Vadodara News: હરણી એરપોર્ટ પરથી જીવતા કાર્ટેજ સાથે શખ્સ ઝડપાયો

મુસાફરની બેગમાંથી કાર્ટેજ મળતા FSL દ્વારા તપાસમુસાફર સુમિતકુમાર સિંગ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ આરોપીને કોર્ટમાં રજૂ કરતા મળ્યા 2 દિવસના રિમાન્ડ વડોદરા એરપોર્ટ પરથી જીવતા કાર્ટેજ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. વડોદરાના હરણી એરપોર્ટ પર લગેજ સ્કેનિંગ દરમિયાન એક શખ્સના લગેજ માંથી જીવતો કાર્ટેજ મળી આવ્યો હતો. જેને લઈને મુસાફરની તપાસ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, વડોદરા એરપોર્ટ પર એક શખ્સના લગેજના સ્કેનિંગ દરમિયાન કાર્ટેજ મળી આવતા એફ.એસ.એલના અધિકારીએ તપાસ કરી હતી. જાણવા મળી રહ્યું છે કે મુસાફર સુમિત કુમાર સિંગ વિરૂદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેના લગેજ માંથી 32 બોરનો K.F 7.65 કાર્ટેજ મળી આવ્યો હતો. સિક્યુરિટી કુલદીપ અમિપુરાએ આર્મ્સ એક્ટ અને ક્રાફટ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો છે. આરોપી સુમિત કુમાર સિંગને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન સ્ટેટ અને સેન્ટ્રલ આઇબી ઉપરાંત ATS અને SOGની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન સુમિત સિંગ જણાવ્યું હતું કે તે થોડા દિવસ પહેલા બિહાર ગયો હતો. ત્યારે, કાકાનું દાઢી કરવાનું પાઉચ લીધું હતું. આ પાઉચ માંથી જીવતું કાર્ટેજ મળી આવ્યું હતું. તો પોલીસે આ મામલે જણાવ્યું છે કે જો જરૂર પડશે તો બિહારથી આરોપીના કાકાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. આરોપી સુમિતસિંગ એપોલો ટાયરમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. એપોલોની ગોવા ખાતે કોન્ફરન્સમાં હાજરી આપવા ફ્લાઈટમાં જતી વખતે સ્કેનિંગ દરમિયાન કાર્ટેજ મળી આવ્યું હતુ.

Vadodara News: હરણી એરપોર્ટ પરથી જીવતા કાર્ટેજ સાથે શખ્સ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મુસાફરની બેગમાંથી કાર્ટેજ મળતા FSL દ્વારા તપાસ
  • મુસાફર સુમિતકુમાર સિંગ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
  • આરોપીને કોર્ટમાં રજૂ કરતા મળ્યા 2 દિવસના રિમાન્ડ

વડોદરા એરપોર્ટ પરથી જીવતા કાર્ટેજ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. વડોદરાના હરણી એરપોર્ટ પર લગેજ સ્કેનિંગ દરમિયાન એક શખ્સના લગેજ માંથી જીવતો કાર્ટેજ મળી આવ્યો હતો. જેને લઈને મુસાફરની તપાસ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વડોદરા એરપોર્ટ પર એક શખ્સના લગેજના સ્કેનિંગ દરમિયાન કાર્ટેજ મળી આવતા એફ.એસ.એલના અધિકારીએ તપાસ કરી હતી. જાણવા મળી રહ્યું છે કે મુસાફર સુમિત કુમાર સિંગ વિરૂદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેના લગેજ માંથી 32 બોરનો K.F 7.65 કાર્ટેજ મળી આવ્યો હતો.

સિક્યુરિટી કુલદીપ અમિપુરાએ આર્મ્સ એક્ટ અને ક્રાફટ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો છે. આરોપી સુમિત કુમાર સિંગને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન સ્ટેટ અને સેન્ટ્રલ આઇબી ઉપરાંત ATS અને SOGની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

પૂછપરછ દરમિયાન સુમિત સિંગ જણાવ્યું હતું કે તે થોડા દિવસ પહેલા બિહાર ગયો હતો. ત્યારે, કાકાનું દાઢી કરવાનું પાઉચ લીધું હતું. આ પાઉચ માંથી જીવતું કાર્ટેજ મળી આવ્યું હતું. તો પોલીસે આ મામલે જણાવ્યું છે કે જો જરૂર પડશે તો બિહારથી આરોપીના કાકાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. આરોપી સુમિતસિંગ એપોલો ટાયરમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. એપોલોની ગોવા ખાતે કોન્ફરન્સમાં હાજરી આપવા ફ્લાઈટમાં જતી વખતે સ્કેનિંગ દરમિયાન કાર્ટેજ મળી આવ્યું હતુ.