Ahmedabad Cybercrimeએ પ્રોડકટને રેટીંગ આપવાના બહાને છેતરપિંડી કરતા બે લોકોને ઝડપ્યા

રોજના હજાર રૂપિયા કમાવી આપવાની લાલચ આપતા હતા આરોપીઓ ગેંગ ચાઈનાથી ઓપરેટ થતી હોવાનું સામે આવ્યું છે આરોપીઓ પાસેથી મળેલા બેંક એકાઉન્ટમાં ઘણી માહિતી મળી પોલીસને સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રોડક્ટને રેટીંગ આપવાના બહાને છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ છે. રોજના હજાર રુપિયા કમાવવાની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગના 3 આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.જોકે આ ગેંગ ચાઈનાથી ઓપરેટ થતી હોવાનું સામે આવ્યું છે. જે છેતરપિંડીના રુપિયા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરે છે.જોકે આરોપી પાસેથી મળેલા બેંક અકાઉન્ટમાં સેકડો ફરિયાદ નોંધાયેલી છે. જે મામલે તપાસ શરુ કરવામાં આવી છે. ઓર્ગેનાઈઝ સાયબર ક્રાઈમના સાગરીતો અમદાવાદ સાયબર ક્રાઈમની કસ્ટડીમાં રહેલા આરોપીના નામ વિકાસ પટેલ. મિતીનસિંહ ઉર્ફે રેમો રાઠોડ અને ડીકેશ પટેલ છે. ઝડપાયેલા આરોપી ઓર્ગેનાઈઝ સાયબર ક્રાઈમના સાગરીતો છે. જે સોશિયલ મીડિયા પર લોકોને અલગ અલગ હાઈપ્રોફાઈલ પ્રોડક્ટને ઉંચા રેટીંગ આપવાના બહાને ઠગાઈ કરતા હતા.અમદાવાદના ફરિયાદીને રેટીંગ આપવા બદલ 50 હજાર રુપિયા મળ્યા પણ હતાં.ત્યારબાદ આરોપીએ પ્રિપેઈડ કામ કરવાથી રોજના 1 હજાર કમાવવાની લાલચ આપી હતી.જે બદલ અલગ અલગ સમયે 5.92 લાખ રુપિયા ભરાવી વળતર ન આપી છેતરપિંડી આચરી હતી.જેથી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા દેશ બહાર જતા ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે વિકાસ પટેલે આઈટીનો અભ્યાસ કર્યો છે. અને તે આ ગુનામાં જે કંપનીના નામનો ઉપયોગ થયો તે આર્કટેક ઈન્ડિયા કંપનીનો પ્રોપરાઈટર તરીકે એકાઉન્ટ ખોલાવ્યુ હતુ.જેમાં ભોગ બનનારના રુપિયા જમા થયા હતા.અન્ય આરોપી મિતીને અલગ અલગ 9 એકાઉન્ટ ખોલ્યા હતા.જેમાં કુલ 116 છેતરપિંડીના રુપિયા જમા થયા છે.જેથી તમામ ગુનામાં તેની સંડોવણી હોવાની શક્યતા છે.અન્ય આરોપી ડીકેશ છેતરપિંડીના રુપિયા ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ માટે ફરાર આરોપી રીયાઝ ને મોકલી આપતો હતો. જેથી આ તમામ રુપિયા દેશ બહાર પહોચી જતા હતા. અનેક ગુનાઓ ઉકેલાય તેવી સંભાવના સાયબર ક્રાઈમે છેતરપિંડીના ગુનામાં 3 આરોપીની ધરપકડ કરી તપાસ શરુ કરી છે. જોકે ઝડપાયેલા 3 આરૌપી સંખ્યાબંધ ગુનામાં સંડોવણી નિકળે તેવી શક્યતા વ્યકત કરવામાં આવી છે. કારણ કે જે આર્કટેક કંપનીના નામે છેતરપિંડી થઈ હતી. તે બેંક અકાઉન્ટમાં 1.59 કરોડ રુપિયાની હેરાફેરી સામે આવી છે. સાથે જ અન્ય 8 એકાઉન્ટ કે જે આરોપી પાસેથી મળ્યા છે. તેમાં પણ 116 ફરિયાદના કરોડો રુપિયા જમા થયા હતા.. જેથી આરોપીના રિમાન્ડમાં મોટા ખુલાસા થઈ શકે છે. 

