Rajkot News: શહેરની આ રેસ્ટોરન્ટમાં જમવા જશો તો પડશો બિમાર

આરોગ્ય વિભાગ દ્વારા પોસ વિસ્તારના રેસ્ટોરન્ટમાં દરોડા યુનિવર્સિટી રો, મહુડી રૈયા રોડ, યાજ્ઞિક રોડ અને મસાલા માર્કેટમાં ચકાસણી શરૂ મન્ચુરીયન, ચીલી સોસ, લીલી ચટણીનો 30 કિલો જથ્થો નાશ કરાયો રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા પોસ વિસ્તારના રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા છે. જેમાં યુનિવર્સિટી રો, મહુડી રૈયા રોડ, યાજ્ઞિક રોડ અને મસાલા માર્કેટમાં ચકાસણી શરૂ કરી છે. મિચીઝ, બીએનએસ, બિનહરીફ, સંજય ખમણમાં બિમાર પાડતી ખાદ્ય ચીજો મળી આવી છે. તેમજ વાસી નુડલ્સ, પાસ્તા, સલાડ, મન્ચુરીયન, ચીલી સોસ, લીલી ચટણીનો 30 કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. 85 કિલો અખાધ ફ્રૂટનો જથ્થો નાશ કરવામાં આવ્યો તાજેતરમાં વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતી ખોરાક શાખાની ટીમે ખંડેરાવ માર્કેટ અને વેરાઈ માતા ચોકમાં આવેલ ફળફળાદીના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અંદાજે 55 જેટલી વખાણ, દુકાનોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. અહીં સડી ગયેલો 85 કિલો અખાધ ફ્રૂટનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. નફો મેળવી લેવાના હેતુસર કેરીના કેટલાક વેપારીઓ ફળ પકવવા માટે કાર્બાઇડની પડીકી વાપરતા હોય છે પરંતુ આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરેલ તપાસમાં ખંડેરાવ માર્કેટ કે વેરાઈ માતા ચોકના કોઈપણ ફ્રુટના વેપારીને ત્યાંથી કાર્બાઇડની પડીકી મળી આવી ન હતી. આ મામલે અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈધે જણાવ્યું હતું કે, એફએસએસઆઇ દ્વારા ઈથીલીન રાઇફરલને મંજૂરી આપવામાં આવી છે અને તેથી કેરી પકવવા ફ્રુટના વેપારીઓ હવે તેનો ઉપયોગ કરતા હોવાથી કાર્બાઇડની પડીકીઓ મળતી નથી. કેરી, ચીકુ સહિતના સડેલા ફળ મળી આવ્યા હતા કોર્પોરેશનના ફુડ સેફટી વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્યની સુખાકારીને ધ્યાનમાં લઈ ફ્રુટના મોટા બે બજારમાં ચેકિંગ ધરવામાં આવ્યું હતું. ફૂડ ઇન્સ્પેક્ટરો સહિતની અલગ અલગ આઠ ટીમોએ ખંડેરાવ માર્કેટ અને વેરાઈ માતા ચોક જ્યાં મોટા પ્રમાણમાં ફ્રુટના વિક્રેતાઓ પોતાનો વ્યવસાય કરી રહ્યા છે ત્યાં ચેકિંગ શરૂ કર્યું હતું. જ્યાં તપાસ દરમિયાન તેઓને કેરી, ચીકુ સહિતના સડેલા ફળ મળી આવ્યા હતા અને સ્થળ પર જ તેઓનો નાશ કરવામાં આવ્યો હતો.

Rajkot News: શહેરની આ રેસ્ટોરન્ટમાં જમવા જશો તો પડશો બિમાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોગ્ય વિભાગ દ્વારા પોસ વિસ્તારના રેસ્ટોરન્ટમાં દરોડા
  • યુનિવર્સિટી રો, મહુડી રૈયા રોડ, યાજ્ઞિક રોડ અને મસાલા માર્કેટમાં ચકાસણી શરૂ
  • મન્ચુરીયન, ચીલી સોસ, લીલી ચટણીનો 30 કિલો જથ્થો નાશ કરાયો

રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા પોસ વિસ્તારના રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા છે. જેમાં યુનિવર્સિટી રો, મહુડી રૈયા રોડ, યાજ્ઞિક રોડ અને મસાલા માર્કેટમાં ચકાસણી શરૂ કરી છે. મિચીઝ, બીએનએસ, બિનહરીફ, સંજય ખમણમાં બિમાર પાડતી ખાદ્ય ચીજો મળી આવી છે. તેમજ વાસી નુડલ્સ, પાસ્તા, સલાડ, મન્ચુરીયન, ચીલી સોસ, લીલી ચટણીનો 30 કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો છે.

85 કિલો અખાધ ફ્રૂટનો જથ્થો નાશ કરવામાં આવ્યો

તાજેતરમાં વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતી ખોરાક શાખાની ટીમે ખંડેરાવ માર્કેટ અને વેરાઈ માતા ચોકમાં આવેલ ફળફળાદીના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અંદાજે 55 જેટલી વખાણ, દુકાનોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. અહીં સડી ગયેલો 85 કિલો અખાધ ફ્રૂટનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. નફો મેળવી લેવાના હેતુસર કેરીના કેટલાક વેપારીઓ ફળ પકવવા માટે કાર્બાઇડની પડીકી વાપરતા હોય છે પરંતુ આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરેલ તપાસમાં ખંડેરાવ માર્કેટ કે વેરાઈ માતા ચોકના કોઈપણ ફ્રુટના વેપારીને ત્યાંથી કાર્બાઇડની પડીકી મળી આવી ન હતી. આ મામલે અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈધે જણાવ્યું હતું કે, એફએસએસઆઇ દ્વારા ઈથીલીન રાઇફરલને મંજૂરી આપવામાં આવી છે અને તેથી કેરી પકવવા ફ્રુટના વેપારીઓ હવે તેનો ઉપયોગ કરતા હોવાથી કાર્બાઇડની પડીકીઓ મળતી નથી.

કેરી, ચીકુ સહિતના સડેલા ફળ મળી આવ્યા હતા

કોર્પોરેશનના ફુડ સેફટી વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્યની સુખાકારીને ધ્યાનમાં લઈ ફ્રુટના મોટા બે બજારમાં ચેકિંગ ધરવામાં આવ્યું હતું. ફૂડ ઇન્સ્પેક્ટરો સહિતની અલગ અલગ આઠ ટીમોએ ખંડેરાવ માર્કેટ અને વેરાઈ માતા ચોક જ્યાં મોટા પ્રમાણમાં ફ્રુટના વિક્રેતાઓ પોતાનો વ્યવસાય કરી રહ્યા છે ત્યાં ચેકિંગ શરૂ કર્યું હતું. જ્યાં તપાસ દરમિયાન તેઓને કેરી, ચીકુ સહિતના સડેલા ફળ મળી આવ્યા હતા અને સ્થળ પર જ તેઓનો નાશ કરવામાં આવ્યો હતો.