નાના કપાયામાં દિકરીના મોતના સદમામાં માતાનો ટ્રેઇલર નીચે પડતું મુકી આપઘાત

ધ્રોબાણાની સીમમાં થાંભલા પરથી પટકાતાં શ્રમજીવીનો જીવ ગયો ભુજમાં ગૃહકંકાસમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાતભુજ: પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુ આપઘાતના ત્રણ બનાવમાં મહિલા અને બે યુવકના જીવન પર પૂર્ણ વિરામ મુકાઇ ગયો છે. નાના કપાયા ગામે છ માસ પૂર્વે દિકરીના મોતના સદમામાં રહેલી માતાએ ટ્રેઇલર નીચે પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી. તો, ભુજમાં ગૃહકંકાસથી કંટાળેલા યુવકે ફાંસો ખાઇ લઇ જીવનનો ત્યાગ કર્યો હતો. જ્યારે ખાવડા નજીકના ધ્રોબાણાની સીમમાં થાંપલા પરથી પટકાતાં શ્રમજીવીનું મોત નીપજ્યું હતું.મુંદરા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના નાના કપાયા ગામે રહેતા ૪૩ વર્ષીય હાદકાબેન ભાવિનભાઇ ભટ્ટ નામના પરણીત મહિલાએ બુધવારે વહેલી સવારે સાડા સાત વાગ્યા પહેલા નાના કપાયા ખાતે હોનેસ્ટ હોટલ સામેના રોડ પર પસાર થતા ટ્રેઇલર નીચે પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. આ અંગે તપાસનીશ એએસઆઇ જેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, છમાસ પહેલા હતભાગી મહિલાની ૪ વર્ષની દિકરી ઘરના ધાબા પર રમતા રમતા પડી ગઇ હતી. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારથી મરણજનાર હાદકાબેન દિકરીના મોતના સબદમાં રહેતા હતા. બુધવારે સવારે કોઇને કહ્યા વગર ઘરની બહાર નીકળી ગયા હતા. અને રોડ પરથી પસાર થતા ટ્રેઇલર નીચે પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. મુંદરા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો, ભુજ તાલુકાના ધ્રોબાણા ગામની સીમમાં મહાકાલ કન્ટ્રકશનના કામમાં મજુર તરીકે કામ કરી રહેલા ઉદયકુમાર રામપ્રવેશ સદા (ઉ.વ.૨૬) નામનો શ્રમજીવી બુધવારે સવારે થાંભલા પર ચડીને કામ કરી રહ્યો હતો. ત્યારે અકસ્માતે નીચે પડી જતાં તેને ગંભીર હાલત તળે પ્રથમ ખાવડા બાદમાં ભુજ એકોર્ડ હોસ્પિટલમાં લઇ આવતાં જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ખાવડા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી હતી. તો, ભુજના સર્વામંડપ વિસ્તારમાં રહેતા ચમનભાઇ અરવિંદભાઇ ચૌહાણ (ઉ.વ.૩૨)એ મંગળવારે સાંજે સાડા ચાર વાગ્યે પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બી ડિવિઝન પોલીસ મથકના મહિલા પીએસઆઇ ડી.કે.વાઘેલાની પ્રાથમિક તપાસમાં હતભાગીએ ઘર કંકાસમાં કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. જો કે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નાના કપાયામાં દિકરીના મોતના સદમામાં માતાનો ટ્રેઇલર નીચે પડતું મુકી આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ધ્રોબાણાની સીમમાં થાંભલા પરથી પટકાતાં શ્રમજીવીનો જીવ ગયો 

ભુજમાં ગૃહકંકાસમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

ભુજ: પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુ આપઘાતના ત્રણ બનાવમાં મહિલા અને બે યુવકના જીવન પર પૂર્ણ વિરામ મુકાઇ ગયો છે. નાના કપાયા ગામે છ માસ પૂર્વે દિકરીના મોતના સદમામાં રહેલી માતાએ ટ્રેઇલર નીચે પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી. તો, ભુજમાં ગૃહકંકાસથી કંટાળેલા યુવકે ફાંસો ખાઇ લઇ જીવનનો ત્યાગ કર્યો હતો. જ્યારે ખાવડા નજીકના ધ્રોબાણાની સીમમાં થાંપલા પરથી પટકાતાં શ્રમજીવીનું મોત નીપજ્યું હતું.

મુંદરા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના નાના કપાયા ગામે રહેતા ૪૩ વર્ષીય હાદકાબેન ભાવિનભાઇ ભટ્ટ નામના પરણીત મહિલાએ બુધવારે વહેલી સવારે સાડા સાત વાગ્યા પહેલા નાના કપાયા ખાતે હોનેસ્ટ હોટલ સામેના રોડ પર પસાર થતા ટ્રેઇલર નીચે પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. આ અંગે તપાસનીશ એએસઆઇ જેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, છમાસ પહેલા હતભાગી મહિલાની ૪ વર્ષની દિકરી ઘરના ધાબા પર રમતા રમતા પડી ગઇ હતી. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારથી મરણજનાર હાદકાબેન દિકરીના મોતના સબદમાં રહેતા હતા. બુધવારે સવારે કોઇને કહ્યા વગર ઘરની બહાર નીકળી ગયા હતા. અને રોડ પરથી પસાર થતા ટ્રેઇલર નીચે પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. મુંદરા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો, ભુજ તાલુકાના ધ્રોબાણા ગામની સીમમાં મહાકાલ કન્ટ્રકશનના કામમાં મજુર તરીકે કામ કરી રહેલા ઉદયકુમાર રામપ્રવેશ સદા (ઉ.વ.૨૬) નામનો શ્રમજીવી બુધવારે સવારે થાંભલા પર ચડીને કામ કરી રહ્યો હતો. ત્યારે અકસ્માતે નીચે પડી જતાં તેને ગંભીર હાલત તળે પ્રથમ ખાવડા બાદમાં ભુજ એકોર્ડ હોસ્પિટલમાં લઇ આવતાં જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ખાવડા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી હતી. તો, ભુજના સર્વામંડપ વિસ્તારમાં રહેતા ચમનભાઇ અરવિંદભાઇ ચૌહાણ (ઉ.વ.૩૨)એ મંગળવારે સાંજે સાડા ચાર વાગ્યે પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બી ડિવિઝન પોલીસ મથકના મહિલા પીએસઆઇ ડી.કે.વાઘેલાની પ્રાથમિક તપાસમાં હતભાગીએ ઘર કંકાસમાં કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. જો કે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.