Ahmedabad Cybercrimeએ પ્રોડકટને રેટીંગ આપવાના બહાને છેતરપિંડી કરતા બે લોકોને ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રોજના હજાર રૂપિયા કમાવી આપવાની લાલચ આપતા હતા આરોપીઓ
  • ગેંગ ચાઈનાથી ઓપરેટ થતી હોવાનું સામે આવ્યું છે
  • આરોપીઓ પાસેથી મળેલા બેંક એકાઉન્ટમાં ઘણી માહિતી મળી પોલીસને

સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રોડક્ટને રેટીંગ આપવાના બહાને છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ છે. રોજના હજાર રુપિયા કમાવવાની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગના 3 આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.જોકે આ ગેંગ ચાઈનાથી ઓપરેટ થતી હોવાનું સામે આવ્યું છે. જે છેતરપિંડીના રુપિયા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરે છે.જોકે આરોપી પાસેથી મળેલા બેંક અકાઉન્ટમાં સેકડો ફરિયાદ નોંધાયેલી છે. જે મામલે તપાસ શરુ કરવામાં આવી છે.

ઓર્ગેનાઈઝ સાયબર ક્રાઈમના સાગરીતો

અમદાવાદ સાયબર ક્રાઈમની કસ્ટડીમાં રહેલા આરોપીના નામ વિકાસ પટેલ. મિતીનસિંહ ઉર્ફે રેમો રાઠોડ અને ડીકેશ પટેલ છે. ઝડપાયેલા આરોપી ઓર્ગેનાઈઝ સાયબર ક્રાઈમના સાગરીતો છે. જે સોશિયલ મીડિયા પર લોકોને અલગ અલગ હાઈપ્રોફાઈલ પ્રોડક્ટને ઉંચા રેટીંગ આપવાના બહાને ઠગાઈ કરતા હતા.અમદાવાદના ફરિયાદીને રેટીંગ આપવા બદલ 50 હજાર રુપિયા મળ્યા પણ હતાં.ત્યારબાદ આરોપીએ પ્રિપેઈડ કામ કરવાથી રોજના 1 હજાર કમાવવાની લાલચ આપી હતી.જે બદલ અલગ અલગ સમયે 5.92 લાખ રુપિયા ભરાવી વળતર ન આપી છેતરપિંડી આચરી હતી.જેથી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

રૂપિયા દેશ બહાર જતા

ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે વિકાસ પટેલે આઈટીનો અભ્યાસ કર્યો છે. અને તે આ ગુનામાં જે કંપનીના નામનો ઉપયોગ થયો તે આર્કટેક ઈન્ડિયા કંપનીનો પ્રોપરાઈટર તરીકે એકાઉન્ટ ખોલાવ્યુ હતુ.જેમાં ભોગ બનનારના રુપિયા જમા થયા હતા.અન્ય આરોપી મિતીને અલગ અલગ 9 એકાઉન્ટ ખોલ્યા હતા.જેમાં કુલ 116 છેતરપિંડીના રુપિયા જમા થયા છે.જેથી તમામ ગુનામાં તેની સંડોવણી હોવાની શક્યતા છે.અન્ય આરોપી ડીકેશ છેતરપિંડીના રુપિયા ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ માટે ફરાર આરોપી રીયાઝ ને મોકલી આપતો હતો. જેથી આ તમામ રુપિયા દેશ બહાર પહોચી જતા હતા.

અનેક ગુનાઓ ઉકેલાય તેવી સંભાવના

સાયબર ક્રાઈમે છેતરપિંડીના ગુનામાં 3 આરોપીની ધરપકડ કરી તપાસ શરુ કરી છે. જોકે ઝડપાયેલા 3 આરૌપી સંખ્યાબંધ ગુનામાં સંડોવણી નિકળે તેવી શક્યતા વ્યકત કરવામાં આવી છે. કારણ કે જે આર્કટેક કંપનીના નામે છેતરપિંડી થઈ હતી. તે બેંક અકાઉન્ટમાં 1.59 કરોડ રુપિયાની હેરાફેરી સામે આવી છે. સાથે જ અન્ય 8 એકાઉન્ટ કે જે આરોપી પાસેથી મળ્યા છે. તેમાં પણ 116 ફરિયાદના કરોડો રુપિયા જમા થયા હતા.. જેથી આરોપીના રિમાન્ડમાં મોટા ખુલાસા થઈ શકે છે.