Rajkot News: વેકેશનમાં મુસાફરોનો વધારો થતા એરલાઇન્સ તરફથી ત્રણ ગણો ભાવ

વેકેશનના કારણે રાજકોટથી હવાઈ મુસાફરી મોંઘી થઇ રાજકોટથી દિલ્હીનો ભાવ રૂ.19 હજારથી 21800 થયો ઇન્ડિગોમાં રાજકોટથી દિલ્હીનો ભાવ રૂ. 19189 વેકેશનના કારણે રાજકોટથી હવાઈ મુસાફરી મોંઘી થઇ છે. જેમાં રાજકોટથી દિલ્હીનો ભાવ રૂ.19 હજારથી 21800 થયો છે. તથા ઇન્ડિગોમાં રાજકોટથી દિલ્હીનો ભાવ રૂ. 19189 તથા એર ઇન્ડિયાની ટિકિટનો ભાવ રૂ. 21800 છે. તેમાં એરલાઇન્સ દ્વારા 3 ગણો ભાવ લેવાઈ રહ્યો છે. ટ્રેનો અને બસોમાં ઘસારો હોવાથી લોકો હવાઈ મુસાફરી તરફ વળ્યા ટ્રેનો અને બસોમાં ઘસારો હોવાથી લોકો હવાઈ મુસાફરી તરફ વળ્યા છે. જેમાં એરલાઇન્સ તરફથી ત્રણ ગણો ભાવ લેવામાં આવી રહ્યો છે. ઉનાળુ વેકેશન પડતાની સાથે રેલવે, બસ તેમજ પ્લેનમાં મુસાફરોનો ધસારો વધ્યો છે. આકરી ગરમીથી છુટકારો મેળવવા મોટા ભાગના લોકો ઉત્તર ભારત તરફ ફરવા જઇ રહ્યા છે. જેને કારણે રાજકોટથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેન અને બસ સેવામાં ખૂબ જ ધસારો હોવાથી લોકો હવાઇ મુસાફરી તરફ વળ્યા છે. રાજકોટ હિરાસર એરપોર્ટથી રોજ સાંજે સીધી દિલ્હીની બે ફ્લાઇટ મુસાફરોના ઘસારાની તકનો એરલાઇન્સોએ ભરપૂર લાભ લઇને ટિકિટના દરને આસમાને પહોંચાડી મુસાફરો પાસેથી ત્રણ ગણા ભાવ વસૂલી રહ્યા છે. ઉત્તર ભારત તરફ જતી વિવિધ ટ્રેન તેમજ ખાનગી ટ્રાવેલ્સની બસમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ટ્રેન, બસમાં વધી રહેલા લોકોના ધસારાની અસર હવાઇ મુસાફરીમાં પણ જોવા મળી છે. ત્યારે રાજકોટ હિરાસર એરપોર્ટથી રોજ સાંજે સીધી દિલ્હીની બે ફ્લાઇટ છે. જેમાં એર ઇન્ડિયાની રાતે આઠ વાગ્યે અને ઇન્ડિગોની ફ્લાઇટ સાંજે છ વાગ્યે છે. 

Rajkot News: વેકેશનમાં મુસાફરોનો વધારો થતા એરલાઇન્સ તરફથી ત્રણ ગણો ભાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વેકેશનના કારણે રાજકોટથી હવાઈ મુસાફરી મોંઘી થઇ
  • રાજકોટથી દિલ્હીનો ભાવ રૂ.19 હજારથી 21800 થયો
  • ઇન્ડિગોમાં રાજકોટથી દિલ્હીનો ભાવ રૂ. 19189

વેકેશનના કારણે રાજકોટથી હવાઈ મુસાફરી મોંઘી થઇ છે. જેમાં રાજકોટથી દિલ્હીનો ભાવ રૂ.19 હજારથી 21800 થયો છે. તથા ઇન્ડિગોમાં રાજકોટથી દિલ્હીનો ભાવ રૂ. 19189 તથા એર ઇન્ડિયાની ટિકિટનો ભાવ રૂ. 21800 છે. તેમાં એરલાઇન્સ દ્વારા 3 ગણો ભાવ લેવાઈ રહ્યો છે.

ટ્રેનો અને બસોમાં ઘસારો હોવાથી લોકો હવાઈ મુસાફરી તરફ વળ્યા

ટ્રેનો અને બસોમાં ઘસારો હોવાથી લોકો હવાઈ મુસાફરી તરફ વળ્યા છે. જેમાં એરલાઇન્સ તરફથી ત્રણ ગણો ભાવ લેવામાં આવી રહ્યો છે. ઉનાળુ વેકેશન પડતાની સાથે રેલવે, બસ તેમજ પ્લેનમાં મુસાફરોનો ધસારો વધ્યો છે. આકરી ગરમીથી છુટકારો મેળવવા મોટા ભાગના લોકો ઉત્તર ભારત તરફ ફરવા જઇ રહ્યા છે. જેને કારણે રાજકોટથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેન અને બસ સેવામાં ખૂબ જ ધસારો હોવાથી લોકો હવાઇ મુસાફરી તરફ વળ્યા છે.

રાજકોટ હિરાસર એરપોર્ટથી રોજ સાંજે સીધી દિલ્હીની બે ફ્લાઇટ

મુસાફરોના ઘસારાની તકનો એરલાઇન્સોએ ભરપૂર લાભ લઇને ટિકિટના દરને આસમાને પહોંચાડી મુસાફરો પાસેથી ત્રણ ગણા ભાવ વસૂલી રહ્યા છે. ઉત્તર ભારત તરફ જતી વિવિધ ટ્રેન તેમજ ખાનગી ટ્રાવેલ્સની બસમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ટ્રેન, બસમાં વધી રહેલા લોકોના ધસારાની અસર હવાઇ મુસાફરીમાં પણ જોવા મળી છે. ત્યારે રાજકોટ હિરાસર એરપોર્ટથી રોજ સાંજે સીધી દિલ્હીની બે ફ્લાઇટ છે. જેમાં એર ઇન્ડિયાની રાતે આઠ વાગ્યે અને ઇન્ડિગોની ફ્લાઇટ સાંજે છ વાગ્યે છે.