Vadodara News : તરસાલી ચેકપોસ્ટ પરથી ઝડપાઈ 13.50 લાખની રોકડ

જમીનના બાનાખતના રૂપિયા હોવાના યુવકે આપ્યા પુરાવા SSTની ટીમે રોકડ મકરપુરા પોલીસને હવાલે કરી રોકડને લઈ આગળની કાર્યવાહી કરશે IT વિભાગ સમગ્ર ભારત દેશમાં લોકસભાની ચૂંટણીને લઈ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે વડોદરાી તરસાલી ચેકપોસ્ટ પરથી શંકાસ્પદ 13.50 લાખની રોકડ ઝડપાઈ છે.જે યુવક પાસેથી આ રોકડ ઝડપાઈ છે તેનુ નામ હરેશ પરમાર છે,તો યુવકે જમીનના બનાનાખતના રૂપિયાના હોવાની વાત કરી છે સાથે પુરાવા પણ આપ્યા છે.પોલીસે IT વિભાગને આ બાબતે જાણ કરી છે. સ્ટેટિક સર્વિલન્સની ટીમને સફળતા ઇલેક્શન બ્રાન્ચની સ્ટેટિક સર્વિલન્સ ટીમ તરસાલી ચેક પોસ્ટ ખાતે હતી તે દરમિયાન આ રોકડ મળી આવી છે.જે યુવક પાસેથી રોકડ મળી આવી છે તે યુવકે બોડેલીમાં જમીન વેચી બાનાખત કર્યા તેના રૂપિયા હોવાના એસએસટી ટીમને પુરાવા આપ્યા છે,પણ પોલીસે સમગ્ર વાતને લઈ રોકડને હાલ જપ્ત કરી સીલ કરી દીધી છે.રોકડ સાથે ઝડપાયેલ યુવક કોઈ રાજકીય પાર્ટી સાથે સંલગ્ન નહીં હોવાનું બહાર આવ્યું છે.આ બાબતે આગળની તમામ કાર્યવાહી IT વિભાગ કરશે. 11 એપ્રિલ 2024ના રોજ બનાસકાંઠામાં ઝડપાઈ રોકડ પાલનપુરના એરોમા સર્કલ પર મોડી રાત્રે શંકાસ્પદ કારમાંથી એક કરોડ જેટલી માતબર રકમ પકડાઈ હતી, એરોમા સર્કલ પર એલસીબી પોલીસના માણસો ચેકિંગમાં હતા જે દરમિયાન ડીસા તરફથી આવતી કાર પર શંકા ગઈ હતી અને કાર માથી ચેકિંગ દરમિયાન એક કરોડની રોકડ પોલીસને મળી આવી હતી. જો કે કારમાં સવાર લોકોએ સંતોષકારક જવાબ ના આપતા પોલીસે આ રોકડ રકમ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ એલર્ટ મોડ પર લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા અમલમાં છે, ત્યારે પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં છે.વડોદરા જિલ્લાને મધ્યપ્રદેશની બોર્ડર લાગતી હોવાથી બોર્ડર ક્રોસ કરીને આવતા વાહનોની તપાસને લઈને જિલ્લા પોલીસ દ્વારા વિવિધ સ્થળો પર બેરિકેટિંગ કરવામાં આવ્યું છે. જેમાં સતત આવતા જતા વાહનો પર ચેકીંગ હાથ ધરવામાં આવે છે.

Vadodara News : તરસાલી ચેકપોસ્ટ પરથી ઝડપાઈ 13.50 લાખની રોકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જમીનના બાનાખતના રૂપિયા હોવાના યુવકે આપ્યા પુરાવા
  • SSTની ટીમે રોકડ મકરપુરા પોલીસને હવાલે કરી
  • રોકડને લઈ આગળની કાર્યવાહી કરશે IT વિભાગ

સમગ્ર ભારત દેશમાં લોકસભાની ચૂંટણીને લઈ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે વડોદરાી તરસાલી ચેકપોસ્ટ પરથી શંકાસ્પદ 13.50 લાખની રોકડ ઝડપાઈ છે.જે યુવક પાસેથી આ રોકડ ઝડપાઈ છે તેનુ નામ હરેશ પરમાર છે,તો યુવકે જમીનના બનાનાખતના રૂપિયાના હોવાની વાત કરી છે સાથે પુરાવા પણ આપ્યા છે.પોલીસે IT વિભાગને આ બાબતે જાણ કરી છે.

સ્ટેટિક સર્વિલન્સની ટીમને સફળતા

ઇલેક્શન બ્રાન્ચની સ્ટેટિક સર્વિલન્સ ટીમ તરસાલી ચેક પોસ્ટ ખાતે હતી તે દરમિયાન આ રોકડ મળી આવી છે.જે યુવક પાસેથી રોકડ મળી આવી છે તે યુવકે બોડેલીમાં જમીન વેચી બાનાખત કર્યા તેના રૂપિયા હોવાના એસએસટી ટીમને પુરાવા આપ્યા છે,પણ પોલીસે સમગ્ર વાતને લઈ રોકડને હાલ જપ્ત કરી સીલ કરી દીધી છે.રોકડ સાથે ઝડપાયેલ યુવક કોઈ રાજકીય પાર્ટી સાથે સંલગ્ન નહીં હોવાનું બહાર આવ્યું છે.આ બાબતે આગળની તમામ કાર્યવાહી IT વિભાગ કરશે.

11 એપ્રિલ 2024ના રોજ બનાસકાંઠામાં ઝડપાઈ રોકડ

પાલનપુરના એરોમા સર્કલ પર મોડી રાત્રે શંકાસ્પદ કારમાંથી એક કરોડ જેટલી માતબર રકમ પકડાઈ હતી, એરોમા સર્કલ પર એલસીબી પોલીસના માણસો ચેકિંગમાં હતા જે દરમિયાન ડીસા તરફથી આવતી કાર પર શંકા ગઈ હતી અને કાર માથી ચેકિંગ દરમિયાન એક કરોડની રોકડ પોલીસને મળી આવી હતી. જો કે કારમાં સવાર લોકોએ સંતોષકારક જવાબ ના આપતા પોલીસે આ રોકડ રકમ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ એલર્ટ મોડ પર

લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા અમલમાં છે, ત્યારે પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં છે.વડોદરા જિલ્લાને મધ્યપ્રદેશની બોર્ડર લાગતી હોવાથી બોર્ડર ક્રોસ કરીને આવતા વાહનોની તપાસને લઈને જિલ્લા પોલીસ દ્વારા વિવિધ સ્થળો પર બેરિકેટિંગ કરવામાં આવ્યું છે. જેમાં સતત આવતા જતા વાહનો પર ચેકીંગ હાથ ધરવામાં આવે છે.