એપ્લિકેશનના હજુ ઠેકાણા નથી ત્યારે વેરો સુલવા નવા 11 કાઉન્ટર ઊભા કરાશે

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા તૈયાર થનારીનવા ઉમેરાયેલા વિસ્તારમાં જૂની ગ્રામ પંચાયત કચેરી ખાતેથી પણ વેરો ભરી શકાશે : કુલ ૨૯ સેન્ટરો રહેશેગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઓનલાઇન મિલકત વેરો વસૂલવા માટે એપ્લિકેશન તૈયાર કરવામાં આવી રહી છે પરંતુ હજી સુધી તેનું ઠેકાણું પડયું નથી ત્યારે એપ્રિલ મહિનાથી એડવાન્સ ટેક્સ મેળવવાની કામગીરી શરૃ થવાની છે ત્યારે સેક્ટર ૧૧ બહુમાળી બિલ્ડીંગ ખાતે કોર્પોરેશન દ્વારા વેરો વસૂલવા નવા ૧૧ કાઉન્ટર ઊભા કરી દેવાની તજવીજ શરૃ કરવામાં આવી છે.રાજ્યના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકા હાલ ઇન્દિરા બ્રિજથી વૈષ્ણોદેવી અને રાંધેજા સુધી વિસ્તરી ચૂકી છે ત્યારે આ વિસ્તારમાં રહેણાંક અને કોમશયલ મળી કુલ ૧.૭૫ લાખ કરતા વધુ મિલકતો આવેલી છે અને આ મિલકતો પાસેથી દર વર્ષે વેરો વસૂલવામાં આવતો હોય છે. જોકે મિલકતોની સામે વેરા વસુલાતના સેન્ટરો ઓછા છે. આ સ્થિતિમાં કોર્પોરેશન દ્વારા અમદાવાદની પેટન પ્રમાણે એપ્લિકેશન મારફતે ઓનલાઈન વેરો ભરાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે પરંતુ હજી સુધી એપ્લિકેશન તૈયાર થઈ નથી. આ સ્થિતિમાં આગામી એપ્રિલ મહિનાથી એડવાન્સ મિલકતો વસૂલવાની કામગીરી શરૃ કરવામાં આવનાર છે. જેથી ગયા વર્ષની જેમ આ વર્ષે પણ વેરો ભરવા આવનાર નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવું પડે તે માટે કોર્પોરેશન દ્વારા સેક્ટર ૧૧માં બહુમાળી બિલ્ડીંગ ખાતે કચેરીમાં વેરો વસૂલવા માટે નવા ૧૧ કાઉન્ટર ઉભા કરશે. જેથી કરીને નાગરિકોને વેરો ભરવા માટે લાંબી લાઈનોમાં પણ ઉભા રહેવું પડશે નહીં. તેની સાથે નવા વિસ્તારમાં જૂની ગ્રામ પંચાયતોમાં કોર્પોરેશનની કચેરી કાર્યરત છે ત્યાં પણ વેરો વસૂલવાની કામગીરી કરવામાં આવશે. હાલ કોર્પોરેશન ઓનલાઇન વેરો ભરાય તે માટે એપ્લિકેશન તૈયાર કરવા મથી રહ્યું છે પરંતુ તે ક્યારેય થશે તે તો આવનારો સમય જ કહેશે.

એપ્લિકેશનના હજુ ઠેકાણા નથી ત્યારે વેરો સુલવા નવા 11 કાઉન્ટર ઊભા કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા તૈયાર થનારી

નવા ઉમેરાયેલા વિસ્તારમાં જૂની ગ્રામ પંચાયત કચેરી ખાતેથી પણ વેરો ભરી શકાશે : કુલ ૨૯ સેન્ટરો રહેશે

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઓનલાઇન મિલકત વેરો વસૂલવા માટે એપ્લિકેશન તૈયાર કરવામાં આવી રહી છે પરંતુ હજી સુધી તેનું ઠેકાણું પડયું નથી ત્યારે એપ્રિલ મહિનાથી એડવાન્સ ટેક્સ મેળવવાની કામગીરી શરૃ થવાની છે ત્યારે સેક્ટર ૧૧ બહુમાળી બિલ્ડીંગ ખાતે કોર્પોરેશન દ્વારા વેરો વસૂલવા નવા ૧૧ કાઉન્ટર ઊભા કરી દેવાની તજવીજ શરૃ કરવામાં આવી છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકા હાલ ઇન્દિરા બ્રિજથી વૈષ્ણોદેવી અને રાંધેજા સુધી વિસ્તરી ચૂકી છે ત્યારે આ વિસ્તારમાં રહેણાંક અને કોમશયલ મળી કુલ ૧.૭૫ લાખ કરતા વધુ મિલકતો આવેલી છે અને આ મિલકતો પાસેથી દર વર્ષે વેરો વસૂલવામાં આવતો હોય છે. જોકે મિલકતોની સામે વેરા વસુલાતના સેન્ટરો ઓછા છે. આ સ્થિતિમાં કોર્પોરેશન દ્વારા અમદાવાદની પેટન પ્રમાણે એપ્લિકેશન મારફતે ઓનલાઈન વેરો ભરાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે પરંતુ હજી સુધી એપ્લિકેશન તૈયાર થઈ નથી. આ સ્થિતિમાં આગામી એપ્રિલ મહિનાથી એડવાન્સ મિલકતો વસૂલવાની કામગીરી શરૃ કરવામાં આવનાર છે. જેથી ગયા વર્ષની જેમ આ વર્ષે પણ વેરો ભરવા આવનાર નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવું પડે તે માટે કોર્પોરેશન દ્વારા સેક્ટર ૧૧માં બહુમાળી બિલ્ડીંગ ખાતે કચેરીમાં વેરો વસૂલવા માટે નવા ૧૧ કાઉન્ટર ઉભા કરશે. જેથી કરીને નાગરિકોને વેરો ભરવા માટે લાંબી લાઈનોમાં પણ ઉભા રહેવું પડશે નહીં. તેની સાથે નવા વિસ્તારમાં જૂની ગ્રામ પંચાયતોમાં કોર્પોરેશનની કચેરી કાર્યરત છે ત્યાં પણ વેરો વસૂલવાની કામગીરી કરવામાં આવશે. હાલ કોર્પોરેશન ઓનલાઇન વેરો ભરાય તે માટે એપ્લિકેશન તૈયાર કરવા મથી રહ્યું છે પરંતુ તે ક્યારેય થશે તે તો આવનારો સમય જ કહેશે.