાગી ગયા છે,તો બીજી તરફ ઉમેદવારો પણ ચૂંટણીના પ્રચાર માટે ઘરે ઘરે જઈ પ્રચાર કરી રહ્યાં છે,સુમુલ ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.દૂધ અને છાશની થેલીઓ થકી આ સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે,દૂધ અને છાશની થેલી પર લખ્યું છે કે ‘ચુનાવ કા પર્વ’,આ રીતે લાખો ઘરોમાં પહોંચાડે છે મતદાન જાગૃતિનો સંદેશ.સુરતની વિવિધ સંસ્થાઓ કે ઔદ્યોગિક એકમો દ્વારા પણ મતદાન જાગૃતિ વધારવાના વિશેષ પ્રયાસો કરાઇ રહ્યા છે. દરેક લોકો માટે પ્રેરણાદાયક સંદેશ આગામી 7મી મે એ રાજ્યભરમાં યોજાનારા લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતીઓ ચૂંટણીના આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા જિલ્લામાં યુવાનોથી માંડી વૃદ્ધોને મતદાન માટે પ્રેરણા આપવા વિવિધ પ્રયત્નો કરાઈ રહ્યા છે.જેમાં સુરતની પ્રખ્યાત સુમુલ ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખી પહેલ હાથ ધરાઇ છે. 12.50 લાખ થેલીઓ પર મતદાન જાગૃતિનો સંદેશ સુમુલ ડેરી સંસ્થા દ્વારા રોજની આશરે 12.50 લાખ થેલીઓ પર ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ સૂત્રને પ્રિન્ટ કરાવી મતદાન જાગૃતિનો સંદેશ લાખો ઘરે પહોંચાડવામાં આવે છે. તેમજ તેમના દ્વારા આગામી અમુક દિવસો સુધી આ જ રીતે મતદાન જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના દ્વારા મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

Surat News : સુમુલ ડેરી દ્વારા મતદાનને લઈ અનોખો સંદેશો પહોંચાડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આગામી 7 મે એ રાજ્યભરમાં યોજાનારા લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે છે તે માટે પ્રયાસો
  • દૂધ અને છાશની ભેગી થઈ રોજની 12.50 લાખ થેલીઓ લોકોના ઘર સુધી જાય છે
  • જાગૃતિ સંદેશ લાખો લોકોના ઘરોમાં પહોંચાડવાના પ્રયાસ

દેશભરમાં લોકસભાની ચૂંટણીના ઢોલ વાગી ગયા છે,તો બીજી તરફ ઉમેદવારો પણ ચૂંટણીના પ્રચાર માટે ઘરે ઘરે જઈ પ્રચાર કરી રહ્યાં છે,સુમુલ ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.દૂધ અને છાશની થેલીઓ થકી આ સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે,દૂધ અને છાશની થેલી પર લખ્યું છે કે ‘ચુનાવ કા પર્વ’,આ રીતે લાખો ઘરોમાં પહોંચાડે છે મતદાન જાગૃતિનો સંદેશ.સુરતની વિવિધ સંસ્થાઓ કે ઔદ્યોગિક એકમો દ્વારા પણ મતદાન જાગૃતિ વધારવાના વિશેષ પ્રયાસો કરાઇ રહ્યા છે.

દરેક લોકો માટે પ્રેરણાદાયક સંદેશ

આગામી 7મી મે એ રાજ્યભરમાં યોજાનારા લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતીઓ ચૂંટણીના આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા જિલ્લામાં યુવાનોથી માંડી વૃદ્ધોને મતદાન માટે પ્રેરણા આપવા વિવિધ પ્રયત્નો કરાઈ રહ્યા છે.જેમાં સુરતની પ્રખ્યાત સુમુલ ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખી પહેલ હાથ ધરાઇ છે.


12.50 લાખ થેલીઓ પર મતદાન જાગૃતિનો સંદેશ

સુમુલ ડેરી સંસ્થા દ્વારા રોજની આશરે 12.50 લાખ થેલીઓ પર ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ સૂત્રને પ્રિન્ટ કરાવી મતદાન જાગૃતિનો સંદેશ લાખો ઘરે પહોંચાડવામાં આવે છે. તેમજ તેમના દ્વારા આગામી અમુક દિવસો સુધી આ જ રીતે મતદાન જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના દ્વારા મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.